આગેવાનોએ સ્ટેશનમાં સુવિધાઓ વધારવા રજુઆત કરી: ડીઆરએમને અપાયો મિઠો આવકાર
ઓખા રેલવેના પ્રશ્નોનો પ્રાણ પુરવા રાજકોટથી પધારેલ પી.બી. નિનાવે સાથે ડી.સી.એમ. વાસ્તવ તથા અન્ય સ્ટાફે ઓઆ રેલવે સ્ટેશનનું નિરીક્ષણ કરેલ.
ડી.આર. એમ જણાવેલ કે ઓખાથી ઉપડતો સૌરાષ્ટ્ર મેઇલ કે જે ગુજરાતનો રામ રથ કહેવામાં આવે છે. તેને ર૪ કોચનો કરવા તથા ઓખા રેલવે સ્ટેશનમાં લીફટની સુવિધા પણ ચાલુ કરવામાં ખાસ અનુરોધ કરાયો છે.
અહીં ઓખાના ડી.આર.યુ.સી. ના સભ્ય દિપકભાઇ રવાણી, જીવદયા અન્નક્ષેત્રના જગદીશભાઇ શાસ્ત્રીજી તથા વેપારી અગ્રણીય જીતુભાઇ ગોકાણી, વૈભવભાઇ પરમાર તથા હરેશભાઇ ગોકાણીએ વિશ્રામગૃહ તથા સીનીયર સીટીઝન અને દિવ્યાંગ પ્રવાસીઓ માટે રીક્ષાની સુવિધા આપવા લેખીત રજુઆત કરી હતી. તથા સૌરાષ્ટ્ર મેઇલ કે જે છેલ્લા ૩પ વર્ષથી એક નંબર ઉપરથી ઉપડતો હતો તે હમણા ઘણા સમયથી બે નંબર ઉપરથી ઉપડી છે. જેથી વૃઘ્ધો અને મહીલાઓને પારાવાર મુશ્કેલી પડે છે. અને ટાઇમ પર આવતા મુસાફરો આ ટ્રેન ચુકી પણ જાય છે તો આ અંગે તુરંતમાં ઘટતું કરવા લોક માંગ ઉઠી છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,