• દર્દીઓને સરકારી હોસ્પિટલની સારવારથી સંતોષ થતો જોઈ કામની કદર થતી હોવાની અનુભૂતિ: ડો.નિધિ
  • સિવિલ હોસ્પિટલમાં કોવિડ-૧૯ની સારવાર દરમિયાન દર્દીઓ અને ડોકટરોએ દર્શાવ્યા પોતાના અનુભવો

અબતક, રાજકોટ

એક હાથમાં કપડાની થેલી અને બીજા હાથથી અલવિદા, આંખમાંથી હર્ષના આંસુ, જોશભેર ડગલા માંડતા દર્દીઓને તાળીઓના ગડગડાટ સાથે વિદાય આપતી વેળાએ હદયમાંથી ઉભરતી ખુશીઓની લાગણીઓનો વહેતો દરિયો રાજકોટ સિવિલ કોવીડ હોસ્પિટલ ખાતે સાજા થયાં બાદ ઘર-પરિવાર સાથે મિલન કરવા જતા દર્દીઓ અને સ્ટાફ વચ્ચેનું આ દ્રશ્ય રોજબરોજ જોવા મળે છે.આ દર્દીઓ અહી ઘર પરિવારથી દુર એક થી બે સપ્તાહ રહ્યા હોઈ અહીંનો સ્ટાફ જ તેમના આત્મજન બની જતા હોઈ છે. હોસ્પિટલના સ્ટાફ દ્વારા જયારે તેમની સારવાર અને કાળજી લેવામાં આવતી હોએ છે તેના બદલામાં દર્દીઓ પણ વિદાય વેળાએ ભાવુક બની તેમના આ નવા પરિવાર પ્રત્યે ખુલ્લા દિલે અભિવ્યક્તિ કરવા તત્પર હોઈ છે. આ અંગે દર્દીઓએ પોતાના અભિપ્રાયો દર્શાવ્યા હતા.

અહીં દર્દીઓ અને અમારી વચ્ચે આત્મીયતાનો નાતો બંધાય જાય છે: ડો. પટેલ

ન્યુરો સર્જન તરીકે છેલ્લા છ માસી સેવા આપતા અને હાલ રેસીડન્ટ અને ઇન્ટર્ન ડોક્ટર્સની ટીમની જવાદારી સો જેમને ફ્લોર મેનેજરની અતિ મહત્વની જવાબદારો સોપવામાં આવી છે તે ડો. નિધિ પટેલ દર્દીઓ સોના અનુભવ જણાવતા કહે છે કે અહી દર્દીઓ અને અમારી વચ્ચે ગજબનો આત્મીય નાતો બંધાઈ જતો હોઈ છે.  ન્યુરો સર્જન હોવા છતાં બધું છોડી કોરોનાના દર્દીઓની સારવાર કરી રહ્યો છું ત્યારે દર્દીઓને સારવારી નવજીવન મળતા ખુબ આનંદ ાય છે. દર્દીઓ જયારે એમ કહે કે આવી સારવાર મેળવવી અમને ખાનગી હોસ્પીટલમાં પણ શક્ય ની તેવી લાગણી દર્દીઓ બતાવે છે ત્યારે આપણા કામની કદર તી હોવાની સો ખુબ જ આનંદની અનુભૂતિ તી હોવાનું ડો. નિધિ પટેલ કહે છે. છેલ્લા ૬ માસી સાજા યેલા દર્દીઓની લાગણીભરી વિદાય વેળાએ હારશે કોરોના… જીતશે રાજકોટના જોશભેર નારાઓી સમગ્ર કેમ્પસનું વાતાવરણ  વાઈબ્રન્ટ બની જાય છે.

સિવિલમાં સારવાર આપતી દીકરીઓ સાક્ષાત જોગમાયાનો અવતાર છે : દર્દી અશ્ર્વિનભાઈ સોનગરા

અશ્વિનભાઈ નાથાભાઈ સોનગરાએ સિવિલ ખાતે મળતી સારવારથી અત્યંત ભાવુક બની તેમની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, સ્ટાફ ખુબ માયાળુ છે, બહાર જે હોસ્પિટલ માટે વાતો થાય છે તે માત્ર અફવા છે. આ સારવાર આપતી છોકરીઓ નથી પણ સાક્ષાત જોગમાયાઓ છે, દરેક દીકરીઓએ માથા પર હાથ મૂકી સાંત્વના આપી અમારી સંભાળ લીધી છે. અશ્વિનભાઈ દીકરીઓએ કરેલી સારવાર માટે કૃતજ્ઞતા ભાવ વ્યક્ત કરતા જણાવે છે કે આ દીકરીઓને ગોદ લઈ તેમને જીવનની બધી ખુશીઓ આપવી જોઈએ… રાજકોટમાં આટલા સારા ડોક્ટર, હોસ્પિટલ, સ્ટાફ ક્યાય નહિ મળે, અડધી રાત્રે ઓક્સીજનની નળી હાલી ગઈ હોઈ તો સરખી કરી આપે છે. મને અહીના ખોરાક અને તમામ સુવિધાથી સંપૂણ સંતોષ છે તેમ અશ્વિનભાઈ જણાવે છે.

સિવિલનો સ્ટાફ પરિવારથી વિશેષ અમારી કાળજી રાખે છે: દર્દી પુષ્પાબેન ભટ્ટી

સિસ્ટર, નર્સ, ડોકટરોએ મારું ખુબ ધ્યાન રાખ્યું છે. ખાવા પીવાની કોઈ કચાસ રાખી નથી. સારવાર લેતા લેતા આજે મારો નવમો દિવસ છે હોસ્પિટલમાં, હવે સાવ સારું થઈ ગયું છે અને હવે મને હોસ્પિટલમાંથી રજા આપે છે એટલે હું હવે ઘરે જવાની છે. નવજીવન પ્રાપ્ત થયાના આનંદ સાથેના આ શબ્દો છે રાજકોટના વતની પુષ્પાબેન નીલેશભાઈ ભટ્ટીના.

મને અહીં વી.આઈ.પી સુવિધા મળી રહી છે, જે મારા અનુભવી કહું છું: દર્દી પ્રકાશ વોરા

રાજકોટના પ્રકાશ અમૃતલાલ વોરા છેલ્લા સાત દિવસી કોવીડ -૧૯ ખાતે સારવાર લઈ રહ્યા છે, તેમનો અનુભવ અને લાગણી વ્યક્ત કરતા કહે છે કે, મને અહી વી.આઈ.પી. સુવિધા મળી રહી છે, જે મારા અનુભવી કહું છું. આજે મને જયારે ખુબ સારું ઈ ગયું છે અને મને નવો અવતાર મળ્યો છે ત્યારે ચોક્કસ કહીશ કે આવો સ્ટાફ અને ડોક્ટરની ટીમ કે જેઓ મને ઓળખતા પણ ની તેઓએ મારી ખુબ સારી સેવા કરી છે. જેમનો હું દિલી આભારી છું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.