કોંગ્રેસના ચૂંટણી વાયદામાં ગરીબો રોકડની હિમાયત સામે મોદી સરકારે નાના ખેડુતોના ખાતામાં સીધા જ છ હજાર જમા કરવાનું અને કામદાર આકસ્મીક વિમા કવચમાં આવરી લેવા બીડુ ઝડપી લીધું

વડાપ્રધાન નરેન્દ્રમોદી સરકારના બજેટમાં નાણામંત્રી પિયુષ ગોયેલે ગઈકાલે રજૂ કરેલ બજેટમાં દેશના દરેક વર્ગને ખુશ રાખવાના પ્રયાસો વચ્ચે આગામી ચૂંટણીને લઈને એન.ડી.એ એ શહેરી અને ગ્રામીણ ભારત-મધ્યમ વર્ગ અસંગઠીત કામદારો અને દેશના કિસાનોને ભરપૂર લાભનો અહેસાસ થાય તેવા બજેટમાં લાભનો પટારો ખોલી દીધો છે.

નાણાંમંત્રી પિયુષ ગોયેલે વિશાળ જનહિતમાં અનેક લાભની જાહેરાત કરી છે. બજેટમાં તમામ વર્ગને સંતોષ આપવાનો પ્રયત્ન વચ્ચે નાના અને સીમાંત ખેડુતોના ખાતામાં વર્ષે છ હજાર રૂપીયા જમા કરવાની ક્રાંતીકારી યોજના જાહેર કરવામાં આવી હતી.

વડાપ્રધાન મોદી સરકારે વિશાળ જનહિતમાં સામાન્ય રીતે રેલવે સ્ટેશન પર ચાની કિટલી પર ઉભા ઉભા જાણે કે આમ આદમીની જરૂરીયાતોનું અવલોકન કરીને પ્રજાને શેની જરૂરીયાત છે. તેનું પૃથ્થકરણ કરીને બજેટ બનાવી હોય તે આગામી લોકસભાની ચૂંટણીને ધ્યાને લઈને કોંગ્રેસએ કરેલી ત્રણ રાજયોમાં ખેડુતોને લોન ગરીબોને લઘુતમ આવકની દેશ વ્યાપી જાહેરાત સામે કેન્દ્ર સરકારે પણ નાના ખેડુતો ખાતામાં વર્ષે છ હજાર રૂપીયા જમા કરાવવાની કોંગ્રેસની નેહલેપે દહેલા જેવી જાહેરાત મોદી સરકારેક દેશના બે હેકટરથી ઓછી અથવા પાંચ એકર જેટલી જમીન ધરાવતા છ હજાર રૂપીયાની રકમ જમા કરવાની જાહેરાત કરી તેલગાણામાં ચાલતી યોજનાને સરકારે વિસ્તૃત રૂપ આપી દીધો છે.

પાંચ લાખથી વધુ આવક ધરાવતા કરદાતાઓને મોટી રાહત આપી અનેક સુધારાઓ અને લાભ સાથેનું બજેટ લોકસભા આગામી એપ્રીલ-મેમાં આવનારી ચૂંટણીને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યું છે.

દેશમાં અસંગઠીત રીતે કાર્યકરતા અને સાંઈઠવર્ષની વય વટાવી ચૂકેલા કામદારોને ત્રણ હજાર ‚પીયાનું માસીક પેન્શન અને યોજનામાં જોડાયેલા ઓને પંચાવનથી સો રૂપીયાની બિમારીના કિસ્સામાં સહાય અકસ્માત વિમોયોજના અંતર્ગત આશ્રિતોને ૫૫ થી ૬૦ રૂપીયાનું મહેનતાણુ આપવા જેવી યોજનાઓને જનધન અને આધાર સાથે જોડીને આર્થિક નબળા અને ગરીબ વર્ગને સામાજીક સુરક્ષા પ્રદાન કરવાનું નકકી કરવામાં આવ્યું છે.

ભૂતકાળની સરકારોના વહિવટમાંથી બોધપાઠ લઈને સરકારી યોજનાઓનાં અમલમાં વિલંબ ન થાય તેવી યોજનાઓ માટે કમર કસી છે.પેન્શન યોજના ૧૫મી ફેબ્રુઆરીથી અમલ લાવવામાં આવશે ખેડુતોની આવકનો આધાર બનનારી રોકડ સહાયનો અમલ સમર ૨૦૧૮ થી શરૂ કરવામાં આવશે. સરકારે વધારાના કર લાદવામાં ખૂબજ સાવચેતી રાખીને ગોયેલ દેશના વિવિધ વર્ગના લોકોને લાભ આપવાનો સરકારના મનસુબાને ખૂબ સારી રીતે ન્યાય આપવાનો પ્રયત્ન કર્યો છે. બજેટ સંપૂર્ણ પણે તમામ વર્ગ સંતોષ આપના‚ બનાવવામાં આવશે.

