હાલ ગઢ ગીરનારની ટોચે પહોંચવા રોપ વે ની ટ્રાયલ કામગીરી ચાલી રહી છે. અને ખુબ જ ટુંકાગાળામાં રોપ વે ચાલુ થઇ જશે. રોપ વે થી યાત્રિકો ગણતરીની મિનિટોમાં ટોચ પર પહોંચી દર્શન કરી શકશે. ગઢ ગિરનારના રોપ-વેનું સુંદર ચિત્રાંકન જે તે સમયે આંકોલવાડી ગીરના ઉમેશભાઇ કિયાડા દ્વારા કરવામાં આવ્યુ હતુ જે આજે વાસ્તવિક રૂપે સાધ્ય થશે.
સાપુતારામાં ગુજરાત લલિત કલા દ્વારા ૨૦૧૭માં ગુજરાતનાં કલા મહાવિદ્યાલયમા અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનો સેમિનાર (વર્કશોપ) યોજાયો હતો. એ જેમાં ઉમેશ ક્યાડાને તજજ્ઞ તરીકે આમંત્રણ મળેલ એવખતે મુળ જુનાગઢ-ગીર સોમનાથ આંકોલવાડી ગીરના વતની ઉમેશભાઈ સાપુતારાના રોપ-વેથી પ્રેરીત થઈ પોતાની પરિકલ્પના દ્વારા ગરવા ગઢ ગીરનારના રોપ-વેનું ચિત્રાંકન કરેલ જે આજે વાસ્તવિક સ્વરૂપમાં સાધ્ય થયેલ છે.