દેશમાં ૧૮ કરોડ રાશનકાર્ડનું આધાર સાથે લીંકઅપ થતા બોગસ વ્યવહારો અટક્યા

રાશનકાર્ડ સાથે આધાર કાર્ડને લીંક કરવાથી કેન્દ્ર સરકારને ‚ા.૧૪,૦૦૦ કરોડની બચત થઇ હોવાનું કેન્દ્રીય મંત્રી રામવિલાસ પાસવાને કહ્યું હતું.

તેમણે કહ્યું હતું કે, દેશમાં ૧૮ કરોડ રાશનકાર્ડને આધાર કાર્ડ સાથે લીંકઅપ કરવામાં આવ્યા છે. જેના પરિણામે બોગસ રાશનકાર્ડ પકડાયા છે અને સરકારને ‚ા.૧૪,૦૦૦ કરોડની બચત થઇ છે. સરકાર સસ્તા અનાજની દુકાનોમાં ઇલેક્ટ્રોનિક પોઇન્ટ ઓફ સેલનું ઇન્સ્ટોલેશન કરી હજુ વધુ બોગસ કાર્ડ પકડવાની તૈયારીમાં છે. દેશમાં હાલ ૫.૨૨ લાખ સસ્તા અનાજની દુકાનો હોવાનું તેમણે ઉમેેર્યુ હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ખેત ઉત્પાદનોમાં અનુકૂળ સ્ટોરેજ અને વિતરણ માટે પુરતી લોજીસ્ટીક સિસ્ટમનો વિકાસ કરવાની જ‚ર છે. માર્કેટમાં ખેત ઉત્પાદનો નિશ્ર્ચિત સમયે પહોંચી જાય તે ખેડૂતો અને ગ્રાહકો બન્નેના હિતમાં છે. દેશના કોમન માર્કેટને ડેવલોપ કરવાની વાત પણ તેમણે ઉચ્ચારી હતી.

તેમણે કહ્યું હતું કે, રેલ, રોડ અને જળ માર્ગો વચ્ચેની કનેકટીવીટી ખુબજ અગત્યની છે. જેનાથી ઉત્પાદનો સાચા સમયે સારા ભાવે માર્કેટ સુધી પહોંચી શકશે. ઇન્ડિયા ઇન્ટ્રાગેટેડ ટ્રાન્સ્પોર્ટ એન્ડ લોજીસ્ટીક સમીટના આયોજન પ્રસંગે ખાદ્ય મંત્રી રામવિલાસ પાસવાને આ વાત કહી હતી. આ તકે ઉપસ્થિત રહેલા મંત્રી મનસુખ માંડવીયાએ પણ મલ્ટી મોડલ ટ્રાન્સ્પોર્ટ વિકસાવવાની વાત ઉપર ભાર મૂક્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.