એન.ડી.એ સરકાર ગઈકાલે જાહેર કરેલા બજેટા વાયદા મુજબ તમામ વર્ગને ફાયદો આપના‚ બનાવવામાં આવ્યું છે. આગામી ચૂંટણીઓને અનુલક્ષી બજેટમાંક દેશના ગ્રામીણ અને શહેરી આમ બંને વિભાગો, મધ્યમ વર્ગ, અસંગઠીત કામદારો અને ખેડુતોને સહાય‚પ થવાનું વચન પૂરૂ કરવાનું પ્રયાસ કર્યું છે.

બજેટને રૂપાણીનો રૂડો આવકાર કહ્યું કીડીને કણ ને હાથીને મણ જેવું બજેટ આપનાર મોદીને સલામvijay rupani

ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્રીય બજેટની પ્રશંસા કરી જણાવ્યું હતુ કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સરકારનું બજેટ ખાસ અર્થમાં વિકાસ માટેનું બજેટ છે.બજેટમાં તમામનો ખ્યાલ રાખી વડાપ્રધાન મોદીએ ખાસ અર્થમાં કીડીને કણ અને હાથીને મણની ઉકિતને સાર્થક કરી છે.

ગુજરતાનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેન્દ્રીય બજેટ અંગે પોતાના પ્રતિભાવમાં જણાવ્યું હતુ કે સૌના સાથ સૌના વિકાસ સાથે ચાલતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારે બજેટમાં તમામનો લાભ અને તમામનો ખ્યાલ રાખવાની ચીવટ રાખી છે. દરેકની જરૂરીયાતો પુરી પાડતુ આ બજેટ કીડીને કણ અને હાથીને મણની ઉકિત સાર્થક કરે છે.

રૂપાણીએ જણાવ્યું હતુ કે આ બજેટ ખેડુતો, ગ્રામીણ નાગરીકો, અસંગઠીત ક્ષેત્રના કામદારો યુવાનો મહિલાઓ અને પ્રમાણિક કરદાતાઓ માટે સરખા ભાગે લાભ આપના‚ બની રહેશે.સરકારે નવભારતની તમામ આશાઓ પરિપૂર્ણ કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ચાલતી સરકારનું આ વિકાસને વરેલુ ઐતિહાસીક બજેટ છે.

વિજયભાઈ રૂપાણીએ બજેટનાં વખાણ કરી કેન્દ્રીય કેબીનેટ મંત્રી અને ભારત સરકાર ગુજરાતના પ્રજાજનો વતી આભાર માન્યો હતો.બજેટમાં આવકવેરા મૂકિત મર્યાદા પાંચ લાખ સુધી કરવાની જાહેરાત ટીડીએસમાં રાહત, ગૃહણિઓને ફાયદો આપતી યોજનાઓ અને ટેકસ ડિડકશનની મર્યાદા ૫૦ હજાર યાની મર્યાદાને આવકાર આપ્યો છે.

વિજયભાઈ રૂપાણીએ ખેડુતોના ખાતામાં છ હજાર રૂપીયાનીરકમ જમા કરવાની યોજનાને ખરા અર્થમાં દેશના ખેડુતોના હિતની યોજના ગણાવી છે. દેશના ૧૨ કરોડથી વધુ ખેડુતોના આ યોજનાના લાભ મળશે નાના અને સીમાંત ખેડુતોને વાર્ષિક ૬૦ હજાર રૂપીયાની રોકડ સહાય ખેડુતોને મદદરૂપ થશે ગુજરાતનાં ૩૧ લાખ ખેડુતોને લાભ મળશે. બજેટમાં ૧૦ કરોડ મજૂરોને સાંઈઠ વષૅ પછી ત્રણ હજાર રૂપીયાના માસીપ પેન્શનની યોજના અને ગ્રેચ્યુઈટીની રકમમાં વધારો કરવાનો નિર્ણય આવકાર્યો હતો.

રૂપાણી સરકારને સ્વરક્ષણ માટે ત્રણ લાખ કરોડ રૂપીયાની ફાળવણી માટે અભિનંદન પાઠવ્યા હતા. આંગણવાડી મહિલાઓના પગારમાં ૫૦% વધારો અને વડાપ્રધાન યોજના અંતર્ગત ગર્ભવતી મહિલાઓને ૨૬ અઠવાડીયાની મેટરનીટી લીવના મહત્વના નિર્ણય અંગે અભિનંદન પાઠવ્યા હતા.

