રેસીડેન્સીયલ એપાર્ટમેન્ટ, બંગલો સ્કીમ, કોમર્શીયલ કોમ્પલેક્ષ, બેસ્ટ સ્ટોલ સહિત અનેકવિધ કેટેગરીમાં અપાયા એવાર્ડસ
મનગમતા ઘરના ઘરનું સપનું સાકાર કરતા પ્રોપર્ટી એકસ્પોનું આજે સમાપન થવા જઈ રહ્યું છે ત્યારે છેલ્લા ચાર દિવસ દરમિયાન ૧ લાખથી વધુ લોકોએ પ્રોપર્ટી એકસ્પો-૨૦૧૯ અને શો-કેસની મુલાકાત લઈ ફલેટ, ઓફિસ અને ઘર સજાવટમાં ભારે રસ દાખવીને બુકિંગો કર્યા હતા. સાથો સાથ અનેકવિધ સેમીનારોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં બિલ્ડરો કે, વેપારીઓને પડતી મુશ્કેલી અને સમસ્યાનો ઉકેલ કઈ રીતે આવી શકે તે માટે માહિતી પણ આપવામાં આવી હતી. ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસીએશન તથા ત્રિપલ આઈડી સૌરાષ્ટ્ર ચેપ્ટર દ્વારા ચાર દિવસીય પ્રોપર્ટી એકસ્પો અને શો-કેસમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા અને અનેક વિધ ઈન્કવાયરીઓ પણ બિલ્ડરોને મળી હતી.
ગુજરાતમાં થયેલા અનોખા પ્રોપર્ટી એકસ્પોને લોકોનો જબ્બર પ્રતિસાદ મળ્યો હતો. સાથો સાથ તમામ આર્કિટેકસ અને ડિઝાઈનરો દ્વારા જે જહેમત ઉઠાવવામાં આવી હતી તે પણ કાબીલેતારીફ નિવડી છે.
પ્રોપર્ટી એકસ્પોમાં અનેકવિધ કેટેગરીમા એવોર્ડ આપવામાં આવ્યા હતા. જેમાં હરિદ્વાર હેવન, ડેકોરા હિલ્સ, વિગ્સર ગાર્ડન, એટલાન્ટા પંપ, નક્ષત્ર આર્ટ, લાડાણી એસોસીએટસ, ઓમ માર્બલ્સ સહિત અનેકવિધ સ્ટોલોને એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા.
લોકોની માંગ ને સંતોષવા સિલ્ક સજાવટ કટીબધ્ધ:રાજન બાટવીયા
અબતક સાથેની વાતચીત દરયિમન સિલ્સ સજાવટના રાજન બાટવીયાએ જણાવ્યું હતુ કે અમારી પ્રોડકટસમાં કટીંગ ફેબ્રીકસ, સોફા ફેબ્રીકસ, બેડલીનન, બાથલીનન, કારપેટસ, રોલસબેન્ડસ અને હોમ એસેસરીઝ વગેર છે.ક આજના જનરેશનમાં મેજોરીટી નાનામાં નાનું ઘર હોય તો લોકો ઈન્ટીરીયલ કરાવે છે કારણ કે તે લોકો સ્પેસનો બેસ્ટ યુટીલાઈઝ કરી શકે. જયારે કોઈના પણ ઘરનું ઈન્ટીરીયર કરવાનું હોય.
ત્યારે ડિઝાઈનસ જે તે વ્યકિતનો ટેરર હોય તે થીમ પ્રમાણે હોય ક્ધસેપ્ટ પ્રમાણે હોય. તેથી અત્યારે મોડન અને ક્ધટેમપરરી સ્ટાઈલ ચાલે છે. અમે લોકો એમાં વધુ ધ્યાન આપીએ કે માર્કેટમાં ઓલ ઓવર ઈન્ડિયામાં શું નવો ટ્રેન્ડ છે.
લોકોની જે તે ડિમાન્ડ હોય અમે તેને ન્યુ ટ્રેન્ડ વિશે જણાવીએ અને ત્યારબાદ તેની જેતે ડિમાન્ડને પરી કરીએ છીએ. અમે લોકો એક અમેરિકન કંપની હનટર ધ ગ્લેસ કરીને તેની સાથે ટાયઅપ કરેલ છે. આ બધા મોટોરાઈઝ કર્ટન, જે રીમોટ ઓપરેટેડ કર્ટના હોય છે તે અમે લાવ્યા છીએ અને ફયુચરમાં ઘણુ નવુ લઈ આવીશું.
