કોવિડ-૧૯ ની મહામારીના કારણે ભારત સહિતના તમામ દેશો મંદીમાં ફસાયા છે. વિશેષ કરીને ટુરિસ્ટ તથા ટેકનોલોજી ડેસ્ટીનેશન યુ.એ.ઇ અને વિશ્વના પ્રોડક્શન હાઉસ ગણાતા ચીન પણ મંદીમાં ફસાયા છે. આ બન્ને પડોશી દેશોની મંદી ભારતનાં અર્થતંત્રને પણ અસર કરી શકે છે. ચીન સાથે ભારતના વ્યવસાયિક સંબંધો હતા જે હવે થોડા નાજુક બન્યા છે. પરંતુ આપણે કુલ વાષિક .નિકાસના પાંચ ટકા જેટલો કારોબાર ચીન સાથે કરતા હતા આજરીતે દેશની કુલ આયાતનો આશરે ૧૪ ટકા હિસ્સો ચીનનો હતો.
આ કારોબાર ખોડંગાતા હવે ભારતને અસર થશે. બાકી હોય તો ચીનની ઇકોનોમી બેંકલોનનાં બોજના કારણે ધરાશયી થાય તેમ છે. જેની અસર હેઠળ ભારતીયોનાં ધંધા ઘટી શકે છે. બીજીતરફ ભારતીયોનાં પરંપરાગત જોબ ડેસ્ટીનેશન દુબઇમાં મંદીના કારણે ભારતીયો બેરોજગારીના કારણે ભારતમાં પાછા ફરી રહ્યા છે. જેના કારણે ભારતમા કોરોના કેસ અને બેરોજગારો વધી રહ્યા છે. અર્થાત પડોશીની પીડાના કારણે આપણે પણ પરેશાની ભોગવવાની છે.
ચીનમાં મંદીનો માર
ચીનની ઇકોનોમીના પાયા હલી રહ્યા છે. ચીનની બેંકોની બેડ લોન રૂપી ડ્રેગન ફંફાડા મારી રહ્યો છે જેના કારણે બેકોને ખાતેદારોના ખાતામાંથી નાણા ઉપાડવા પર નિયંત્રણો મુકવા પડ્યા છે. પિપલ્સ બેંક ઓફ ચાઇના ક્ધટીજન્સી પ્લાન તૈયાર કરી રહી છે. કારણ કે અમેરિકા ગમે તે ઘડીએ પ્રતિબંધો લાદે તો ચીનની હાલત વધારે ખરાબ થઇ શકે છે. કારણકે હોંગકોંગને ગ્લોબલ ફાઇનાન્શયલ હબ બનાવવાના મુદ્દૈ અમેરિકાએ પણ ચીનને નવેસરી ભીંસમાં લેવાનું શરૂ કર્યુ છે.
નવા ધારાધોરણો પ્રમાણે ઘણી બેંકોમાં થાપણદારોને એક દિવસની નોટીસ બાદ જ એક લાખ યુઆનની ડિપોઝીટ પાછી લેવા મળે છે. જ્યારે વ્યાપારીને પાંચ લાખ યુઆનનાં ટ્રાન્ઝક્શન માટે રીપોર્ટ આપવો પડે છૈ. ચીનની આશરે ૬૦૦ બેંકો ડચકાં ખાય છે આગામી બે વર્ષ આવા જવાની ભિતી છૈ. બેંકોએ આપેલી લાંબાગાળાની અને મોટી લોનના કારણે બેંકો હાલમાં ખોખલી થઇ ગઇ છે.
ચીનની સ્થાનિક ડેબિટ ચીનનાં GDP નાં ૩૧૭ ટકા જેટલી થઇ ગઇ હતી. કહેવાય છે કે આમાં ઘણી બેંકોએ આપેલી લોનો ઓફ ધ બુક છે. જો આ લોનો માંડવાળ કરવાની આવે તો ચીનની ઇકોનોમીનાં કાંગરા હલથી જાય તેમ છે. આંકડા જોઇઐ તો ચીનની બેંકિંગ સિસ્ટમ ઉપર ચાર મૂખ્ય બેંકોનો કંટ્રોલ છૈ જે કુલ લોનનો ૫૦ ટકા જેટલો હિસ્સો ધરાવે છે. કોર્પોરેટ કરજદારોએ ૨૦ અબજ ડોલરની નાદારી નોંધાવી છે. આ બેડલોનમાં મોટા ભાગે રિયલ એસ્ટેટ, એવિયેશન, શેડો બેંકિંગ તથા ટુરિઝમ જેવા સેક્ટરોનો મોટો બોજ છે. ચીનની એવિએશન ઇન્ડસ્ટ્રીએ છેલ્લા ત્રણ મહિનામાં ૪.૯ અબજ ડોલરનું એટલે કે ૩૪.૨૫ અબજ યુઆનનું નુકસાન કર્યુ છે. આ અગાઉના ત્રણ મહિનામાં આ ઇન્ડસ્ટ્રીઐ કરેલા ૩૮ અબજ યુઆનનો બોજ તો હજુ સરકારી તિજોરી ઉપર પડ્યો જ છે. ૨૦૨૦નાં પ્રથમ છ મહિનામાં ચીનની યુઆન-ડિનોમિનેટેડ લોન વધીને ૧.૭૩ ટ્રિલિયન ડોલરે પહોંચી છે. જુન-૨૦ નાં અંતે લોકલ અને ફોરેન કરન્સી લોન ૧૩ ટકા જેટલી વધીને ૧૭૧.૩૨ ટ્રિલિયન યુઆને પહોંચી છે. જેનાથી પિપલ્સ બેંક ઓફ ચાઇના પરેશાન છે. કારોબારીઓને આર્થિક ટેકા માટે નાણાની જોગવાઇ તો કરાઇ છે પણ કારોબાર વધતા નથી. જેના માટે વિદેશ વેપાર ઘટવાનું કારણ પણ જવાબદાર હોઇ શકે.
