જમ્મુ કાશ્મીર અને ઉત્તરાખંડ સહિતના ઉત્તરના રાજ્યોમાં બરફવર્ષા થવાના કારણે વાતાવરણમાં અચાનક પલટો આવી ગયો છે. શનિવારે દિલ્હી-એનસીઆરમાં સામાન્ય વરસાદ પણ થયો હતો. જેના કારણે ઠંડી શરૂ થઈ ગઈ છે.
નોયડાના ઘણા પ્રદેશોમાં શનિવારે સવારે પણ વરસાદ થયો હતો. ઉત્તર ભારતમાં વરસાદ થવાના કારણે રાજસ્થાન, પંજાબ અને ગુજરાતમાં પણ ઠંડી શરૂ થઈ ગઈ છે. દિલ્હીમાં વરસાદ થવાના કારણે તાપમાન પણ નીચું ઉતરી ગયું હતું. વરસાદના કારણે દિલ્હીના લોકોને પ્રદૂષણમાં પણ રાહત મળી છે.
દિલ્હીમાં હવાની ઝડપ દિલ્હીમાં 8 થી 13 કિમી પ્રતિકલાકની રહી હતી. જેના કારણે પ્રદૂષણનું સ્તર ઘટી ગયું છે. જો કે દિલ્હીમાં હજુ ફરીથી વરસાદ થાય તેવી શક્યતા છે. 20 નવેમ્બર બાદ ન્યૂનતમ તાપમાન 10 ડિગ્રી સુધી જઈ શકે છે.
શુક્રવારે રાત્રે બદરીનાથમાં પણ બરફવર્ષા થઈ હતી.
શનિવારે સવારે બદરીનાથમાં એક ફિટ સુધી બરફવર્ષા થઈ હતી. જો કે હવે રવિવારે સાંજે 7 વાગીને 28 મિનિટે બદરીનાથના કપાટ પણ બંધ થઈ જશે. જો કે બરફવર્ષાના કારણે પણ ભક્તોની સંખ્યામાં ઘટાડો થયો નથી. દિલ્હી સિવાય ઉત્તરકાશી, ચમોલી અને પિથોરાગઢ જિલ્લામાં પણ વરસાદ થયો હતો.