ઘર સજાવટમાં ખુરશી ભજવે છે મહત્વનો ભાગ: પ્રશાંત જૈન
અબતક સાથેની વાતચીત દરમિયાન પ્રશાંતભાઈ જૈનએ જણાવ્યું હતુ અમે લોકો વર્લ્ડની લિડિંગ ફર્નિચર મેન્યુફેકચરીંગ ગુજરાત રિજનના હર્મનમીલર કંપનીના બિઝનેશ પાટર્ન છીએ. અમે લોકો ઓફીસ ચેર, ટેબલ સોફા, લિવિંગ રૂબરૂ વગેરે વેરાયટીની પ્રોડકટસ સેલ કરીએ છીએ હર્મનમીલરના પ્રોડકટનીવિશેષતા એ છે કે કંપની યુમન બોડી પર વધુ ધ્યાન આપે છે. જેટલી પણ પ્રોડકટ બનાવવામાં આવે વર્લ્ડમાં તે ખૂબજ ઈનોવેટીવ છે. કંપનીનું ઓપરેશન મોરધેન ૧૫૦ ક્ધટ્રીઝમાં છે.
બેસ્ટપાર્ટ એ છે કે ઓરગોનોમીક એટલે સીટીંગ પાર્ટ આપણે દિવસમાં ૩૩% બેસવામાં એટલે કે સીટીંગ ચેર પર બેસવામા કે સોફા પર બેસવામાં ટાઈમ પસાર થતો હોય છે. અમે લોકોને જાગૃત કરીએ છીએ કે લોકોએ કેવી રીતે બેસવું જોઈએ.કઈ ચેર પર બેસવું જોઈએ તેમાં કેવા કેવા ફિચર્સ હોવા જોઈએ જેથી બોડીને આરામ મળે.
ત્રણ પ્રકારની ચેર આવે. હેલ્થ પ્રોઝીટીવ, હેલ્થ નેગેટીવ, થતા ન્યુટ્રલ ચેર અમે લોકો હેલ્થ પ્રોઝીટીવ ચેર માટે જ રીકમેન્ડ કરીએ છીએ. અમારી ચેરના ભાવ વિસ હજારથી શ‚ થઈ ને બે લાખ રૂપીયા સુધી હોય છે. જેમાં બધા બેઝીક ફિચર આવે છે.
પ્રોપર્ટી એકસ્પો લોકો માટે ખુબ જ ઉપયોગી: લક્ષ્મીકાંતભાઈ પોપટ
સ્પેસ ગ્રુપના લક્ષ્મીકાંતભાઈ પોપટે ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ પ્રોપર્ટી એકસ્પો લોકો માટે ખુબજ ઉપયોગી નિવડશે અને સ્પેસ ગ્રુપ હરહંમેશ મધ્યમવર્ગીય લોકો માટે જ સેવા કરી રહ્યું છે અને ખુબજ ઓછા ભાવમાં તેઓને તમામ પ્રકારની ઉચ્ચકક્ષાવાળી અને ઉચ્ચ ગુણવત્તાવાળી સુવિધાઓ મળી રહે તે માટે તેઓ એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમને પણ પ્રાધાન્ય આપી રહ્યાં છે.
વધુમાં તેઓએ સરકારના વખાણ કરતા જણાવ્યું હતું કે, સરકારે જે એફએસઆઈમાં વધારો કર્યો છે તેનાથી બિલ્ડરોને ઘણો ખરો ફાયદો થયો છે અને નોટબંધી, જીએસટી અને રેરા જેવા જટીલ કાયદાઓમાંથી પણ રાજકોટના બિલ્ડરોને મુક્તિ મળી છે. હાલ થોડો સમય પહેલા બજારમાં મંદીનો માહોલ જોવા મળ્યો હતો પણ જે હવે વિપરીત દેખાઈ રહ્યો છે .
કારણ કે, રીયલ એસ્ટેટ ક્ષેત્રે વિકાસ ખૂબ ઝડપી થઈ રહ્યો છે જેનો શ્રેય રાજકોટની જનતાને શીરે જાય છે. મા‚ માનવું છે કે, આ પ્રકારના પ્રોપર્ટી એકસ્પો વારંવાર અને નિયમીત અંતરાલ પર થવા જોઈએ જેથી લોકોને અને બિલ્ડરોને ફાયદો થઈ શકે અને પ્રજા પોતે પોતાનું સ્વપ્ન સાકાર કરી શકે.
