કેલિફોર્નિયા અને ઈન્ટરનેશનલ અમેરિકન રિચર્સ એન્ડ ડેવલોપમેન્ટ દ્વારા મંજૂરી અપાઈ
પ્રોફેસર ડો . હિરેન મહેતા છેલ્લા સાત વર્ષથી જમીન મકાનની લે – વેચ ઉપર રિસર્ચ વર્ક કરી રહ્યા હતા . યુ.એસ. કેલિફોર્નિયા સ્ટેટ યુનિવર્સિટી અને ઇન્ટરનેશનલ અમેરિકન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ આ આધુનિક પોર્ટલને માન્યતા આપી છે જેમાં દરેક મધ્યમ વર્ગ, ગરીબ વર્ગ અને અમીર વર્ગ માટે ઘર, પ્લોટ , મકાન , ખેતર , ઔદ્યોગિક જમીન ખેતીની જમીન વિદ્યાર્થીઓ માટેના ભાડે મકાન વેકેશન પ્રોપર્ટી જેવી અલગ અલગ પ્રોપર્ટી માટેનું એક રિયલ એસ્ટેટ મોડલ બનાવ્યું છે . આ એક એવું પ્લેટફોર્મ છે કે જેની અંદર જમીન મકાનના કાયદાકીય રીતે લોન માટે તેમજ લે – વેચ માટે ગુવરાતનું રીટલ એસ્ટેટ મોટુ પ્લેટફોર્મ બનાવ્યું છે. વિદેશોમાં રહેતા ગુજરાતીઓ માટે તેમજ ભારતમાં રહેતા ગુજરાતીઓ અને ગુજરાતમાં રહેતા ગુજરાતી માટે રીયલ એસ્ટેટ પોર્ટલ બનશે . ડો . હિરેન મહેતા 2011 માં રીયલ એસ્ટેટ પોતાનું રિસર્ચ વર્ક ચાલુ કર્યુ હતું . પરંતુ દસ વર્ષની મહેનત બાદ આ પોર્ટલ કંઇક વિશેષ બનાવ્યું છે . જેની અંદર ગુજરાતના લોકો માટે જ બનાવ્યું છે . સામાન્ય રીતે વન બી.એચ.કે. , ટુ બી.એચ.કે. અને થ્રી બી.એચ.કે. ભાડે માટેનો ડેટા ખૂબ ઓછો હોય છે.
ડો. હિરેન મહેતા ઇન્ટરનેશનલ અમેરિકન રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટમાં યંગ બેસ્ટ ફેકલ્ટીનો એવોર્ડ પણ કોરોના કાળ દરમિયાન અમેરિકામાં જીત્યા હતાં.ડો. હિરેન મહેતા 19 વર્ષની ઉંમરથી ગોંડલ આઇ.ટી.આઇ. અને ગુજરાત સરકારનાં રોજગાર કચેરીના તાલીમ કેન્દ્રથી શરૂઆત કરી હતી . નાની ઉંમરે પોતે પધ્ધતિસર વિદ્યાર્થીઓને તાલીમ કેમ આપવી અને ઉદ્યોગ કેમ કરવો આશરે ભારતમાં 1000 થી વધારે વિદ્યાર્થીઓને ટ્રેઇનીંગ પ્રોગ્રામ આપેલ છે.
ડો. હિરેન મહેતા 22 વર્ષની ઉમરે નેશનલ ટ્રેનરની ડિગ્રી મેળવી ભારત ભરમાં રેકોર્ડ સાધ્યો હતો . તેમજ બી.બી.એ. , એમ.બી.એ. , ડિપ્લોમાં ઇન એન્ટરપ્રેન્યોરશીપ ઇ.ડી.આઇ. – અમદાવાદ તેમજ ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી માંથી પી.એચ.ડી ( ફાયનાન્સ ) ડીગ્રી મેળવી હતી.
ડો. હિરેન મહેતા એ મુંબઇ, હૈદ્રાબાદ, ચેન્નઇ, અમદાવાદ, ગાંધીનગર , મદુરાઇ, બેંગ્લોર, જયપુર, દિલ્લી, આગ્રા તેમજ અનેક શહેરોમાં વિદ્યાર્થીઓ વ્યાખ્યાન તેમજ રિસર્ચ માટે માર્ગદર્શન આપેલ છે.