છેલ્લા એક દાયકામાં અનેક ઉઠામણા, સરકારી કાયદા અને વ્યાજનાં બોજથી દબાઇને જર્જરિત થયેલું દેશનું રિયલ એસ્ટેટ માર્કેટ ફરી પાછું રિનોવેટ થઇ રહ્યું છે, નવા લે-આઉટ સાથે, નવા ક્ધસેપ્ટ સાથે અને નવા મુડીરોકાણ સાથે..! જેમ ભૂકંપનાં જોરદાર  ઝટકા બાદ એ વિસ્તારનું નવીનીકરણ થાય એમ આ સેક્ટર રૂપરંગ બદલી રહ્યું છે. કોવિડ-૧૯ ના રોગચાળાએ જેમ દેશના સંખ્યાબંધ ઉદ્યોગોને ટકી રહેવાના પડકાર આપ્યા છે તેમ રિયલ એસ્ટેટ સેક્ટરને નવીન તકો આપી છે.વૈશ્વિક પ્રોપર્ટી માર્કેટનો અભ્યાસ ધરાવતી એક કંપનીનાં અભ્યાસ અનુસાર ભારતનું રિયલ એસ્ટેટ બજાર ૨૦૨૧ માં નવા છ અબજ ડોલરનું મુડીરોકાણ લાવશે, જે એક વર્ષમાં આશરે ૩૦ ટકાનો સુધારો સુચવે છે. ભારતીય રોકાણકારોની માનસિકતા બદલાતા  અને લોકોની કામ કરવાની શેલી બદલાવાના કારણે રિયલ એસ્ટેટ બજારમાં છેલ્લા બે ત્રિમાસિક ગાળામાં બિલ્ડરોના ચહેરા ઉપર રોનક જોવા મળે છે.  દેશની ઇકોનોમીનો એક આધારસ્તંભ ગણાતું રિયલ એસ્ટેટ સેક્ટર કૄષિક્ષેત્ર બાદ બીજા ક્રમાંકનું સૌથી મોટું રોજગાર લક્ષી સેક્ટર છે. અને તે દેશના અન્ય આશરે ૨૨૫ સેક્ટરો સાથે સીધું કે આડકતરું જોડાયેલું છે. દેશની ઇકોનોમીમાં આશરે સાત ટકા જેટલો ફાળો આપે છે. જે આગામી પાંચ વર્ષમાં ૧૩ ટકા જેટલો ફાળો આપતું બનશે. ૧૯૮૫ ની સાલ બાદ નો ચાર્ટ   જોઇએ તો જણાય છે કે રિયલ એસ્ટેટનો કારોબાર છેલ્લા થોડા સમયમાં રોકાણકારોને સૌથી વધારે અને લાંબા ગાળાનું વળતર આપે છે. જુલાઇ-૨૦ થી સપ્ટેમ્બર-૨૦ના ત્રિમાસિક ગાળામાં રેસિડેન્શ્યલ પ્રોપર્ટીના વેચાણમાં કોવિડ-૧૯નાં રોગચાળાનાં સમય પહેલા જે બજાર હતું એટલા સ્તર સુધી પહોંચાડવામાં આવ્યું છે.  દેશનાં વિવિધ ઝોનલ સેક્ટરની સ્થિતીનો અહેવાલ એવું જણાવે છે કે સાઉથ તથા નોર્થ ઝોનમાં ફ્યુચર સેન્ટીમેન્ટ ઇન્ડેક્ષ સૌથી વધારે સુધારો દેખાડે છે. ત્રિજા ત્રિમાસિકમાં  સાઉથ ઝોનમાં ઇન્ડેક્ષ ૪૨ થી વધીને  ૬૫ ટકા સુધી ગયો છે. આજ રીતે નોર્થઝોનમાં કારોબાર ૩૮ ટકા થી ૫૫ ટકા થયો છે. જ્યારે ઇસ્ટ ઝોનમાં ઇન્ડેક્ષ ૫૦ સુધી ગયો છે અને વેસ્ટ ઝોનમાં ૪૭ આવ્યો છે.  આગામી દિવસોમાં રેસિડેન્શ્યલ પ્રોપર્ટી લેનારા મોટી જગ્યાનો, હાઇજીન, કેપ્ટીવ એમિનીટીજ, ઓફિસ સ્પેસ જેવ. માગણીઓ રાખવાના છે. દેશમાં ફાઇનાન્શયલ તેમજ ઇન્ફોમેર્મેશન ટેકનોલોજી સેક્ટરનાં શરૂ થયેલા વર્ક ફ્રોમ હોમના ક્ધસેપ્ટ ના કારણે હવે લોકોને મોટી અથવા તો વધારે પ્રઇવસી વાળી જ્ગ્યા  માગતા થયા છે.

