1લી જૂનેના બાળકે છ વર્ષ પુરા ન કર્યા હોય અને એક દિવસ પણ બાકી હોઈ તો પણ બાળકને ધોરણ 1માં પ્રવેશ આપવો જોઈએ નહી?
ધોરણ એકમાં પ્રવેશ માટેની સાચી ડેડ લાઈન કરી તેને લઈ ઘણા પ્રશ્નો અને વિટામણાઓ ઉભી થઈ રહી છે ત્યારે ગુજરાત હાઇકોર્ટે તાકીદ કરતા જણાવ્યું છે કે પેલી જૂનના રોજ જે કોઈ બાળક છ વર્ષનું થયું હોય અથવા તો એક દિવસ પણ બાકી રહેતો હોય તો તે બાળકને શાળામાં એટલે કે ધોરણ એકમાં પ્રવેશ આપવો જોઈએ. રાઈટ ટુ એજ્યુકેશન એક્ટ ના અનુસાર વાલીએ હાઇકોર્ટ માં આ અંગે પીઆઈએલ દાખલ કરી હતી અને જણાવ્યું હતું કે બાળકને ક્યારે ધો.1માં પ્રવેશ મેળવી શકાય.
કેન્દ્રીય શિક્ષણ મંત્રાલય દ્વારા નવી શિક્ષણ નીતિની જાહેરાત કરી છે ત્યારે ગુજરાતના ભૂતપૂર્વ શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ વર્ષ 2023-24ના શૈક્ષણિક વસ્તી નવી શિક્ષણનીતિ અમલી થશે તેવી પણ જાહેરાત કરી હતી. નવી શિક્ષણ નીતિ અનુસાર બાળક 6 વર્ષનો થાય ત્યારે તેને ધોરણ 1માં પ્રવેશ આપવાનો નિયમ છે પરંતુ જો આવું થાય તો બાળકને ભવિષ્યમાં કઈ જાહેર પરીક્ષા માટે વાંધો પડી શકે છે.
રાજ્ય સરકારના શિક્ષણ વિભાગમાં પત્ર પણ લખવામાં આવ્યો હતો. જેમાં બાળકોને ધોરણ-1માં જે તે શૈક્ષણિક સંસ્થામાં વર્ષ 2023-24માં પ્રવેશ મળી રહે તે મુજબ નવેમ્બર ડિસેમ્બર 2019 માં જુનિયર સિનિયર કેજી મહા પ્રવેશનું નિશ્ચિત કરેલ હોવાથી એવા બાળકો જૂન 2023માં છ વર્ષ પૂર્ણ ન કરતા હોય તો તેમને જૂન 2023માં પ્રવેશ મળી શકે નહીં. જેથી બાળકોને એક વરસનો ડ્રોપ લેવાનો વિકલ્પ આપવામાં આવ્યો છે. જેથી બાળકોનું એક વર્ષ બગડે નહીં તે માટે રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે નિર્ણય કરે તે બાબતની પણ રજૂઆત કરવામાં આવી હતી.