શ્રાવણી પૂનમ એટલે કે ભાઈ બહેનના પ્રેમના પ્રતિકરૂપ રક્ષાબંધનનો તહેવાર આ પર્વ નિમિતે રાજકોટના એલ.જી. ધોળકીયા બાલમંદિરના ભૂલકાઓ માટે રક્ષાબંધન કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં શાળાની દરેક બહેનોએ ભાઈઓને રાખડી બાંધી કુમકુમ તિલક કરી મો મીઠું કરાવ્યું હતુ.
શાળાના શિક્ષીકા બહેનોએ બાળકોને રક્ષાબંધનની ઉજવણી એટલે ભાઈ દ્વારા બહેનનું રક્ષણ કરવાની અને બહેન દ્વારા ભાઈના સારા આરોગ્યની પરિકલ્પના થાય છે. તેમ સમજાવીને રક્ષાબંધની ઉજવણી પાછળ રહેલા હેતુઓની સમજ આપી હતી.
આ તકે શાળાના મેનેજીંગ ટ્રસ્ટી જીતુભાઈ ધોળકીયા તથા કૃષ્ણકાંતભાઈ ધોળકીયાએ પણ રક્ષાબંધનનું મહત્વ સમજાવી બાળકોને શુભેચ્છા પાઠવી હતી.