ગોકુલ હોસ્પિટલના ડોકટર અંકિત માંકડીયાએ સૌરાષ્ટ્ર-કચ્છના સૌપ્રથમ કોરોના પ્લાઝમા રકતદાતા બનવાનુ ગૌરવ પ્રાપ્ત કર્યુ છે. ગૌરવની બાબત છે કે તેમના કોરોના વોરિયર ડોકટર અંકિત માકડીયા (ગેસ્ટ્રો એન્ટ્રોલોજીસ્ટ)સૌરાષ્ટ્ર-કચ્છના સૌ પ્રથમ કોરોના પ્લાઝમા રકતદાતા બન્યા છે. ગોકુલ હોસ્પિટલ હંમેશા સામાજિક પ્રવૃતિઓમાં અગ્રેસર રહી છે અને તેમાં તેમના ડોકટરો તથા સ્ટાફનો ખુબ મહત્વનો ફાળો રહ્યો છે. ગોકુલ હોસ્પિટલ દ્વારા કોરોનાના તમામ દર્દીઓને આ સામાજિક કાર્યમાં સહયોગ આપવા અપીલ કરવામાં આવે છે.

પ્લાઝમા ડોનેટ કરવાથી આપણા શરીરમાંથી રોગ પ્રતિકારક શક્તિ ઓછી થતી નથી. તમારા પ્લાઝમા ડોનેટ કરવાથી કોરોના રગંભીર દર્દીને નવૂ જીવન મળી શકે છે. પ્લાઝમા ડોનેશન દર ૨-૩ અઠવાડિયે કરી શકાય છે.

કોવિડ પ્લાઝમા કોણ ડોનેટ કરી શકે?

  • જેમની ઉમર ૧૮થી ૬૫ વર્ષ હોય.
  • જેમનુ વજન ૫૦ કિલોગ્રામથી વધુ હોય.
  • જેમને થોડા સમય પહેલા જ કોરોના થયો હોય અને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થયાને ૨૮ દિવસ પુરા ગઇ ગયા હોય.
  • જેમને ડાયાબિટીસ, હૃદયરોય કે અન્ય ગંભીર બીમારી ન હોય.

જો તમારે પ્લાઝમા ડોનર બનવું હોય તો શું કરવું?

સિવિલ હોસ્પિટલ, રાજકોટની બ્લડ બેન્કમાં જાણ કરવી. તેમના દ્વારા લોહી મારફત ફેલાતો રોગોના અને લોહીના ટકાના રિપોર્ટ કરવામાં આવશે-જોએ નોર્મલ આવે તો તમે પ્લાઝમા ડોનેટ કરી શકશો.

પ્લાઝમા ડોનેશનની પદ્ધતિ શું હોય છે?

એક જ સોઇ દ્વારા તમારું લોહી એ લાઇની લઇ મશીન સુધી પહોંચશે જેમાંથી પ્લાઝમા અલગ કરી એજ લાઇનમાથી આપણું જ લોહી પાછું આપણા શરીરમાં પરત આવી જશે. આ પ્રોસિજર ૭૦થી ૯૦ મિનીટ ચાલે છે. દરેક દાતા માટે આખી સક્રિટ અલગ વાપરવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.