અમદાવાદ સિરિયલ બ્લાસ્ટના આતંકી તૌકીરે પાવાગઢના જંગલોમાં રોકાણ કરી બોમ્બ બ્લાસ્ટનું કાવતરું રચ્યું હતું
અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટનો આરોપી થોડા દિવસ પહેલાં દિલ્હીથી ઝડપાયો હતો. જેણે પાવાગઢનાં જંગલોમાં રહીને સિલિયલ બ્લાસ્ટનું કાવતરૂં ઘડ્યું હોવાની કબુલાત કરી હતી. જેના પગલે એટીએસની ટીમ આજે તેને પાવગઢ લઈને પહોંચી હતી. જ્યાં તેની પાસે રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આતંકી અબ્દુલ સુભાન તૌકિરને મેટ્રોપોલિટન મેજિસ્ટ્રેટ પી.કે.લોટિયાએ 20 દિવસના રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે.
અમદાવાદમાં ઇન્ડિયન મુઝાહિદીનના ત્રાસવાદીઓએ 26 જુલાઇ 2008માં 20 બોંબ બ્લાસ્ટ કર્યા હતાં. જેમાં 56 લોકોનાં મોત થયાં હતાં અને 240 લોકો ઘાયલ થયા હતાં. ક્રાઇમ બ્રાન્ચે સફદરનાગોરી, રિયાઝ ભટકલ સહિત 81 ત્રાસવાદીઓની ધરપકડ કરી છે. આ 81 આરોપીઓને એક સાથે 20 દિવસના રિમાન્ડ પર સોંપવામાં આવ્યા નહોતા. 10 વર્ષ બાદ પકડાયેલો આતંકી તૌકિર પહેલો ત્રાસવાદી એવો છે કે તેને 20 દિવસના રિમાન્ડ આપવામાં આવ્યા છે.
સિરિયલ બ્લાસ્ટના આતંકી અબ્દુલ સુભાન ઉર્ફે તૌકીરને લઇ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ પાવાગઢ પહોંચી હતી. જ્યાં ખુંદપીર દરગાહ, એક મિનાર મસ્જિદ સહિતના સ્થાનો પર આતંકી તૌકીરનું રિકન્સ્ટ્રક્શન કરાવવામાં આવ્યું હતું. આતંકી તૌકીર તેના સાથીઓ સહીત પાવાગઢની તળેટીના જંગલ વિસ્તારોમાં રોકાઈ ને કર્યા હતા. આતંકી કેમ્પ અને સાથે જ અમદાવાદ બ્લાસ્ટ નું પ્લાનિંગ પણ કર્યું હતું.