ટ્રેડફેરમાં પીકનીક ટેબલ, એનર્જી ડ્રિંકસ, ચા-કોફી પાઉડર, પકવાનના ઈન્સ્ટન્ટ મિકસ પેકેજ, બેકરી પ્રોડકટસને નિહાળવા ઉમટી પડતા મુલાકાતીઓ
રેસકોર્ષ ખાતે ૩૦મી સુધી આયોજીત વેકેશન ટ્રેડફેર-૨૦૧૭ સાંજે ૪ થી રાત્રે ૧૧ સુધી ખુલ્લો મુકવામાં આવે છે. આ દરમ્યાન શહેરીજનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ ટ્રેડફેરમાં વિવિધ કંપનીઓએ ભાગ લીધો છે. કંપનીઓ દ્વારા પોતાની વિવિધ પ્રોડકટસનું પ્રદર્શન થઈ રહ્યું છે.
વેકેશન ટ્રેડફેર-૨૦૧૭માં ક્રાઈલો કંપનીના સેલ્સ એક્ઝિકયુટીવ સંજયભાઈ સાથે વાત કરતા તેમની પ્રોડકટ વિશે જણાવતા કહ્યું કે ખાસ કરીને તેઓ અહીંયા તેમના દ્વારા બનાવામાં આવતા પાણીપુરીને હાઈલાઈટ કરી રહ્યા છે. ઉપરાંત તેમની કંપની વિવિધ પ્રકારની વેફર્સ બનાવે છે અને એ વેફર્સની ખાસીયત એ છે કે વેફર્સ લેસ ઓઈલી છે અને તેમને આ ફેરમાં વધુ સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
ત્યારબાદ મુકેશ પંચાલ જે આ કેન્દ્રોમાં તેમની પ્રોડકટ ફોલ્ડીંગ પીકનીક ટેબલને ડિસ્પલે કરેલ છે. તેમની કંપની વંશ એન્ટરપ્રાઈઝની આ ટેબલ વિવિધ પ્રકારના ઉપયોગમાં લઈ શકાય છે. જેમ કે ડાઈનીંગ ટેબલ, પિકનીક ટેબલ, બેન્ચ, સ્ટડી ટેબલ તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. ઉપરાંત આ ટેબલ એલ્યુમિનિયમમાંથી બનાવામાં આવેલ છે. તેથી તેમાં કાટ લાગતો નથી. વધુમાં તેમણે જણાવ્યું હતું કે આ ટેબલ પર તેઓ ૨ વર્ષની ગેરેન્ટી તથા લાઈફ ટાઈમની વોરંટી આપી રહ્યા છે.
ત્યારપછી ગ્રીન બ્રુ ગ્રીન કોફીના કૃણાલ મહેતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે તેમની મુખ્ય પ્રોડકટ ગ્રીન કોફી પાવડર છે. જેનાથી ઈન્સટન્ટ ગ્રીન કોફી બનાવામાં આવે છે. હાલ તેઓ ગુજરાતમાં પ્રથમ છે જેઓ ગ્રીન કોફીનો કોન્સેપ્ટ લઈને આવ્યા છે. ગ્રીન કોફીની ખાસિયતો જણાવતા તેમણે કહ્યું હતું કે આ કોફી સૌપ્રથમ તો વજન ઘટાડવા માટે વપરાય છે ત્યારબાદ ડાયાબીટીસ, બ્લડપ્રેશર જેવી બિમારીઓને ક્ધટ્રોલમાં રાખે છે અને વધુમાં કેન્સરના દર્દીઓ પણ આ કોફીનો ઉપયોગ કરી શકે છે. ઉપરાંત તેઓએ જણાવ્યું આ કોફીમાં રહેલું કલોરોજેનીક એસિડ બિમારીઓ સામે રક્ષણ આપે છે અને આ કોફીમાં કેફીન નથી આવતું એ પણ ખાસીયત છે.
ત્યારબાદ રોબસ્ટ એનર્જી ડ્રીંકના રિપ્રેસેન્ટીવ સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તેઓ આ ટ્રેડફેરમાં એનર્જીડ્રીંક, બિસ્કીટસ તથા કોકોનેટ વોટર રાખેલ છે જે ઈંગ્લેન્ટની બનાવામાં આવેલ છે.
