કોર્પોરેશનની નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ દ્વારા આજથી ત્રિદિવસીય શાળા પ્રવેશોત્સવનો પ્રારંભે ઉત્સાહભેર ભુલકાઓને શાળામાં પ્રવેશ અપાયો
રાજકોટમાં શાળા પ્રવેશોત્સવ અંતર્ગત ૪૨૮૫ બાળકોને કોર્પોરેશન સંચાલીત શાળામાં પ્રવેશ અપાશે: ૨૦ ક્ધયાઓને વિદ્યાલક્ષ્મી બોન્ડ અપાશે
પ્રવેશોત્સવના કારણે આજે શિક્ષણમાં ઘણું પરિવર્તન આવ્યું છે: ધનસુખભાઇ ભંડેરી
રાષ્ટ્રની સાચી સંપતિ બાળકો છે, તેને સુશિક્ષિત કરીએ: રાજુભાઇ ધ્રુવ
નગર પ્રાથમીક શિક્ષણ સમિતિ દ્વારા રાજકોટ શહેરમાં ૬ થી ૧૪ વર્ષનું એકપણ બાળક શાળા પ્રવેશથી વંચીત ના રહે તેવા ૧૦૦ ટકા નામાંકનના સંકલ્પ સાથે આજથી રાજકોટ શહેરમાં શાળા પ્રવેશોત્સવ અને ક્ધયા કેળવણી મહોત્સવનો રંગારંગ શુભારંભ કરવામાં આવ્યો હતો. આજના કાર્યક્રમમાં નવા પ્રવેશ મેળવતા બાલ-દેવોનું સ્વાગત મનુષ્ય ગૌરવ ગાન, યોગ નિદર્શન, રાષ્ટ્ર ભકિત ગાન, અમૃત વાંચન, શાળામાં પ્રવેશ પામતા બાળકોને કીટ વિતરણ ધો. ૩ થી ૮ ના બાળકોનું સન્માન, શિષ્યવૃત્તિ ગણવેશ સહાય, વિદ્યાલક્ષ્મી બોર્ડ પાઠય પુસ્તક વિતરણ, સુખડી ફુટ વિતરણ, શાળામાં ભણેલા પ્રતિષ્ઠિત વ્યકિતઓ દાતાઓ અને નિવૃત શિક્ષકોનું સન્માન, શાળાઓમાં વૃક્ષારોપણ તેમજ લાઇફ સ્કીલ અને બાળમેળાઓનું સુન્દર આયોજન કરવામાં આવેલ હતું. આજે શરુ થયેલ પ્રવેશ મહોત્સવમાં મહાનુભાવો દ્વારા
નવા પ્રવેશ પામેલા છાત્રોને કુમ કુમ તિલક કરી ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું.
સમગ્ર આયોજન ૧ થી ૧ર રૂટમાં યોજવામાં આવેલ છે. જેમાં શિક્ષણ સમીતીની વોર્ડ નં. ૧ થી ૧૮ ને આવરી લેતી કુલ ૮૦ શાળાઓ તથા ૭ ગ્રાટેડ પ્રાથમીક તેમજ ૩૬ ગ્રાંટેડ માઘ્યમિક શાળાઓનો સમાવેશ કરીને કાર્યક્રમ યોજવામાં આવશે. આ ત્રિદિવસીય પ્રવેશોત્સવ દરમ્યાન ર૧૩૪ કુમાર, ૨૦૨૭ ક્ધયા એમ કુલ ૪૧૬૧ બાળકોને પ્રવેશ આપવામાં આવનાર છે. પુન:પ્રવેશ ૧ર૪ બાળકોને પણ આ મહોત્સવ શાળામાં પ્રવેશ અપાશે. ર૦ ક્ધયાઓની વિદ્યાલક્ષ્મી બોર્ડ અર્પણ કરવામાં આવશે. આજરોજ આંગણવાડીમાં પ્રવેશ પામતા ટબુકડા બાળમિત્રોને રમકડાઓ વિતરણ કરવામાં આવ્યા હતા.
