રિયલ એસ્ટેટ અને જવેલર્સની લોભામણી સ્કીમોને છેતરપીંડી ગણી લેવાશે આમ, આવી સ્કીમો ચલાવનારાનું હવે આવી બન્યું છે. આવા લોકો પર તૂટી પડવા સરકાર સજજ બની છે. જેના પગલે ‘બેનીગ ઓફ અનરેગ્યુલેટેડ ડીપોઝીટ સ્કીમ બિલ’ને કેબીનેટે મંજુરી આપી દીધી છે. આશા રાખવામાં આવે છે કે હવે આ બીલ સંસદમાં ખુબ જલ્દી રજુ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે ખાસ કરીને રીયલ એસ્ટેટ સેકટર અને જવેલરી સેકટરમાં કેટલાક બિઝનેશમેન ‘એસ્યોર્ડ રીટર્ન’ની સ્કીમો બહાર પાડે છે.
આ તમામ સ્કીમો ખોટી હોય છે તેવું પણ નથી. પરંતુ આવા વેપારીઓમાં કેટલાક લેભાગુઓ છેતરામણી જાહેરાતો કરીને આકર્ષક વળતર ની લાલચ આપીને અંતે છેતરપીંડી કરે છે. પરંતુ તેઓ કાયદાની છટકબારી શોધી લે છે અને આબાદ બચી જાય છે.
જો કે હવે આવું થવાની કોઇ જ ગુંજાઇશ નથી કેમ કે અનરેગ્યુલેટેડ ડીપોઝીટ સ્કીમ બીલને કેબીનેટે મંજુર કરી દીધું છે. હવે સંસદમાં રજુ થશે.
આવી સ્કીમો બંગાળ, ઓડીશા અને ઝારખંડમાં ઘણી ચાલે છે જેનો ભોગ મોટાભાગે નબળા વર્ગના લોકો બને છે. નોઇડાની અમુક કંપની પણ આમાં સંડોવાઇ હોવાનું બહાર આવ્યું હતું.
ટૂંકમાં હવે આવી લોભામણી સ્કીમોને છેતરપીંડી ગણી લેવાશે.