હાઈકોર્ટમાં નિર્ણય પેન્ડિંગ છતાં વહીવટદાર સમિતિની રચના કઈ રીતે થઈ: જીન વ્યવસ્થાપક સમિતિ
સાબરકાંઠા જિલ્લાના ઈડર સહકારી જીન મિલ લિ. માં થોડા સમય અગાઉ જીન વ્યવસ્થાપક સમિતિ સામે ખેડુતો તેમજ જીન બચાવો સમિતિ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ કરવામાં આવ્યા હતા જીન બચાવો સમિતિ દ્વારા જીનની વ્યવસ્થાપક સમિતિ પર કરવામાં આવેલ આક્ષેપો વચ્ચે જીલ્લા રજિસ્ટ્રાર અને રાજ્ય રજિસ્ટ્રાર સહિત ઉચ્ચ કક્ષાએ જીન બચાવો સમિતિ દ્વારા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી ત્યારે જીનમાં વહીવટ કરતી વ્યવસ્થાપક સમિતિ અને જીન બચાવો સમિતિએ ગુજરાત હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા જીનમાં ચાલતા વહીવટ સામે ભ્રષ્ટાચારના આક્ષેપ વચ્ચે જીન વ્યવસ્થાપક સમિતી તેમજ જીન બચાવો સમિતિ વચ્ચે સામ સામે પોલીસ ફરિયાદ પણ થઈ હતી
જીનના કમ્પાઉન્ડમાં નવીન નિર્માણ પામનાર કોમ્પલેક્ષમાં જીન વ્યવસ્થાપક સમિતિએ ભ્રષ્ટાચાર કર્યાં હોવાનાં આક્ષેપ સામે જીલ્લા તેમજ રાજ્ય રજિસ્ટ્રારએ બંને પક્ષોની અપિલ અને દલીલો સાંભળી હતી અને ઈડર સહકારી જીન મિલ લિ.ખાતે સરકારે જીનની હાલની વ્યવસ્થાપક સમિતિને બરખાસ્ત કરી જીનમા વહીવટ કરવા નવીન વહીવટદાર સમિતિની રચના કરવામાં આવી છે જ્યારે આ મામલે વધુ પૂછ પરછ કરવા જીલ્લા ઈનચાર્જ રજિસ્ટ્રાર સાથે ટેલીફોનીક વાત કરતા જણાવ્યું હતું કે આ મામલે શું કહેવાનું હું રૂબરૂ ફિઝિકલ રીતે મળીશ ત્યારે હું નિવેદન આપીશ તેમ કહી ફોન કાપી નાખ્યો હતો.
નવીન કસ્ટડીયન કમિટી
- ચંદ્રકાંત પટેલ
- મહેન્દ્ર પટેલ
- પરષોત્તમ પટેલ
- ભરત પટેલ
- દિનેશ પટેલ
- દિનેશ ડી. પટેલ
- મહેશ પટેલ
- દિનેશ દેસાઇ
હાઇકોર્ટમાં અપીલ કરવામાં આવી છે: પ્રકાશ પટેલ
ઈડર સહકારી જીન મિલ લિમિટેડનાં ચેરમેન પ્રકાસભાઈ પટેલ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ બાબતે અમોએ હાઈકોર્ટ કરેલ અપીલની મુદત પેન્ડિંગ પડેલ છે. જે મુદત આવનાર તારીખ 13/06/23 સુધી હાઈકોર્ટ દ્વારા સ્ટોપિંગ આપવામા આવ્યુ છે અને રાજ્ય સરકાર તેમજ રાજ્ય રજીસ્ટાર કોઈપણ પ્રકારનો નિણર્ય ન લઈ શકે તેમજ અમે હાઈકોર્ટનાં નિર્ણયનું પાલન કરવામાટે બંધાયેલ છે તેમજ હાલની જે કમિટી છે તે કમિટી હાઈકોર્ટનો નિર્ણય ન આવે ત્યા સુધી જીનમાં વ્યવસ્થાપક સમિતિ તરીકે યથાવત રહેશે.
જીન બચાવો સમિતિની રજૂઆતના પગલે સભ્યોની વરણી: રાજુ પટેલ
જીન બચાવો સમિતિના સભ્ય રાજુભાઈ પટેલ સાથે વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે ઈડર સહકરી જીન મિલ લિમિટેડ ખાતે જીન બચાવો સમિતિ તેમજ ખેડૂતોની મંડળીઓ જીનની હાલની બોડી સામે લડી રહી હતી જીનમાં બોડિ દ્રારા ભ્રષ્ટાચાર કરી જીન કમ્પાઉન્ડમાં નવીન કોમ્પલેક્ષ નિર્માણ કરવામાં આવી રહ્યુ છે જીનને ભ્રષ્ટાચારમાંથી મુક્ત કરવા ખેડુતો તેમજ મંડળીઓને સાથે જીન બચાવો સમિતિ દ્વારા લડાઈ છેડાઈ હતી જેણે લઈ જીલ્લા તેમજ રાજ્ય રજીસ્ટારને ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી તેમજ જીન બચાવો સમિતિ દ્વારા કરવામાં આવેલ અપીલ સામે જીનની બોડી દ્રારા પણ હાઈકોર્ટમાં અપીલ દાખલ કરવામાં આવી છે તેમજ સરકારે જીન બચાવો સમિતિ દ્વારા કરવામાં આવેલ રજૂઆતને ધ્યાને રાખી જીનમાં 8 જેટલાં સભ્યોની વહીવટદાર સમિતિની રચના કરવામાં આવી છે જે સમિતિ જીનમાં વહીવટ તેમજ લેણ-દેણ જેવા વહેવારોનો વહીવટ કરશે)