આજ રોજ ‚ટ નં. ૧ થી ૧ર માં ૫૯, ૫૬ સંસ્કારધામ વિઘાલય, ૧૫,૭૨ જ્ઞાન સરિતા, સ.વ.પટેલ આદશ માઘ્યમિક શાળા, ૮૧/૪૯૮, ૭૦ કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ગર્લ્સ હાઇસ્કુલ, ૫૮,૭૩ જય રાંદલ વિઘાલય ૫૧/૬૨/ ૪૮/૧૬ પી.એન્ડ પી.ડી. હાઇસ્કુલ, ૭૪,૬૦ જલારામ હાઇસ્કુલ ૯૬,૭૬ નુતન ગર્લ્સ હાઇસ્કુલ ૭૫,૯૩/૮૮,હ.લ. વિઘાવિહાર ૪/૫ શ્રી લાલ બહાદુર શાસ્ત્રી કુમાર વિઘાલય, ૧૯ શ્રીમતિ ર.હ. કોટક ક્ધયા વિઘાલય, બાબસાહેબબા ગર્લ્સ હાઇસ્કુલ, ૨૯, ૬૪૮ સ્વામી વિવેકાનંદ વિઘાલય ખાતે ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજવામા: આવેલ હતો. પ્રવેશોત્સવનું શુભારંભ કરાવતા ગુજરાત ફાયનાન્સ બોર્ડના ચેરમેન શ્રી ધનસુખભાઇ ભંડેરી એ જણાવેલ કે શિક્ષિત સમાજએ રાષ્ટ્રની સાચી મૂડી છે. પ્રવેશોત્સવની પરંપરાને કારણે ગુજરાતના શિક્ષણમાં પરિવર્તન આવ્યું છે.
શિક્ષણ સમિતિના ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુર, વા. ચેરમેન અલ્કાબેન કામદાર, શાસનાધિકારી બી.એમ. સલાટ, શિક્ષણ સમીતીના તમામ સદસ્યોએ જણાવેલ છે કે આજરોજ પ્રથમ દિવસે શાળા પરિવાર બાળ દોસ્તો વાલી ગણ દાતા ઓ વગેરેમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. લાઇફ સ્કીલ બાળમેળામાં પણ બાળકોની અનેરી કળા જોવા મળી હતી.
આજરોજ વિવિધ રૂટમાં રૂટ નં.૧માં મુખ્ય મહેમાનપદે કમલેશભાઈ મિરાણી, પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ, ડો.દર્શિતાબેન શાહ, ડે.મેયર રા.મ્યુ.કો., ભારતીબેન રાવલ સદસ્ય, ન.પ્રા.શિ.સમિતિ-રાજકોટ, રૂટ નં.૨માં ભીખાભાઈ વસોયા, પૂર્વ પ્રમુખ, રાજકોટ શહેર ભાજપ, કિશોરભાઈ રાઠોડ, મહામંત્રી, રાજકોટ શહેર ભાજપ-સદસ્ય, ન.પ્રા.શિ.સમિતિ-રાજકોટ, રૂટ નં.૩માં ભાનુબેન બાબરીયા, ધારાસભ્ય, રાજકોટ, પુષ્કરભાઈ પટેલ, ચેરમેન, સ્ટેન્ડીંગ કમિટી, રા.મ્યુ.કો., વશરામભાઈ સાગઠીયા, નેતા, વિરોધ પક્ષ, રા.મ્યુ.કો., મુકેશભાઈ મહેતા, સદસ્ય ન.પ્રા.શિ.સમિતિ-રાજકોટ, રૂટ નં.૪માં ગોવિંદભાઈ પટેલ, ધારાસભ્ય, રાજકોટ, ભાવેશભાઈ દેથરીયા, સદસ્ય ન.પ્રા.શિ.સમિતિ-રાજકોટ રૂટ નં.૫માં મોહનભાઈ કુંડારિયા, સંસદ, નિતીનભાઈ ભારદ્વાજ, પૂર્વ ચેરમેન, સ્ટેન્ડીંગ કમિટી રા.મ્યુ.કો., સંજયભાઈ હિરાણી, સદસ્ય, ન.પ્રા.શિ.સમિતિ-રાજકોટ, રૂટ નં.૬માં એ.કે.ઝા (આઈએફએસ) ચીફ કંઝર્વેટર ઓફ ફોરેસ્ટ (વર્કીંગ પ્લાન), ગાંધીનગર, નરેન્દ્રસિંહ ઠાકુર, ચેરમેન ન.પ્રા.શિ.સમિતિ-રાજકોટ, અલ્કાબેન કામદાર, વા.ચેરમેન ન.પ્રા.શિ.સમિતિ-રાજકોટ, રૂટ નં.૭માં પ્રદીપસિંઘ (આઈએફએસ),ડેપ્યુટી કંઝર્વેટર ઓફ ફોરેસ્ટ, ગીર (વેસ્ટ) ડીવીઝન જુનાગઢ, ‚પાબેન શીલુ, ચેરમેન, માધ્યમિક શિક્ષણ બોર્ડ, રાજકોટ મહાનગરપાલિકા, ધીરજભાઈ મુંગરા, સદસ્ય, ન.પ્રા.