દેવાની ચુકવણી માટે ‘બફર પીરીયડ’ આપવા ક્રેડાઈની માંગ: એક લાખ કરોડના વેલફેર ફંડની મદદથી કામદારોને મદદ કરશે
હાલ સમગ્ર વિશ્ર્વમાં કોરોનાનો કહેર વ્યાપક પ્રમાણમાં પ્રસરી ગયો છે. કોરોના વાયરસનાં પગલે તમામ ક્ષેત્રોમાં મંદીના વાદળો જોવા મળી રહ્યા છે. શેરબજારમાં પણ પુરતા પ્રમાણમાં ઉથલ-પાથલ જોવા મળી રહી છે ત્યારે દેશમાં રીયલ એસ્ટેટ ક્ષેત્રને પણ કોરોનાની માંદગી લાગી ગઈ છે. ક્રેડાઈ દ્વારા રીયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ આપવા માટે અને કોરોનાની માંદગીમાંથી ઉગાડવા માટે લોન રીપેમેન્ટની અવધી લંબાવવામાં આવશે. સાથોસાથ ક્રેડાઈએ માંગ પણ કરી છે કે, રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં જે દેવાની ચુકવણી કરવા માટે જે સમય મર્યાદા નિર્ધારીત કરવામાં આવી જોઈએ તે કરવાના બદલે વધુનો બફર પીરીયડ આપવા માટે માંગ કરાઈ છે.
કોરોના વાયરસના કારણે અર્થતંત્રને પણ તેની અસર પહોંચી છે. સાથોસાથ રીયલ એસ્ટેટ ક્ષેત્ર સાથે સંકળાયેલી ક્રેડાઈ સંસ્થાએ દેવાની ચુકવણી માટે જે ૯૦ દિવસની સમય મર્યાદા નિર્ધારીત કરેલી છે તેમાં વધુના ૩ માસનો સમય માંગવામાં આવ્યો છે અને તે માટે રજુઆત પણ કરી છે. ક્રેડાઈ દ્વારા સુચવવામાં આવ્યું છે કે, રીયલ એસ્ટેટ પ્રોજેકટને જયારે લોનની જરૂરીયાત આ સમયગાળા દરમિયાન પડે તો તેનો રેટ રેપોરેટ ઉપર નિર્ધારીત કરવામાં આવે. હાલ જે રીતે તમામ બેન્ક આરબીઆઈ પાસે જે વ્યાજદરથી લોન લેતી હોય છે તેજ દર રિયલ એસ્ટેટ સાથે સંકળાયેલા વ્યાપારીઓને આપવામાં આવે. હાલ જે રીતે કોરોના વાયરસ સમગ્ર વિશ્ર્વ ઉપર પોતાનું જાણે આધિપત્ય સ્થાપિત કર્યું હોય ત્યારે કોરોનાની અસર રિયલ એસ્ટેટ ક્ષેત્ર ઉપર ન પડે તે હેતુસર બિલ્ડીંગ એન્ડ અધર ક્ધટ્રકશન વર્કર વેલફેર ફંડમાંથી ૧ લાખ કરોડ રૂપિયાની સહાય તથા સ્વાસ્થ્યને લગતી સુવિધાઓ માટે આ રકમ કર્મચારીઓ માટે ખર્ચવામાં આવશે જેથી ક્ધટ્રકશન ક્ષેત્રે સંકળાયેલા કર્મચારીઓ અને કારીગરોને તેનો મહતમ લાભ મળી રહે.
કોરોનાનાં પગલે હાલ બજારમાં તરલતાનો અભાવ જોવા મળી રહ્યો છે અને જે નાણાકિય લેવડ-દેવડ માટે જે સમય મર્યાદા નિર્ધારીત કરવામાં આવી હોય તેમાં કોઈ વ્યકિત પહોંચી ન શકતા તેને ઘણીખરી તકલીફોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આ તકે નાણાકિય સંસ્થાઓએ વધુ નાણા આપી રીયલ એસ્ટેટ ક્ષેત્રને વેગ મળે તે દિશામાં નિયત પગલા લેવાની અત્યંત જરૂરીયાત ઉભી થઈ છે. સાથોસાથ નવા પ્રોજેકટો કે જે રેરા હેઠળ રજીસ્ટર્ડ કરાવવાના હોય તે સમય મર્યાદામાં પણ વધારો કરવાનું ક્રેડાઈએ સુચવ્યું હતું. હાલ બજારમાં તરલતાનો અભાવ હોવાથી લોકો પાસે અપુરતા નાણા હોવાના કારણે તેઓ તેમની લોનની ભરપાઈ કરવામાં નિષ્ફળ સાબિત થયા છે ત્યારે ક્રેડાઈ દ્વારા તે તમામને ડિફોલ્ટર ન બને તે માટે સમય મર્યાદામાં વધારો કરવાનું પણ જણાવવામાં આવ્યું હતું. જે રીતે દેશની આર્થિક સ્થિતિ હાલ કફોડી બની છે તેમાં પણ રીયલ એસ્ટેટ ક્ષેત્રને તેની માઠી અસરનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે નાણાની ચુકવણી માટે ૯૦ દિવસ સુધી કોઈપણ પ્રકારની તકલીફ લોકોને અથવા તો ઉધોગપતિઓને ન થાય તે માટે માંગણી કરવામાં આવી છે.