Recipe: પવિત્ર શ્રાવણ મહિનામાં, લોકો ઉપવાસ કરીને તેમની ભક્તિમાં વધારો કરે છે. વ્રત દરમિયાન ફળોથી લઈને સાબુદાણા સુધીની ઘણી બધી વાનગીઓ ખાવામાં આવે છે, જેનાથી ન માત્ર પેટ ભરાય છે પણ શરીરમાં ઊર્જાની પણ કમી નથી પડતી. તમે પણ સાબુદાણામાંથી બનેલી ઘાની બધી બંગીઓ ખાઈ હશે. પરંતુ ક્યારેય સાબુદાણામાંથી બનેલી સાબુડી ખાધી છે? જી હા, તો અમે તમારા માટે લઈ આવ છીએ સાબુદાણામાંથી બનતી સ્વાદિષ્ટ સાબુડી બનાવવાની રીત:
સાબુડી બનાવવા માટેની સામગ્રી:
1 લીટર દૂધ
ખડીસાકર
બે ચમચી સાબુદાણાનો પાવડર
કાજુ
બદામ
કિસમિસ
એલચી
કેસર (જરૂર મુજબ)
સાબુડી બનાવવા માટેની રીત:
એક લીટર દૂધમાં બે ચમચી સાબુદાણાનો પાવડર ઉમેરી ખૂબ મિક્સ કરી લો. ત્યારબાદ ગેસ પર મૂકી દૂધ ઘટ્ટ થાય ત્યાં સુધી તેને હળવો. ત્યારપછી તેમાં સૂકો મેવો ઉમેરો, જ્યારે તવી થી દૂધ છૂટું પડવા માંડે અને એકદમ ઘટ્ટ થઈ જાય એટલે તેને થાળીમાં ઘી લગાવી તે પાથરી દો. હવે થોડીવાર ઠંડુ થવા દો. પછી એના પીસ પાડી અને સુકા મેવાથી સજાવી પીરસી દો, તો તૈયાર છે સાબુદાણામાંથી બનતી સ્વાદિષ્ટ અને પૌષ્ટિક સાબુડી.
સુલેખાબા ઉપેન્દ્રસિંહ જાડેજા