અફઘાનના વિકાસમાં ભારતની ભૂમિકા, તો પાકિસ્તાનના પેટમાં ચુંક ઉપડી
ભારત હાલ ઘણા દેશો સાથે મૈત્રી સંબંધ બાંધી રહ્યું છે. જેના મુદે મૈત્રી રાખવા ભારતે અફઘાન માટે ૩૧ પ્રાંતોમાં સામુદાયિક વિકાસ માટેની ૧૧૬ યોજનાઓનું એલાન કર્યું છે. અમુક સપ્તાહ પહેલા જ અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ટ ટ્રમ્પે અફઘાનિસ્તાનના આર્થિક વિકાસ માટે ભારતની મદદ માંગી હતી. વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજ અને અફઘાનના રાષ્ટ્રપતિ અશરફ ગની વચ્ચેની મુલાકાતમાં આ યોજનાઓ વિશે ચર્ચા કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે જણાવ્યું હતું કે, ભારત અને અફઘાનિસ્તાન આ બંને દેશોએ અફઘાનના સામુદાયિક વિકાસ માટે સહકાર આપવા સહમતી આપી હતી. આ ઉપરાંત ભારતે અન્ય ૬ નવી યોજનાઓના સહયોગ માટેનો પણ પ્રસ્તાવ મુકયો છે. જેમાંથી એક યોજના અફઘાનમાં પાછા આવતા લોકો માટે સસ્તા મકાન માટેની છે. જેની ચર્ચા-વિચારણા સુષ્મા સ્વરાજ તેમજ અશરફ ગનીએ નવા વિકાસની આજેદારી કરી હતી. અમેરીકાના રાષ્ટ્રપતિ દ્વારા અફઘાનિસ્તાનની મદદ માટે ભારતને સલાહ કરી તો પાકિસ્તાનના પેટમાં તેલ રેડાયું.
તેમણે આ બાબતે ચિંતા વ્યકત કરી હતી કે ભારતની અફઘાનના વિકાસમાં મોટી ભૂમિકા પાકિસ્તાન માટે ખતરાની ઘંટડી સમાન છે. ટ્રમ્પે નવી નીતિમાં પાકિસ્તાનને આતંકી હુમલામાં સર્મથન માટે ચેતવણી આપી હતી અને એલર્ટ કર્યા હતા. પાકિસ્તાનની તકલીફો વધતા ટ્રમ્પે ભારતને અફઘાન માટે વિકાસની યોજનામાં સહકાર આપવાની નીત અપનાવી હતી.