શિ.સમિતિ-રાજકોટ, રૂટ નં.૮માં દિનેશભાઈ ટોળિયા, ઉપાધ્યક્ષ, ગુજરાત ગોપાલક વિકાસ નિગમ ગુજરાત રાજય, કિરણબેન માંકડિયા, સદસ્ય, ન.પ્રા.શિ.સમિતિ-રાજકોટ, ડો.ગૌરવીબેન ધ્રુવ, સદસ્ય, ન.પ્રા.શિ.સમિતિ-રાજકોટ, રૂટ નં.૯માં ધનસુખભાઈ ભંડેરી, અધ્યક્ષ, ગુજરાત મ્યુનિ.ફાઈનાન્સ બોર્ડ ગાંધીનગર, મુકેશભાઈ ચાવડા, સદસ્ય ન.પ્રા.શિ.સમિતિ-રાજકોટ, રૂટ નં.૧૦માં ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, મેયર, રા.મ્યુ.કો., ભુપતભાઈ ડાભી, ઉપાધ્યક્ષ, ગુજરાત ઠાકોર અને કોળી વિકાસ નિગમ લી. ગુજરાત રાજય, ડો.રાજેશભાઈ ત્રિવેદી, સદસ્ય ન.પ્રા.શિ.સમિતિ-રાજકોટ, રૂટ નં.૧૧માં રાજુભાઈ ધ્રુવ, ઉપાધ્યક્ષ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ ગુજરતા રાજય, જે.જે.ખડિયા, ડેપ્યુટી સેક્રેટરી, સોશ્યલ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેંટ ડીપાર્ટ, ગાંધીનગર, જગદીશભાઈ ભોજાણી, સદસ્ય ન.પ્રા.શિ.સમિતિ-રાજકોટ રૂટ નં.૧૨માં સુનયના તોમર (આઈએએસ) અગ્ર સચિવ શિક્ષણ, ગુજ. રાજય, ગાંધીનગર, નટુભાઈ મકવાણા, ઉપાધ્યક્ષ, ગુજરાત વિચરતી અને વિમુખ જાતિ વિકાસ નિગમ, ઈન્દ્રનિલભાઈ રાજયગુરુ, ધારાસભ્ય, રાજકોટ, શરદભાઈ તલસાણીયા, સદસ્ય, ન.પ્રા.શિ.સમિતિ-રાજકોટ, રહીમભાઈ સોરા, સદસ્ય ન.પ્રા.શિ.સમિતિ-રાજકોટ તેમજ આ કાર્યક્રમમાં વોર્ડના કોર્પોરેટરઓ, પ્રભારી, વોર્ડ પ્રમુખ, મહામંત્રીઓ, વિસ્તારના અગ્રણીઓ, વિદ્યાર્થીઓના વાલીઓ, શાળાના નિવૃત શિક્ષકો, દાતાઓ, કેળવણી નિરિક્ષકો, યુઆરસી, સીઆરસી, રૂટ ઈન્ચાર્જ, ટ સહાયક, શાળા પરિવારના સભ્યો વિગેરે ઉપસ્થિત રહીને શાળા પરિવાર તેમજ પ્રવેશ પામનાર બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા.
આવતીકાલે ‚ટ નં.૧ થી ૧૨માં ૯૧, ૮૯, તક્ષશિલા વિદ્યાલય ૬૭,૯૭, માસુમ વિદ્યાલય, ૮૭,૮૩/૮૨, સહજાનંદ હાઈસ્કૂલ, ૫૨,૬૩, આદર્શ બાલનિકેતન, વીર સાવરકર હાઈસ્કૂલ, ૩૨/૫૩, ૧૩/૧૪, મઝહર ક્ધયા વિદ્યાલય, ૧/૩, ૧૦, ગાંધી જ્ઞાન મંદિર, ૮૪, ૮૫/૮૬, ગીતા વિદ્યાલય, મુરલીધર હાઈસ્કૂલ, ૧૭,૨૬ એકનાથ રાનડે હાઈસ્કૂલ, ૪૯/૯૦, કસ્તુરબા વિદ્યાલય, ૪૪/૧૮/૪૦, અમથીબા ગર્લ્સ હાઈસ્કૂલ, ૫૭, મહારાણી લક્ષ્મીબાઈ વિદ્યાલય, ૭૭, જય સોમનાથ હાઈસ્કૂલ ખાતે ક્ધયા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ યોજવામાં આવશે.
રાષ્ટ્રની સાચી સંપત્તિ બાળકો છે અને તેને સુશિક્ષિત કરવા આપણે સહિયારા પુરૂષાર્થ કરીએ, માટીના પીંડને જેવો આકાર આપવો હોય તેવો આપી શકાય. તેમ બાળક આવતી કાલના ભાવિ નાગરિકો છે. આ ભાવિ નાગરિકોના વ્યકિતત્વ વિકાસ અને ઘડતરમાં શિક્ષકોએ મહત્તમ યોગદાન આપવું જોઇએ. દેશને જરૂર છે. સારા નાગરિકોની અને જે દેશના વિકાસ અને નિર્માણમાં તેનો સહયોગ આપી શકે.