અફોર્ડેબલ હાઉસીંગ સ્કીમનો શ્રેય ગુજરાત સરકારના શીરે : આશીષ મહેતા
કસ્તુરી ગ્રુપના આશિષભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, રાજકોટના આંગણે જે પ્રોપર્ટી એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે તે ખૂબજ કાબીલેતારીફ છે અને રાજકોટ ક્રેડાઈ અને રાજકોટ બિલ્ડર એસોસીએશનના અથાક પ્રયાસના કારણે આ કાર્યક્રમ સફળ નિવડયો છે. વધુમાં તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, ભારત ક્રેડાઈના પ્રેસીડેન્ટ જક્ષય શાહે પણ આ એકસ્પોને બિરદાવ્યું હતું અને રાજકોટ કે જે થર્ડ ટાયર સિટીમાં આવી રહ્યું છે.
તેમાં ઉચ્ચકક્ષાનો એકસ્પોનું આયોજન થયું તેનાથી નવોદિત તથા નામાંકીત બિલ્ડરોને ઘણો ફાયદો થયો છે. વધુમાં તેઓએ એફોર્ડેબલ હાઉસીંગ સ્કીમને લઈ જણાવ્યું હતું કે, આ સ્કીમનો શ્રેય ગુજરાત સરકારના શીરે અને ખાસ નરેન્દ્ર મોદીના શીરે જાય છે. કારણ કે તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદી ઈચ્છી રહ્યાં છે કે, લોકોને ઘરનું ઘર મળી રહે જે હેતુને સાર્થક કરવા બિલ્ડરો હંમેશા પોતાનું અહમ યોગદાન આપી રહ્યાં છે. આ એકસ્પોમાં રાજકોટની જનતાને અનેકવિધ રીતે નવીનત્તમ વસ્તુઓ અને પ્રોજેકટો જોવા મળશે જે તેમના માટે ખૂબજ ઉપયોગી નિવડશે.
પાણી માટે એસએસ ટેકનોલોજી ટકાઉ અને ભરોસા પાત્ર: ધી‚ભાઈ સુવાગીયા
ફાલકન ગ્રુપના ચેરમેન ધી‚ભાઈ સુવાગીયાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ પ્રોપર્ટી એકસ્પો બિલ્ડરોને સાથે સાથે વ્યાપારીઓને પણ લાભદાયી નિવડયો છે. વધુમાં તેઓએ ફાલ્કન ગ્રુપ વિશે જણાવતા કહ્યું હતું કે, ફાલ્કન ગ્રુપ મેન્યુફેચરીંગમાં ચાર યુનિટો ધરાવે છે. જેમાં ફાલ્કન પંપ, ફાલ્કન કેબલ, ફાલ્કન યાન અને ફાલ્કન પાઈપનો સમાવેશ થાય છે. ફાલ્કન ગ્રુપે ૨૫ વર્ષ પૂર્ણ કર્યા છે અને ભારતભરમાં પાણીની જરૂરીયાતને પહોંચી વળવા માટે પંપ મહત્વનો ભાગ ભજવે છે. ત્યારે ભારત એક ખેતી પ્રધાન દેશ હોવાથી એગ્રીકલ્ચર માટે પંપનું ખુબજ વધુ મહત્વ છે.
અત્યાર સુધી ભારતમાં જુની ટેકનોલોજીથી પંપ બનતા હતા જેમાં મોટાભાગે કાસ્ટીંગ અને લોખંડનો ઉપયોગ થતો હતો જેથી પંપનું આયુષ્ય ખુબજ ઓછું રહેતુ હતુ અને વેરેન્ટેજ પણ વધુ આવતું હતું. ત્યારે ફાલ્કન ગ્રુપ કંઈક નવું જ સંશોધન કરીને એસ.એસ.ટેકનોલોજી લઈને આવ્યા છે જે ખૂબજ ટકાઉ સાબીત થયું છે.
ઘર સજાવટ માટે પેન્ટીંગનું ખૂબજ મહત્વ: ધર્મેશ પટેલ
કેરી કેચર આર્ટ અને લાઈવ પેન્ટીંગ સાથે સંકળાયેલા ધર્મેશભાઈ પટેલે ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, આ પ્રોપર્ટી એકસ્પોનું આયોજન નિયમીત અંતરાલે થવું જોઈએ. કારણ કે, આ પ્રકારના એકસ્પોથી તેઓ પોતાની કલાને લોકો સુધી પહોંચાડી શકે છે. વધુમાં તેઓએ આયોજકોનો આભાર વ્યકત કર્યો હતો અને જણાવ્યું હતું કે, તેમને જે સ્થાન એકસ્પોમાં આપવામાં આવ્યું છે તે ખુબજ સરાહનીય છે.