આ ઉપરાંત સરકારે કરવેરામાં અને બેન્કોએ વ્યાજનાં દરમાં રાહતો જાહેર કર્યા  મુંબઇમા તો  સ્થાનિક સરકારે કરવેરા અડધા કરવાની જાહેરાત કરી છે. તેથી  સૌના બોજ પણ હળવા થતાં દેખાતા હતા.હાલમાં પરિસ્થતિ એવી છે કે પ્રોપર્ટી લેવી કે નહી તેની લાંબા સમયથી મુઝવણ અનુભવી રહેલા લોકો પણ હવે મુડીરોકાનનાં સાહસ કરવા મેદાનમાં આવી રહ્યા છે. હજુ પણ માર્કેટને આસા છે કે આગામી બજેટમાં નાણા્ પ્રધાન રિયલ એસ્ટેટ સેક્ટર માટે વિશેષ જોગવાઇની જાહેરાત કરશે.   યાદ રહે કે રિયલ એસ્ટેટ એક એવું સેક્ટર છે જેમાં એક મિડલ ક્લાસ માણસ વર્ષો સુધી બચત કરે છે અને તેની બચત એક પ્રોપર્ટીની ખરીદી સાથે બજારમાં વહેતી થાય છે જે બજારમામ એક પ્રકારે લિક્વીડટિી લાવવા નું કામ કરે છે. આંકડાકીય ગણિત જોઇએ તો હાલમામ ભડાની આવક મુડીરોકાણનાં ત્રણ ટકા જેટલી છે  સામાપક્ષે નવી પ્રોપટીની ખરીદી ઉપર વ્યાજ છ થી સાત ટકા જેટલું રહે છે. તેથી માત્ર-ચાર ટકાના નવા લોડ સાથે આ સેક્ટરમાં રોકાણ કરવાનું હિતાવહ છે. બાખ. હોય તો મિલક્ત લેનારને વ્યાજની રકમ આવક વેરામાં બાદ મળે છે તેથી તેમનું સાચું ઇન્વેસ્ટમેન્ટ તો એના કરતાં પણ સસ્તું એટલે કે આશરે પાંચ ટકા વ્યાજ દર જેટલું થઇ જાય છે. અત્રે એકવાત ખાસ નોંધનીય છે કે વર્ક ફ્રોમ હોમના ક્ધસેપ્ટના કારણે કમર્શ્યલ સ્પેસની ડિમાન્ડ હાલમાં ઘટી છે પરંતુ આગળ જતાં શું થશૈ તે સમજાતું નથી. જો ડિમાન્ડ નીકળશે તો આ સેગ્મેન્ટમામ આંધળી તેજી આવશે. મતલબ કે કમશર્શયલ સેગ્મેન્ટમાં હાલમાં એવા લોકો મુડી રોકાણ કરી સકે છે જેમને વધારે જોખમ લઇને વધારે રૂપિયા કમાવાની ગણતરી હોય.

ટવીટનું ટવીટર…

હાલમાં રિયલ અસ્ટેટ ઇન્વેસ્ટમેન્ટ ટ્રસ્ટમાં લોકો ઇન્વેસ્ટ કરતા થયા છે જે આ એક એવો ક્ધસેપ્ટ છે જાણે રોકાણકાર કહે છૈ કે તું નહીં તો તારો ફોટો પણ ચાલશે..,. અમને અમારા રોખાણ ઉપર વળતર મળવું જોઇએ!

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.