આજે રાજકોટ શહેરના સંતોષીનગરમાં આવેલ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાનં.૯૮માં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં અધ્યક્ષસ્થાનેથી બાળકોને આવકારતા ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના વાઇસ ચેરમેન રાજુભાઇ ધ્રુવએ ઉપર મુજબ જણાવ્યું હતું.
આ શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ધો.૧માં ૮૦ બાળકો અને આંગણવાડીમાં ૨૫ બાળકો મળીને કુલ ૧૦૫ બાળકોનું નામાંકન કરાયેલ છે.
આ શાળા પહેલા ભાડાના મકાનમાં બેસતી હતી ત્યારે ધો.૧ થી ૪ હતા. હવે શાળાનું નવું મકાન થતા ધો.૧ થી ૮ ની સુવિધા છે અને કુલ ૫૫૦ બાળકો અભ્યાસ કરી રહયા છે.
રાજુભાઇ ધ્રુવએ વધુમાં જણાવ્યુ હતું કે રાજય સરકારે શિક્ષણને અગ્રતા આપીને મહત્વ અને પ્રાધાન્ય આપેલ છે. ત્યારે વાલીઓને પોતાના બાળકોના શૈક્ષણિક વિકાસમાં અંગત કાળજી રાખવા જણાવ્યુ હતું. કોઇપણ બાળક વચ્ચેથી અભ્યાસ ન છોડે તે ખાસ જોવા જણાવ્યુ હતું. તેમણે શિક્ષકોને ગુણવત્તાયુકત શિક્ષણ સાથે સંસ્કારનું પણ સિંચન કરવા અનુરોધ કર્યો હતો.
કોર્પોરેટર શ્રીમતી ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું કે દરેક બાળકમાં વિશિષ્ટ સુષુપ્ત શકિતઓ પડેલી હોય છે. તેમની શકિતઓને ઓળખીને બહાર લાવવાનું કાર્ય શિક્ષકોને કરવા અનુરોધ કર્યો હતો.
રાજયના શિક્ષણ વિભાગના અગ્રસચિવ શ્રીમતી સુનયનાબેન તોમરે શિક્ષકોને બાળકોનું ગ્રેડેશન નહિ કરતા જણાવ્યું કે દરેક બાળકોમાં વિશિષ્ટ શકિતઓ પડેલ છે. તેમનામાં રહેલા ગુણોનું માવજત કરવાનું છે.
આ પ્રસંગે કાર્યક્રમના અધ્યક્ષ અને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે નવા નામાંકન કરાયેલા બાળકોને કીટસ, તેજસ્વી બાળકોને સન્માન અને નિવૃત્ત થયેલા શિક્ષકોનું તેમજ દાતાઓનું સન્માન કરવામાં આવ્યુ હતું. મહેમાનોએ બાળમેળામાં બાળકો દ્વારા વિવિધ વસ્તુઓ માંથી તૈયાર કરેલ કૃતિઓને નિહાળીને પ્રભાવિત થયા હતા.
આ પ્રસંગે બાળકો દ્વારા યોગા નિદર્શન, સમુહગીત અને પાણી તથા બેટીબચાવ અંગે વકતવ્યો આપવામાં આવ્યા હતા. કાર્યક્રમના પ્રારંભમાં સૌનું સ્વાગત શિક્ષક ચંપકભાઇ પ્રજાપતિ અને આભાર દર્શન શિક્ષિકા અનસુયાબેન રામાનંદીએ કર્યુ હતું.
આ પ્રસંગે શિક્ષણસમિતિના સભ્યનું જગદીશભાઇ ભોજાણી, પૂર્વ કોર્પોરેટર કરશનભાઇ વાઘેલા, અગ્રણી અશોકભાઇ બારૈયા, રમેશભાઇ વકાતર, સોસાયટીના આગવાનો, વાલીઓ, આચાર્ય કાંતિભાઇ શીણોજીયા, દાતાઓ, જિલ્લા શિક્ષણાધિકારી સાગરકા, પ્રાથમિક શિક્ષણાધિકારી હરિયાણી શાસનાધિકારીશ્રી, કેળવણી નિરીક્ષકો, શિક્ષકો, બાળકો નિવૃત્ત શિક્ષકો પ્રવિણચંદ્ર ગોવાણી, હર્ષાબેન દવે, પંકજભાઇ ભટ્ટ, મનસુખભાઇ અમૃતીયાઅને દાતા સીણોજીયા, લાયજન શિક્ષક હરસુખભાઇ દલસાણીયા અને શાંતિલાલ પેઢાણી વગેરે ઉપસ્થિત રહયા હતા. આ પ્રસંગે મહેમાનો દ્વારા શાળાના પટાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.