રીયલ એસ્ટેટ બ્રોકિંગ બિઝનેસમાં ઓટોમેટીક રૂટથી ૧૦૦ ટકા વિદેશી મુડી રોકાણને મંજૂરી અપાતા વિદેશી કંપનીઓ ક્ધસલ્ટન્સી ફર્મ કોઈપણ ભારતીય પાર્ટનર વિના ખોલી શકશે
સિંગલ બ્રાન્ડ રીટેલ અને રીયલ એસ્ટેટમાં ૧૦૦ ટકા એફડીઆઈની મંજૂરી આપવાનો નિર્ણય કેબીનેટે લીધો છે. આ નિર્ણયથી રીયલ એસ્ટેટ ક્ષેત્રને અઢળક ફાયદા થશે તેવી અપેક્ષા છે. રીયલ એસ્ટેટ બ્રોકિંગ બિઝનેસમાં ઓટોમેટીક રૂટથી ૧૦૦ ટકા વિદેશી મુડી રોકાણને મંજૂરી અપાઈ છે. એટલે કે, વિદેશી પ્રોપર્ટી ક્ધસલ્ટન્સી કંપનીઓ કોઈપણ ભારતીય પાર્ટનર વિના અહીં પોતાની બ્રાન્ચ ખોલી શકે છે.
આ ઉપરાંત હવે ખાનગી એરલાઈન્સની જેમ ૧૦૦ ટકા વિદેશી રોકાણમાં જાહેર એરલાઈન્સને પણ આવરી લેવાઈ છે. એર ઈન્ડિયા ૪૯ ટકા રોકાણના નિયમમાંથી બહાર હતી. આ શરત હટાવી દેવાઈ છે. હવે વિદેશી એરલાઈન્સ એર ઈન્ડિયામાં પણ ૪૯ ટકા રોકાણ કરી શકે છે. પ્રત્યેક્ષ અથવા પરોક્ષ રીતે વિદેશી રોકાણની કુલ મર્યાદા ૪૯ ટકા થશે. પરિણામે સરકારને ૪૮૮૭૭ કરોડ રૂપિયાના દેવાવાળી એર ઈન્ડિયાને વેંચવામાં સરળતા થઈ જશે. ૫૧ ટકા ઈક્વિટી ભારતીય કંપની અથવા વ્યક્તિ પાસે રહેશે.
રીયલ એસ્ટેટ બ્રોકિંગ બિઝનેશમાં ઓટોમેટીક રૂટથી ૧૦૦ ટકા વિદેશી મુડી રોકાણની મંજૂરી અપાતા રીયલ એસ્ટેટ ક્ષેત્રને બુસ્ટર ડોઝ મળશે. અગાઉ બહુરાષ્ટ્રીય પ્રોપર્ટી ક્ધસલ્ટન્સ માટે ૧૦૦ ટકા એફડીઆઈની મંજૂરી હતી પરંતુ નોટિસ વિના તે બંધ કરી દેવાઈ હતી. જો કે, વિદેશી કંપનીઓ હવે કેબીનેટની મંજૂરી બાદ ફરીથી ક્ધસલ્ટન્સી ફર્મ ખોલી શકશે.
જીએસટી અને રેરાને લઇ મકાનો સસ્તા થયા
નોટબંધી, રેરા અને જીએસટીની અમલવારીના કારણે દેશમાં મકાનો સસ્તા થયા છે. સરકારે લીધેલા આર્થિક નિર્ણયોના પગલે રેસીડેન્સીયલ રીયલ એસ્ટેટના ભાવમાં ગાબડુ પડયું છે. અલબત મકાનોનું વેંચાણ પણ ઓછુ થઈ રહ્યું હોવાનું માનવામાં આવે છે. નાઈટ ફ્રેન્કના રિપોર્ટ અનુસાર શહેરોમાં મકાનના ભાવમાં ત્રણ ટકા સુધીનો ઘટાડો થયો છે. પુનામાં સૌથી વધુ ૭ ટકાની અસર જોવા મળી છે. સરકારના નિર્ણયોના કારણે ઘણા પ્રોજેકટ પણ ધીમા પડી ગયા હોવાનું કહેવાય છે.