કુલ 9 જજોની બદલીની ભલામણ કરતી સુપ્રીમ કોર્ટની કોલેજીયમ કમિટી
સુપ્રીમકોર્ટના કોલેજિયમ દ્વારા ગુજરાત હાઈકોર્ટના 4 જજની બદલી માટે ભલામણ કરાઈ છે. જેમાં જસ્ટિસ હેમંત પ્રચ્છક, એ.વાય.કોગજે, સમીર દવે, ગીતા ગોપી સહિતના જજની અન્ય કોર્ટમાં બદલી માટે ભલામણ કરાઈ છે. જસ્ટિસ હેમંત પ્રચ્છકની પટના હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે ભલામણ કરવામાં આવી છે તો જસ્ટિસ સમીર દવેની રાજસ્થાન હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે, જસ્ટિસ ગીતા ગોપીની મદ્રાસ હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે અને જસ્ટિસ એ.વાય.કોગજેની અલ્હાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ તરીકે ભલામણ કરવામાં આવી છે.
3 ઓગસ્ટ 2030 ના રોજ બેઠક યોજાઈ હતી. જેમાં કોલેજિયમે ન્યાયના વધુ સારો વહીવટ થઈ શકે તે માટે નવ ન્યાયાધીશોની બદલી અંગે ઉચ્ચ અદાલતમાં ભલામણ કરી હતી. જેમાંથી ચાર જજો માત્ર ગુજરાતના જ છે. આમ એકી સાથે ચાર-ચાર જજોની બદલીની ભલામણ કરવામાં આવતા ચર્ચા જાગી છે. મહત્વનું છે કે જસ્ટીસ હેમંત પ્રચ્છક દ્વારા રાહુલ ગાંધીની અરજી ફગાવવામાં આવી હતી. જેના નામનો પણ ભલામણમાં ઉલ્લેખ કરાયો છે.
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે ગુજરાત હાઈકોર્ટના 4 જજ ઉપરાંત પંજાબ હરિયાણા હાઈકોર્ટના 4 અને અલાહાબાદ હાઈકોર્ટના એક જજનું નામ પણ ભલામણ કર્યું છે. જેમાં પંજાબ હરિયાણા હાઈકોર્ટના અરવિંદ સિંહ સાંગવાનની અલાહાબાદ હાઈકોર્ટમાં અને અરુણ મોંઘાની રાજસ્થાન હાઈકોર્ટમાં, અલાહાબાદ હાઈકોર્ટના જજ વિવેકકુમાર સિંહની મદ્રાસ હાઈકોર્ટમાં, અવનીશ ક્ષિંગનની ગુજરાત હાઈકોર્ટમાં, રાજમોહન સિંહની મધ્ય પ્રદેશ હાઈકોર્ટમાં બદલી માટે ભલામણ કરેલી છે.