‘ગુગલ પ્લે’ની રીયલ મની ગેમ્બલીંગ એપ્સ નવુ ડિજિટલ દુષણ
શ્રાવણીય જુગારની મોસમ પુર બહારમાં ખીલી છે. પુ‚ષો ઉપરાંત મહિલાઓ પણ પોલીસની બચવા વાડી, ખેતરો કે અવાવા‚ સ્થળો શોધીને જુગાર રમે છે. જુગારની લતની ભુખ ભાંગવા અવનવી તરકીબો જુગારીઓ કરતા હોય છે. ત્યારે હવે જુગાર પણ ડીજીટલ રુપ ધારણ કરી રહ્યો છે.
ગુગલ પ્લેમાં હદે નાણાથી ખરેખર જુગાર રમી શકાય તેવી ગેમ શરુ થઇ છે. નવી રીયલ ગેમ્બલીગ એપ તરફ જુગારીઓનું ઘ્યાન આકર્ષાર્યુ છે. આ પઘ્ધતિ પોલીસથી ‘સેફ’ હોવાનું જુગારીઓને લાગી રહ્યું છે. ડીજીટલ રુપ ધારણ કરી રહેલા જુગારના દુષણ તરફ પોલીસને પણ અત્યાધુનિક શસ્ત્રો વાપરવાની જરુર ઉભી થઇ છે.
હાલ તો ગુગલ આવી એપ્લીકેશન સ્ટોર ઉપર મુકવા ઇચ્છુક ડેવલપરને પુરતી શરતો પળાવે છે. એપ જે દેશમાંથી ડીસ્ટ્રીબ્યુર થાય ત્યાંનું લાયસન્સ હોવું જરુરી છે. ઉપરાંત એપના ઉપયોગથી અન્ડર એજ યુઝર્સને દુર રાખવા યોગ્ય પઘ્ધતિ વિકસાવવાની ખાતરી પણ લેવામાં આવે છે જો શરતો પાળવામાં ન આવે તો એપને ગુગન સ્ટોરમાંથી હટાવાય છે.
જુગારીઓના મન લલચાવતી આ રીયલ મની ગેમ્બલીંગ ગેમ્સ અત્યારે તો યુકે, આયરલેન્ડ અને ફ્રાન્સ જેવા દેશોમાં ઉ૫લબબ્ધ છે. માટે હાલ ભારતના તંત્રને આ મામલે ખાસ ચિંતા કરવા જેવું નથી. પરંતુ આ દુષણ ભારતીય જુગારીઓ પણ ઝડપથી સ્વીકારી લેશે તેવી દહેશતે તંત્રને આ મામલે પુરતી આગોતરી તૈયારી કરવી ઘટે.