હાલ જે સમોસા મળી રહ્યાં છે તેની તો કંઈક અલગ જ વાત છે. હાલ ભારતમાં બટાકા અને લીલા મરચાં સાથે અન્ય ગરમ મસાલા ભરીને લિજ્જતદાર સમોસા બનાવવામાં આવે છે. સોળમી સદીમાં પોર્ટુગીઝોના આગમન સાથે ભારતમાં બટાકાનું આગમન થયું. એટલે સમોસામાં બટાકાનો પણ ઉપયોગ થવા લાગ્યો. ત્યારથી લઈને અત્યાર સુધી સમોસામાં અનેક ફેરફારો થયા છે. ભારતમાં સ્થળ પ્રમાણે સમોસાના રૂપ રંગ અને સ્વાદ બદલાઈ જાય છે. પંજાબમાં સામાન્યપણે પનીરથી ભરપૂર સમોસાં મળે છે. તો દિલ્હીમાં કેટલીક જગ્યાએ કાજુ કિશમિશવાળાં સમોસા મળે છે. લગ્નના રિસેપ્શન કે કોર્પોરેટ લંચના મેન્યૂમાં સમોસાં જોવા મળી રહેશે. પરંતુ સમોસા નમકીન જ હોય, તે જરૂરી નથી. બંગાળી લોકો સમોસા જેવી મિઠાઈ લબંગ લતિકાને ખુબ પસંદ કરે છે. જે માવાથી ભરેલા મીઠાં સમોસાં હોય છે સમોસાંની સફર ભારતમાં અટકી નથી. બ્રિટિશર્સ પણ સમોસાંને ચટાકાં લઈને ખાય છે. ભારતીય પ્રવાસીઓ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન દુનિયામાં જ્યાં પણ ગયાં ત્યાં સમોસાં પોતાની સાથે લઈ ગયાં છે. ખરેખર તો સમોસા ઇરાનથી ભારત આવ્યા છે. કોઈને એ વાતની ખબર નથી કે પહેલી વખત ત્રિકોણ આકારના સમોસા ક્યારે બનાવવામાં આવ્યા. પરંતુ એ વાત ચોક્કસ છે કે સમોસા નામ મૂળ ફારસી શબ્દ ‘સંબુશ્ક’ પરથી ઉતરી આવ્યો છે. જેમાં ખીમાની સાથે સૂકા મેવાનો ઉપયોગ થયો હતો. આ ફરસાણને તે કરકરું ન થઈ જાય ત્યાં સુધી તળવામાં આવતું. ભારતમાં વિદેશી પ્રવાસીઓ તથા શાસકોના આગમનને કારણે સમોસાના રંગ રૂપ અને સ્વાદ બદલાઈ ગયા. સમોસાનો ઉલ્લેખ પહેલી વખત 11મી સદીમાં ફારસી ઇતિહાસકાર અબુલ ફઝલ બેહાકીના લેખમાં મળે છે. તેમણે ઇરાનના ગઝનવી સામ્રાજ્યના શાહી દરબારમાં રજૂ કરવામાં આવેલા ફરસાણનો ઉલ્લેખ કર્યો હતો.
Trending
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને આંતરિક જીવનમાં મધ્યમ રહે પણ જાહેરજીવનમાં સારું રહે,યશ-પ્રતિષ્ઠા પ્રાપ્ત થાય.
- ઈન્નરવ્હીલ ક્લબ ઑફ ઉમરગામ દ્વારા ટર્ફ ક્રિકેટ ટૂર્નામેંટનું આયોજન કરાયું
- Surat: કારમાંથી ઝડપાયો 6.21લાખના મુદ્દામાલનો વિદેશી દારૂનો જથ્થો
- Morbi: ટંકારામાં યુવક સાથે યુવતીએ લગ્ન કરી એક લાખની કરી છેતરપિંડી
- Surat: કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલના હસ્તે 2959 આવાસોનો કરાયો કોમ્પ્યુટરાઈઝ ડ્રો
- મારી યોજના પોર્ટલ: ગુજરાતે સ્થાપિત કર્યું સુશાસનનું વધુ એક ઉદાહરણ
- Morbi: યુ-કેજી વિદ્યાર્થીઓ દ્વારા વિશિષ્ટ ફનફેરનું કરાયું આયોજન
- “ડિજિટલ ગુજરાત” પ્રોજેક્ટની વિશેષ સિદ્ધિ