ઇન્સ્ટાગ્રામ: https://instagram.com/g20gujarat?igshid=YmMyMTA2M2Y=
ટ્વિટર: https://twitter.com/g20gujarat?s=11t=fNVUC99Iezh4XNU05fDQ
ફેસબુક: https://www.facebook.com/G20Gujarat?mibextid=LQQJ4d
યુટ્યુબ: https://www.youtube.com/G20Gujarat
ભારત આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવી રહ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભારતને જી-20નું પ્રમુખપદ મળ્યું, તે એક ઐતિહાસિક ક્ષણ બની છે. ભારતે 1 ડિસેમ્બર, 2022 ના રોજ એક વર્ષ માટે જી-20નું પ્રમુખપદ ગ્રહણ કર્યું છે. આ દરમિયાન 22થી 24 જાન્યુઆરી સુધી બિઝનેસ 20ની શરૂઆતની બેઠકોનું આયોજન ગાંધીનગરમાં કરવામાં આવ્યું છે.
અલગ અલગ સ્થળોએ કુલ 15 જી-20 બેઠકોની યજમાની કરવા માટે ગુજરાત સજ્જ છે. રાજ્યમાં વિવિધ સ્થળો. ગુજરાતમાં ધિરાણ, બેંકિંગ, વેપાર અને રોકાણ, ઉર્જા, શહેરી વિકાસ, પર્યાવરણ અને આબોહવા, પર્યટન અને મહિલા સશક્તિકરણને લગતી મહત્વપૂર્ણ જી-20 ઇવેન્ટ્સનું આયોજન કરશે.ગુજરાતમાં જી-20 અંગેના સમયસરના અપડેટ અને જાણકારીને લોકો સુધી પહોંચાડવા માટે સત્તાવાર સોશિયલ મીડિયા ચેનલ લાઇવ થઇ ગયા છે.
તેમાં જી-20ના અપડેટ્સ સાથે અન્ય રસપ્રદ માહિતી તેમજ ગુજરાતની સંસ્કૃતિને પણ દર્શાવવામાં આવશે. ડિજીટલ માધ્યમથી ગુજરાતની સંસ્કૃતિ, વારસો અને ખાસિયતોને વિશ્ર્વ સમક્ષ પ્રસ્તૂત કરવામાં આવશે અને અહીં પધારેલા ડેલિગેટ્સ પણ તેનાથી માહિતગાર થશે. અત્યાર સુધી આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર મુખ્યમંત્રી તેમજ નાણા મંત્રીના વીડિયો સંદેશ અને ગુજરાતની સંસ્કૃતિની ઝાંખી રજૂ કરવામાં આવી છે.