બજેટમાં કેવી રીતે થશે રૂપીયાની બચત?

કેન્દ્રીય બજેટમાં કરદાતાઓનાં રૂપીયાની બચત પર ધ્યાન દેવામા આવ્યું છે. કરદાતાની આવક વાર્ષિક સાડાત્રણ લાખથી ઓછી હોયતો ટેક્ષ રિબેટ લાભકારક બનશે. પાંચ લશખની આવક પણ ધ્યાને લેવામાં આવી છે. બજેટમાં સાડાત્રણ લાખ થી પાંચાખ વચ્ચેની આવકનો આંકડો ધરાવતા કરદાતાઓને કર ભરવાનો શૂન્ય થઈ જશે. તેનાથી વાર્ષિક ૧૩ હજાર રૂપીયાની બચત પાંચ ટકા ટેક્ષ અને ૪%ના કરની રકમ સહિત બચત થશે.

પાંચ લાખ ઓછી આવક ધરાવતા કરદાતાઓને વાર્ષિક પંદર લાખ રૂપીયાની બચત થશે. કર દર મુજબ અઢી લાખથી પાંચ લાખ કર મૂકત પાંચથક્ષ દસ લશખ પર ૨૦.૮૦% દસથી પચાસ લાખ પર ૩૧.૨૦% અને ૫૦ થી૧ કરોડ સુધી પર ૩૪.૩૨% કરોડથી ઉપર પર ૩૫.૮૮% કર ભરવાપાત્ર બને છે.

પગારની આવક ૪૦ થી ૫૦ લાખ હોય અને વાર્ષિક પાંચ લાખથી વધુની આવક ધરાવતા હોય તેમની રૂ. ૫૨૦ની ટેક્ષ વેરામાં બચત થશે.૧૦થી ૫૦ લાખ વાળાઓમાં અને કુલ ૫૨૦ની બચત થશે.બજેટમાં કરદાતાઓનાં ‚પીયાની બચતનુયખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. ટેકસ ડિડેકશન અને કર કપાતમાં કરદાતાઓને લાભના હકકદાર બનાવવાનું વલણ સરકારે અપનાવ્યું છે.

બજેટમાં લાભ અને નુકશાનનું ગણીત

આ વર્ષે રજૂ થયેલ બજેટમાં ઘણી મોટી જાહેરાતો થઈ છે. કરદાતાઓ માટે ટેકસ ડિડેકશન મની બેંકની જોગવાઈ ખેડુતો અને કામદારો માટે પેન્શન યોજના ખેડુતોનું રોકડા નાણાની ભેટ ગ્રામીણ અને શહેરી વિસ્તારના વિકાસની સાથે સાથે પાંચ લાખની આવકને સંપૂર્ણ પણે કર મુકત જાહેર કરવામાં આવી છે.

નરેન્દ્ર મોદી સરકારે અંતિમ બજેટમાંતમામ ક્ષેત્રોને લાભના દાયરામાં આવરી લેવાનો પ્રયાસ કરે છે.નાણામંત્રી અ‚ણ જેટલી અમેરિકાં ઈલાજ કરવા થયા છે.ત્યારે પિયુષ ગોયેલ રજૂ કરેલા બજેટમાં કરની વસુલાત સાથે કરદાતાઓની બચત અને વળતરનો લાભ આપવામાં આવ્યો છે. બજેટમાં સીધા કરદાતાઓને પાંચ લશખ સુધીની આવક પર મૂકિત આપવામાં આવી છે.

તેની સાથે સાથે પ્રોવીડંન ફંડ અને વિવિધ પ્રકારની બચતની સાથે સાથે ટેકસ ડિડેકશન માટે અવાક મર્યાદા ૪૦ હજારથી વધારે ૫૦ હજાર કરવામાં આવી છે. ટીડીએસ કપાસમાં ૧.૮માંથી મર્યાદા વધારીને ૨.૪ લાખ કરવામાં આવી છે. મધ્યમ કદના ત્રણ લાખથી વધુ કરદાતાઓને કરમૂકિત લાભ અને ગ્રેચ્યુઈટીની મર્યાદા ૧૦માંથી વધારીને ૩૦ લાખ કરવામાં આવી છે.