ત્યારપછી યોર ચોઈસ પ્રોડકટસ પ્રા.લી.ના એક્ઝિકયુટીવ પ્રકાશ જાની સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે તેઓ બેકરી પ્રોડકટસ બનાવે છે અને તેમની કુલ ૫૧ બેકરી પ્રોડકટસ છે. તેઓની ખાસીયત એ છે કે તેઓ કોઈ પણ પ્રકારના કેમીકલ તથા કલર વાપરતા નથી તથા તેમની બધી જ પ્રોડકટસને એફ એસ એસ આઈની માન્યતા મળેલી છે.
ત્યારબાદ તલોદ ગૃહ ઉધોગના રિપ્રેસેન્ટીવે જણાવ્યું હતું કે તેઓ ગુજરાતી બધા જ પકવાનના ઈન્સ્ટન્ટ મિકસ પેકેજ બનાવે છે અને તલોદની મુખ્ય ખાસીયત એ છે કે તેઓ કોઈ પણ પ્રકારના કેમીકલ્સ વાપરતા નથી.
ત્યારપછી ડાયનેમિક મલ્ટીપરપસ પ્રા.લી.ના રિપ્રેસેન્ટીવે જણાવ્યું હતું કે તેઓ રોટીમેકર હાઈલાઈટ કરી રહ્યા છે. જેમાં રોટલી, ખાખરા, પુડલા, ઢોસા તથા સબ્જી પણ ફ્રાઈ થઈ શકે છે એટલે કે ટુંકમાં બધી જ વસ્તુઓ બનાવી શકાય છે તેવું તેમણે જણાવ્યું હતું અને વધુમાં તેમણે જણાવ્યું કે ટ્રેડફેર માટે ખાસ ઓફર રાખવામાં આવેલ છે જેમાં ૫૦% થી વધુ ડિસ્કાઉન્ટ રાખવામાં આવેલ છે.
ત્યારબાદ સૌરાષ્ટ્ર ડેવલોપર્સ પ્રા.લી.ના મેનેજીંગ ડાયરેકટર જયપ્રકાશ પટેલએ જણાવ્યું કે તેઓ લોકોને સસ્તા ભાવે અને સરળ હપ્તે ઘરનું ઘર મળી રહે તેવા ધ્યેયથી કાર્ય કરી રહ્યા છે. તેઓ ૧ બીએચકેના ટેનામેન્ટનો ભાવ માત્ર ૮ લાખ ૨૧ હજાર ‚પિયા રાખવામાં આવેલ છે તથા તેમાં સરળ હપ્તા રાખવામાં આવેલ છે. હપ્તાની રકમ માત્ર ૬૭૦૦‚પિયા રાખવામાં આવેલ છે. તો ઓછા ભાવે મધ્યમ વર્ગના લોકોને મકાન મળી રહે તેવું કાર્ય કરી રહ્યા છે.
ત્યારબાદ ટી.જે.એમ. સ્કુલને રિપ્રેસેન્ટ કરતા પા‚લબેન ભરવાડાએ જણાવ્યું કે આ શાળા ધ ધ્રાન્ડ ભગવતી હોટેલની સામે આવેલ છે અને તેઓની મુખ્ય ખાસીયત એ છે કે સરકારના ધારાધોરણે નકકી કરાયેલ બહુ જ નોમિનલ ફી રાખવામાં આવેલ છે. ઉપરાંત શાળામાં રમત-ગમત તથા બીજી વિવિધ પ્રકારની પ્રવૃતિઓ કરવામાં આવે છે. વધુમાં તેમણે જણાવ્યું કે જો કોઈ વાલીએ પોતાના બાળકનું એડમિશન અમારી શાળામાં કરાવું હોય તો તે અહીંયાથી વાલીઓ સરળતાથી એડમિશન કરાવી શકે છે. જેના માટે જ‚રી ડોકયુમેન્ટ પણ ત્યાં જ આવી શકે છે તેવું આયોજન કરવામાં આવી રહ્યું છે.