દુબઇમાં મંદીથી બેરોજગારી
પ્રારંભિક લોકડાઉન બાદ દુબઇ ખુલી તો ગયું છે પરંતુ કામકાજ લગભગ બંધ જેવા છે. મૂળ તો દુબઇ ટૂરિસ્ટ ડેસ્ટિનેશન અને હાઇપ્રોફાઇલ ટેકનો સેન્ટર છે. પરંતુ કોવિડ-૧૯ ના કારણે ટૂરિસ્ટો બંધ થઇ ગયા છે તો કારોબાર ઘટવાના કારણે ટેકનોલોજી કંપનીઓ મંદીમાં છે. દુબઇ ચેમ્બરના સર્વે અનુસાર આગામી છ મહિનામાં દુબઇની ૭૦ ટકા જેટલી કંપનીઓ કારોબાર વિનાની થઇ શકે છે. હાલમાં પણ દુબઇ મોલમાં કાગડાં ઉડે છે. ગોલ્ડ માર્કેટ બંધ જેવું છે. યુ.એ.ઇની એક કરોડની વસ્તીમાં ૩૪ લાખ જેટલા ભારતીયો છે. જેમાંથી ૧૦ લાખ જેટલા કેરલિયનો છે. ભારત સરકારે જ્યારે વિદેશમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવાની શરૂઆત કરી ત્યારે દુબઇનાં દોઢ લાખ ભારતીયોએ પાછા જવાની અરજી કરી હતી. કારણ કે સૌને દુબઇ મંદીમાં આવી રહ્યું હોવાના એંધાણ મળી ગયા હતા. દુબઇ સરકારે પણ જેને જવું હોય તેને જવાની છૂટ આપી હતી કારણ કે રોજગારીની કોઇ ગેરેંટી નહોતી. અરજી કરનારાઓમાં ૪૦ ટકા જેટલા બ્લ્યુ કોલર જોબ વાળા અને ૨૦ ટકા પ્રોફેશ્નલ નાગરિકો હતા. અરજી કરનારાઓમા આશરે ૩૦ ટકા જેટલા લોકોની નોકરી જતી રહી હતી. પાછા આવનારા વેપારીઓમાં ૭૫ ટકા એવા છે જેઓના વેપાર ૨૦ કર્મચારીઓથી ઓછા સ્તરની કંપનીના હતા. આવા નાના વેપારીઓ હવે ફરી દુબઇ ધંધા માટે જશે કે કેમ તે એક સવાલ છે.
અખાતી દેશોમાં દુબઇ ઐક જ એવું સેન્ટર છે જે માત્ર ક્રુડ તેલ આધારિત નથી. આમેય તે દુબઇ પહેલા મંદીમાં હતું જેને ફરી પાટે ચડાવવા માટે સરકારે મહત્વાકાંક્ષી દુબઇ એક્સપો-૨૦૨૦ નું આયોજન કર્યુ હતું પરંતુ હવે આ એક્સપો હવે ૨૦૨૧ માં પાછો ઠેલવો પડ્યો છે. જેના કારણે અત્યાર સુધી જે મુડી રોકાણ કર્યુ તે મો પડશે. એક અંદાજ પ્રમાણે એક્સ્પોમાં ૧૮ અબજ ડોલરનો ખર્ચ થવાનો છૈ. પરંતુ હવે મુડી ઉપરનો વ્યાજનો ખર્ચ વધી જશે તેથી આ આયોજન દુબઇની ઇકોનોમીને કેટલો ટેકો આપશૈ તે એક સવાલ છે. દુબઇ એક્સપોમાં ઘણી ભારતીય મૂળની કંપનીઓ પણ હિસ્સો લેવાની હતી, ભારતીયોને રોજગાર પણ મળવાના હતા. પરંતુ આ કંપનીઓના મુડીરોકાણ પણ હવે અટવાઇ જશે. તે સરવાળે આ કંપનીઓની ભારતીય બેલેન્શીટ ઉપર અસર કરશે.