રોકાણકારોને ઘરનું ઘર બનાવવા માટે રાહતની જાહેરાત અને ૨ કરોડની રકમ પર કરદાતાઓને લાભ આપવાની જાહેરાત કરવામાં આવી છે. ૨૦૧૯-૨૦ના બજેટમાં કરદાતાઓને તમામ ક્ષેત્ર માટે લાભ આપવાની જોગવાઈઓ કરવામાં આવી છે. સાથે સાથે કરકપાતના ક્ષેત્રમાં સરકારે એફટોટેબલ હાઉસમાં પ્રોજેકટના ડેપલોપરો અને બીજા તબકકાના ખરીદારો માટે ખાસ ટેકસ ડિરેકશનની જાહેરાત કરવામાં આવી છે.

બજેટમાં એફોરેટેબલ હાઉસીંગ પ્રોજેકટ બનાવનારા બિલ્ડરોને ટેકસ ડિંડકશન અને જુના ઘર ખરીદનારાઓને ખાસ પ્રકારના ટેકસ ઈન્સેટીવની ભેટ આપવામાં આવી છે.દેશમાં મધ્યમ વર્ગનાં લોકોને ઘરનાંઘરનાં સપનું પૂરૂ થાય વ્યાજબી ભાવે મકાન મળી રહે તે માટે બિલ્ડરોને પ્રોત્સાહન અને ઘર ખરીદારને પણ લાભ આપવાની જોગવાઈ કરવામાં આવી છે.

સત્તર રૂપીયાનું પોર્ટલ ખેડુતોનું અપમાન: રાહુલ

Untitled 1 4

કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ મોદી સરકારની ખેડુતની આવક વધારવાની યોજના નામે ખેડુતોને ૧૭ રૂપીયાનું ચૂકવણી કરવાની યાજેનાને ખેડુતોનું અપમાન ગણાવ્યું છે. તેમણે જણાવ્યું હતુ કે ગરીબોને લઘુતમ આવકની વ્યવસ્થા કરવાથી જ થાય.

રાહુલ ગાંધીએ જણાવ્યું હતુ કે ખેડુતોના ૧૭ રૂપીયા રોજે આપવાથી તેમનં કલ્યાણ ન થઈ જાય આ સત્તર રૂપીયાથી ખેડુતોનું અપમાન ગણાય રાહુલ ગાંધીએ ટવીટર સંદેશામાં લખીને કહ્યું હતુ કે વ્હાલા નમો પાંચ વર્ષના તમારા શાસનમાં ખેડુતોનું જીવન બરબાદ થઈ ગયું છે. ૧૭ રૂપીયા દૈનિકની ચૂકવણી તેમનું અપમાન છે.

બજેટમાં છ હજાર રૂપીયાના ખાતામાં જમા કરવાની વાત કરવામાં આવી છે. તેથી રોજના ૧૬.૪૩ રૂપીયા આ ચૂકવણું અડધધી ચા જેટલું છે. પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમે જાહેરાત અયોગ્ય હોવાનું જણાવ્યું છે.રાહુલ ગાંધીએ જો કોંગ્રેસ આવશે તો દેશના નાગરીકોને લઘુતમ માટે નાણા આપવાનું વચન આપ્યું છે. તે આ બજેટમાંથી રોજગારીના શબ્દો જ ગાયબ થઈ ગયા છે. ગાંધી અને પી. ચિંદમબરમે આ અપૂરતું ગણાવ્યું હતુ.

કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલે જણાવ્યું હતુ કે તેમરે ૧૫ લાખ રૂપીયા આપવાનું વચન આપ્યું હતુ પણ તેમણે જમીન માલીક ખેડુતોને માત્ર ૫૦૦ રૂપીયા આપવાનું નકકી કર્યું છે. સામાજીક અસામાનતા અને જીએસટીની હાડમારી પડી ભાંગેલી ખેતી વચ્ચે ૫૦૦ રૂપીયાની આ સહાય ખરેખર રાહત નહિ પરંતુ પીડાદાયક બની રહેશે.

કોંગ્રેસના નેતાઓએ બચત અંગે પ્રતિભાવમાં ખેડુતોને મામુલી રકમ આપવાની પ્રયોજનને ખૂબજ ટીકાપાત્ર જણાવી હતી પૂર્વ નાણામંત્રીએ તો કહ્યું હતુ કે બજેટમાં રોજગારી અને શિક્ષણનાં બ્દો જ ગાયબ થરૂ ગયા છે.દેશના યુવાનો અને બાળકો માટે તો કંઈ થયું જ નથી જો એ લોકો રોજગારી અંગેની વાતો કરતા હોય તો તે પકોડાનો મિકસ સિવાય કઈ નથી લોકોને ગેરમાર્ગે દોરતી હોવાનો પ્રતિભાવ આપ્યો હતો.ચૂંટણી પહેલાનું આ બજેટ વિપક્ષ મતે નિરર્થક છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.