માત્ર ગાઈડલાઈન જારી કરવાથી બેંકોનો એનપીઓ રેશીયો ઘટાડી શકાશે નહિ; સરકારે અને આરબીઆઈએ કડક વલણ દાખવવાની જરૂર: સંસદીય પેનલ
બેંકોનો એનપીએ રેશિયો એટલે કે નોન પરફોર્મિંગ રેશીયો વધી રહ્યો છે. જે ચિંતાનો વિજય ગણી શકાય આ વધતા જતા એનપીએ રેશિયોને અટકાવવા સંસદીય સમિતિએ સરકારને યોગ્ય પગલા લેવા ભલામણ કરી છે.
જણાવી દઈએ કે, જે લોકો બેંકો પાસેથી લોન સ્વ‚પે ઉછીના નાણાં લે છે. અને તે નાણાં પાછા ચૂકવતા નથી એટલે કે બેંકોને લોનના નાણાંનો ધુંબો લાગે છે. ત્યારે હવે, બેંકોને ધુંબા મારનારા લોકોપર તુટી પડવા સંસદીય સમિતિએ સરકારને ભલામણ કરી છે. અને આ બાબતે કડકમાં કડક પગલા ભરવા સૂચન કર્યું છે.
આ ઉપરાંત, સંસદીય સમિતિએ જણાવ્યું કે, એનપીએ રેશિયોને ઘટાડવા સરકાર અને રીઝર્વ બેંક ઓફ ઈન્ડિયા આરબીઆઈ ગાઈડલાઈન અને વિવિધ જાહેરનામા પાડશે તેનાથી માત્ર કોઈ હકારાત્મક પરિણામ આવશે નહિ. ગાઈડલાઈન જારી કર્યાની સાથે સરકાર અને આરબીઆઈએ કડક વલણ પર દાખવવું પડશે તો જ એનપીએ રેશીયો ઘટાડવાના પ્રયાસોમાં સફળતા મળશે.
આ માટે બેકીંગ સિસ્ટમ અને ઉછીના નાણા આપવાની જે હાલની પ્રાનાલી છે તેને રીવાઈઝડ કરવી જોઈએ આ ઉપરાંત, બેંકીંગ કાર્યો દરમિયાન કયાં ગોટાળા થાય છે અને અનિયમિતતા તેમજ ભ્રષ્ટાચાર વગેરેને જાણી મહત્વના ધારા ધોરણો નકકી કરવા જોઈએ તેમ સંસદીય પેનલે જણાવ્યું છે.
આ ઉપરાંત સંસદીય પેનલે લોન ડીફોલ્ટર્સના નામો જાહેર કરવા પણ એકટ ઘડવા જણાવ્યું છે. અને એસબીઆઈ એકટ જેવા અન્ય બેંકીંગ કાયદા પણ બનાવવા જોઈએ જેથી બેંકીંગ કાર્યોમાં થતી ગતિવિધિઓ જાણી શકાય અને પારદર્શકતા લાવી એનપીએ રેશીયોને ઘટાડી શકાય.