નિચલી અદાલતેથી માંડી સર્વોચ્ચ ન્યાયાલય સુધી ૩ કરોડથી વધુ કેસો પેન્ડિંગ
નીચલી અદાલતોથી લઈ હાઈકોર્ટ સુધી હાલ ૩ કરોડથી પણ વધુ કેસો પેન્ડીંગ છે જેના ઝડપી નિકાલ માટે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયધીશ દિપક મિશ્રાએ નવીનતમ પગલુ ભરવા પર વિચાર્યું છે. જયુડીશરી સીસ્ટમાં થતુ મોડુ અને પેન્ડીંગ કેસોને ઝડપથી હલ કવા પર મળેલી બે દિવસીય કોન્ફરન્સમાં સીજેઆઈ દિપક મિશ્રાએ કહ્યું કે,, પેન્ડીંગ ૩ કરોડ કેસોનો ઝડપી નિકાલ કરવા જયુડીશરી સિસ્ટમમાં જરૂરી પગલા લેવા જરૂરી બન્યા છે. આ સાથે તેઓએ ભલામણ કરતા કહ્યું કે આ માટે ન્યાયધીશોની નિવૃત્તીની વય મર્યાદા વધારવી જોઈએ અને ખાલી જગ્યાઓ પર તુરંત ન્યાયધીશોન નીમણુંક પ્રક્રિયા હાથ ધરાય તેવા પ્રયાસો કરવા જોઈએ.
સીજેઆઈ દિપક મિશ્રાએ વધુમાં જણાવ્યું કે, જજોની નિવૃત્તીની વય મયાદા વધારવાની પ્રક્રિયાએ શારીરીક નહિ પણ માનસીક વલણના આધારે થવી જોઈએ અને આ પગલાથી પેન્ડીંગ પડેલા તમામ કેસોનો ઝડપથી નિકાલ થઈ શકશે.
સુપ્રીમકોર્ટ અને હાઈકોર્ટના ન્યાયધીશોની વય નિવૃત્તીની મર્યાદા વધારવાના દિપકમિશ્રાના સુચન સાથે સહમતી દાખવતા સૌથી વરીષ્ઠ એવા ન્યાયધીશ કુરીઅર જોસેફે કહ્યું કે, સરકારે અન્ય ન્યાયધીશોની નિમણુંક પ્રક્રિયામાં પણ ઝડપથી સક્રિય થવું જોઈએ અને મોડુ ન કરવું જોઈએ આ ઉપરાંત તેમણે વધુમાં કહ્યું કે કેન્દ્ર સરકારે હાલની જજોની જે સંખ્યા છે.
તેમાં પણ વધારો કરવાની જરૂર છે. દિપક મિશ્રા પછીના સીનીયર મોસ્ટ જજ ગોગોઈએ કહ્યું કે, કયાં કેસોમાં વધુને વધુ વધારો થાય છે. તે જોઈને પણ પ્રક્રિયા હાથ ધરવી જોઈએ. અને આ પ્રમાણે થયા બાદ તમામ કેસોનો નિકાલ ફમિક ઓર્ડર મુજબ અને ઝડપથી થશે.