સોશ્યલ મિડિયાના માધ્યમથી 45 દેશોના ભાવિકોએ ઘેર બેઠા શ્રાવણમાસમાં સોમનાથ દાદાના દર્શન કર્યા

ટ્રસ્ટને ભાવિકોએ વિવિધ સ્વરૂપે 8 કરોડ જેટલા રૂપીયા સમર્પિત કર્યા

વિશ્ર્વ પ્રસિધ્ધ ભારત બાર જયોર્તિલિંગ સોમનાથ મહાદેવ મંદિરને આ વર્ષના પવિત્ર શ્રાવણમાં શિવભકતોનો મળેલો અપાર પ્રેમ,શ્રધ્ધા, દ્રવ્ય સર્મપણ કદાચ મંદિરની સ્થાપના પછીનું પ્રથમવાર ઘટના હશે. પવિત્ર શ્રાવણ માસમા આ વર્ષ 2021માં સોમનાથ દાદાના શિખરે 403 જેટલી ધજાઓ ચઢી જે છેલ્લા પાંચ વર્ષ કરતા સૌથી વધુ છે. 2016 માં 161, 2017માં 157, 2018માં 231, 2019માં 236, 2020માં 153, 2021માં 403 ધજાઓ ચડી હતી.સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાના જણાવ્યા અનુસાર આ વર્ષ પવિત્ર શ્રાવણમાં વિશ્ર્વના 45 દેશોના ઘર-ઘરમાં ડીઝીટલ સોશ્યલ મીડીયાના માધ્યમથી ફોટો વીડીયોથી દર્શન કરી ધન્ય બન્યા જેમાં ફેસબુક ઉપર 2 કરોડ 72 લાખ, યુ ટયુબ ઉપર 2 કરોડ 22 લાખ, ઈન્સ્ટ્રાગ્રામ ઉપર 1 કરોડ 64 લાખ અને ટવીટર ઉપર 87000 અને ઓનલાઈન પૂજાવિધીઓ પણ કરાવી કુલ 6 કરોડથી વધુ શિવભકતોએ આ રીતે ધન્યતા મેળવી.

સોમનાથ ટ્રસ્ટ-ટ્રસ્ટી સચિવ પ્રવિણભાઈ લહેરીના માર્ગદર્શન હેઠળ કોરોના કાળમાં સ્થાનીક તેમજ ત્રણ જિલ્લાઓમાં કોરોના તથા વાવાઝોડામાં કરેલી અઢળક સહાય સેવા અને લોકોના દુ:ખમાં પડખે રહ્યુ તેનું જાણે ઋણ આભાર ચૂકવાતું હોય તેમ વિશાળ પ્રમાણમાં શિવભકતો સોમનાથના આંગણે ઉમટી જુદીજુદી સુવિધા સેવાઓનું ટ્રસ્ટને ચુકવેલ સર્મપિત મૂલ્ય ભાવભકિત રૂપીયામાં નીચે મુજબ છે.ગોલખ બોક્ષ 1,7,63,7,431પુજાવિધી 1,5,44,7,204પ્રસાદવેચાણ 2,6,2,53,865ભોજનાલય 7,88,191અતિથીગૃહો 94,62,050 પ્રોમેનેડ વોકવે એન્ટ્રી ફી 1,5,2,000 સમગ્ર ભારતભરમાં સોમનાથ મહાદેવની પ્રસાદી જે શિવભકતો સોમનાથ આવી શકતા નથી તેને માટે પોષ્ટ ઓફીસમાં રૂપીયા 251 ભરવાથી તેનું વિગતવાર રજીસ્ટ્રેશન કરાવવાથી ઘેર બેઠા પ્રસાદ પહોચાડાય છે.જે શ્રાવણમસમાં ઈ પ્રસાદ ઈન્કમ 69685 થઈ.

એટલું જ નહી ઈતિહાસમાં પ્રથમ વખત જ યાત્રિકોને દર્શન કરવા જવાના પથને વોટરપ્રુફડોમ, નિ:શુલ્ક રાત્રી નિવાસ માટે વોટરપ્રુફ ડોમની વિશાળ વ્યવસ્થા ઉભી કરાઈ જે હજુ પણ દાતાના સહયોગ અને ટ્રસ્ટ સંયોજનથી કાર્યરત રખાયું છે.આ વર્ષે સોમનાથ મંદિર સાહિત્ય પ્રત્યે પણ શ્રાવણમાસમાં યાત્રિકોએ વધુ રસ લઈ રૂ. 5,25,867 ટોકન મૂલ્ય ચૂકવી મંદિર વિષેની માહિતી સંગાથે લઈ જઈ યાત્રા સંભારણુંબની. લાડુ પ્રસાદને ભકતોએ વધઉ આવકાર આપ્યો જેમાં 6876440 રૂપીયાની ખરીદી કરી, ચીકી પ્રસાદ 4068830 ચીકી મગફળી 2386575, મગસ પ્રસાદી 11,21,6,885, મહાપ્રસાદ કોમ્બો 16,35,450 રૂપીયા આમ ટ્રસ્ટને સમગ્ર શ્રાવણમાસમાં 7,99, 30318 રૂપીયા ભાવિકોને વિવિધ સ્વરૂપે સર્મપિત કર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.