ચેનલ પેકમાં ઘટાડો કરી વપરાશકર્તાઓનાં બિલમાં ૬૦ થી ૧૦૦ રૂપિયાનો થશે ફાયદો
દેશમાં હાલ મંદીનો માહોલ અનેકવિધ કારણે જોવા મળી રહ્યો છે ત્યારે અનેકવિધ કંપનીઓને પણ મંદી સ્પર્શી હોય તેવું લાગે છે. આ તકે ટાટા સ્કાયને મંદીની વિકટ અસરમાંથી પસાર થવું પડી રહ્યું છે ત્યારે હાલ ૧૫ લાખ ગ્રાહકોએ ટાટા સ્કાયને જાણે બાય…બાય… કર્યું હોય તેવું પણ માનવામાં આવે છે. આગામી ૧૫ જુનથી ૭૦ લાખ ટાટા સ્કાયનાં વપરાશકર્તાઓનાં ચેનલ પેકને કંપની કેન્સલ કરશે તેવી વાત પણ હાલ સામે આવી રહી છે ત્યારે ડીટીએચ એટલે કે ડાયરેકટ ટુ હોમ ઓપરેટર તેના ગ્રાહકોને રૂા.૩૫૦થી પણ ઓછુ માસિક બિલ મળે તે દિશામાં પણ કામગીરી હાથ ધરી રહ્યું છે. આ તમામ મુદાઓને ધ્યાને લઈ કંપનીએ ગત બે માસમાં ૧૫ લાખ ગ્રાહકોને ગુમાવ્યા છે.
૫૦ લાખ સબસ્ક્રાઈબરો કે જે ટાટા સ્કાયનો ઉપયોગ કરે છે તેમાનાં ૭૦ ટકા લોકો ટાટા સ્કાય વેબસાઈટનો ઉપયોગ કરતા નજરે પડે છે. આ તમામ ગ્રાહકો તેના માસિક બિલને ઘટાડવા માટે અનેકવિધ ચેનલોને પણ ડ્રોપ કરવાનું વિચાર્યું છે. હાલનાં સમયગાળા દરમિયાન જે ફ્રેસ ક્નટેન્ટ અને લાઈવ સ્પોર્ટસ જે આવવું જોઈએ તે નહીં આવતા લોકોને અનેકવિધ ચેનલો પ્રત્યે અરૂચી જોવા મળી રહી છે જેનાં કારણે તેઓ તેમનાં ચેનલ પેકમાંથી ચેનલોને ડ્રોપ આઉટ કરવાનો પણ નિર્ણય લઈ રહ્યા છે. માર્ચ માસમાં ૧૦ લાખ ટાટા સ્કાય વપરાશકર્તાઓ ફરી તેનો ઉપયોગ કરવા માંડયા હતા પરંતુ લોકડાઉન શરૂ થતાની સાથે જ એપ્રિલ અને મે માસમાં ૧૦ લાખ વપરાશકર્તાઓએ તેમનું પેક રીચાર્જ કરાવ્યું ન હતું જેની સીધી અસર ટાટા સ્કાય ઉપર પહોંચી હતી. કંપની દ્વારા જે ગ્રાહકોએ ટાટા સ્કાયને બાય…બાય… કર્યું છે તેનું મુખ્ય કારણ એ છે કે તેમને જે બિલ આવે છે તે રકમ ૪૦૦ રૂપિયાથી ઓછીની છે. ટાટા સ્કાયની એનાલીટીક ટીમ દ્વારા એ વાતની પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે, આવનારા સમયમાં ટાટા સ્કાયનાં ગ્રાહકોને ગુમાવતા પૂર્વે ડેટા પેકમાં ઘટાડો કરવામાં આવશે જેથી તેઓનાં બિલમાં પણ ઘટાડો થઈ શકે. આ યોજના થકી આશરે ૬૦ થી ૭૦ લાખ ટાટા સ્કાય વપરાશકર્તાઓને પ્રતિ માસ બિલમાં ૬૦ રૂપિયાથી ૧૦૦ રૂપિયા સુધીનો ફાયદો પહોંચશે. ટાટા સ્કાય આ પૂર્વે પેક પુરો થાય તે માટેની મેસેજ નોટીસ પાઠવતું હતું પરંતુ હવે તે મીસકોલ આપી વપરાશકર્તાઓને નવા પેક વિશે માહિતગાર કરશે.