લોકો વિસરતી જતી કલાને દિન પ્રતિદિન ભુલી રહ્યાં છે પરંતુ જો આ મુદ્દાને ગંભીરતાથી નહીં લેવાય તો આવના‚ ભવિષ્ય ખુબજ અંધકારમય બની રહેશે ત્યારે લાઈવ પેન્ટીંગ વિશે માહિતી આપતા ધર્મેશભાઈએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, આ પ્રકારની કલા લોકોને ખરા અર્થમાં ઉપયોગી નિવડશે કારણ કે લોકો ઘર તો ખરીદી લેતા હોય છે.
પરંતુ તેને કઈ રીતે શણગારવું તે તેમને ખ્યાલ હોતો નથી. જેથી તેમના દ્વારા બનાવેલા પેન્ટીંગ લોકોને ખૂબજ પસંદ આવ્યા છે. અંતમાં તેઓએ કલાને પ્રોત્સાહન મળે તે માટે તેઓએ કહ્યું હતું કે, લોકો વધુમાં વધુ આ પદ પર આગળ વધવુ જોઈએ અને કલાને લઈ જાગૃતતા પણ કેળવવી જોઈએ.
પ્રોપર્ટી એકસ્પોમાં કલાને પણ મળ્યું મહત્વપૂર્ણ સ્થાન: ઋષભ અંબાવી
રાજકોટના આંગણે જે પ્રોપર્ટી એકસ્પોનું આયોજન કરવામાં આવ્યું છે તે પરીપેક્ષમાં ઋષભ અંબાવીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આ એકસ્પોમાં પ્રોપર્ટીની સાથો સાથ કલાને પણ સ્થાન આપવામાં આવ્યું છે તે સરાહનીય છે.
આ પ્રસંગે તેઓએ વધુ વિગતો આપતા જણાવ્યું હતું કે, લોકો પોતાનાઘરનું ઘરના સપનાને તો સાર્થક કરી લેતા હોય છે પરંતુ ઘરની સજાવટ કઈ રીતે કરવી તેનાથી તેઓ અજાણ જોવા મળે છે ત્યારે તેઓએ પોતાના સ્ટોલ વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, તેમનો સ્ટોલ વોલ પેઈન્ટીંગ સહિતની કલાઓને પ્રદર્શીત કરે છે અને હાલ લોકો કલાને ભુલતા જાય છે. કારણ કે, આ યુગ ટેકનોલોજીનો યુગ છે.
તેમાં મેન્યુઅલ કરવામાં આવતા કાર્યોને લોકો પ્રાધાન્ય આપતા નથી જેને લઈ કલા દિવસે ને દિવસે ખોવાતી જોવા મળે છે. જેને લઈ કલાને લોકોમાં જાગૃતતા કેળવાય તે માટે આ પ્રકારના એકસ્પો મહત્વપૂર્ણ ભાગ ભજવે છે.
બાળકો કલા વિકસાવશે તો જ સમૃધ્ધ જ્ઞાન મેળવી શકશે: દિપકભાઈ પાલનપુરા
રાજકોટના આંગણે યોજાયેલા પ્રોપર્ટી એકસ્પોમાં મુલાકાતે આવેલા દિપકભાઈ પાલનપુરાએ ‘અબતક’ સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, તેઓએ આ પ્રકારનો એકસ્પો કદી નથી જોયો અને આ એકસ્પોમાં ઘણી એવી વસ્તુઓ અને પ્રોજેકટો મુકવામાં આવ્યા છે જે ખરા અર્થમાં લોક ઉપયોગી નિવડયા છે.
વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, એકસ્પો જે રીતે બાળકોને કલા વિશે જ્ઞાન આપવામાં આવી રહ્યું છે તેનાથી બાળકો કલા તરફઆગળ વધશે અને પોતાને સમૃધ્ધ પણ કરશે. અંતમાં તેઓએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, શાળા સંચાલકોએ આ પ્રકારના વર્ગોનું આયોજન પોતાની શાળામાં કરવું જોઈએ જેથી વિસરતી કળાને ઉગારી શકાય.