પ્લે બોયમાં એક માત્ર ચમકેલી ભારતીય મોડલ શરલીન ચોપરાએ ઇન્સ્ટા પર
હેફનર સાથેની એક તસ્વીર શેર કરી
ન હોય, ખરેખર તો પ્લે બોયનો હેફનર હતો શરમાળ !!! અત્યાર સુધી લોકો હેફનરને બિન્દાસ્ત માનતા હતા પરંતુ તે અંગત રીતે એકદમ શરમાળ હતો.
પ્લે બોય મેગેઝીનના ફાઉન્ડર હયુ હેફનરનું ગઇકાલે ૯૧ વર્ષની વયે અમેરીકાની માયાનગરી લોસ એંજલસમાં નિધન થયું. આ સાથે હેફનર સાથે કામ કરનાર ભારતીય મોડેલ શરબીન ચોપરાએ પ્રથમ વખત હેફનરને મળી ત્યારની એક તસવીર ઇન્સ્ટા પર શેર કરી છે.
તેણે તસવીર સાથે લખેલી ટેગલાઇનમાં હેફનરના શરમાળ સ્વભાગ વિશે જણાવ્યું છે અહીં ખાસ ઉલ્લેખનીય છે કે, મોડલમાંથી બોલીવૂડ અભિનેત્રી બનેલી શરબીન ચોપરાએ દિલ બોર્ડ હડીપ્પામાં કામ કર્યુ છે. હેફનર સાથેની પ્રથમ મુલાકાત અંગે શરલીને સોશ્યિલ મીડિયા પર લખ્યું છે કે હું તો માની જ શકતી ન હતી કે તેઓ આટલા શરમાળ હશે. જયારે બીજી તરફ તેઓ મને ઇન્ડીયન માનવા તૈયાર ન હતા તેમણે મારા સ્પોકન ઇગ્લીશના વખાણ કર્યા તેઓ શરમાળ અને મુદુભાષા હતા. મારી સાથે તસવીર ખેંચાવી ત્યારે તેમણે અંતર રાખીને મંદ સ્મીત રેલાવતા પોઝ આપ્યો હતો.