રાજકોટ બિલ્ડર એસો. યુથ વિંગ દ્વારા આયોજન
રિયલ એસ્ટેટ નિષ્ણાંતો ચર્ચા કરશે, માર્ગદર્શન આપશે, એક હજારથી વધુ ઝૂમ ફેસબૂકથી લોકો લાઈવ જોડાશે
ક્રેડાઈ રાજકોટ બિલ્ડર એસોસીએશન દ્વારા તા.૧૩ મેને બુધવારે સાંજે ૫ કલાકે એસોસીએશનની યુથ વિંગના સહકારથી ‘રિયલ એસ્ટેટ આફટર લોકડાઉન’ એક વેબિનારનું આયોજન કરાયું છે.
રિયલ એસ્ટેટ, અર્થતંત્ર, ખરીદ રોકાણકારોને માર્ગદર્શન સહિતની બાબતો સાથે હાલના સમયમાં માર્ગદર્શન આપવા સાથે સાથે પ્રશ્નોતરી પણ રાખવામાં આવી છે.
બિલ્ડર એસોસિએશનના અગ્રણી પરેશભાઈ ગજેરા તથા ટીમ આરબીએ જણાવ્યા મુજબ તા.૧૩ને બુધવાર સાંજે પાંચ કલાકે યોજાયેલા આ વેબિનારનું લાઈવ ઓન ઝુમ, ફેસબુક પર કરવામાં આવશે.
આવનારા સમયમાં રિયલ એસ્ટેટ માર્કેટ કેવું હશે? અર્થતંત્રમાં બાંધકામ ઉદ્યોગનો હિસ્સો, ખરીદનાર અને રોકાણકારોને માર્ગદર્શન, પ્રશ્નો તથા તેનું નિરાકરણ આ વેબિનારમાં કરવામા આવશે.
આ વેબિનારમાં નિષ્ણાંતો આર.કે. ગ્રુપના સર્વનંદ સોનવાણી, લાડાણી એસોસીએશનના દિલીપ લાડાણી, શિલ્પ ગ્રુપના અમિત ત્રાંબડીયા, ડેકોરા ગ્રુપના નિખિલ પટેલ વગેર જોડાશે અને માર્ગદર્શન આપશે.
લોકોનો રિયલ એસ્ટેટ અંગેનાં પ્રશ્નો રિસર્ચ, રાજકોટના રિયલ એસ્ટેટનો આગામી સમય કેવો હશે? તે અંગે સચોટ માર્ગદર્શન માહિતી અપાશે અને લોકોના પ્રશ્ર્નોના જવાબો અપાશે.
આ વેબિનારમાં અનેક બિલ્ડરો, તજજ્ઞો, રોકાણકારો ખરીદનારાઓ અને રીયલ એસ્ટેટ એજન્ટો જોડાશે વેબિનારમાં અંદાજે ૧ હજારથી વધુ લોકો લાઈવ જોડાશે. રાજય તથા દેશ વિદેશમાં લાખો લોકો આ કાર્યક્રમને જોઈ શકે તે માટે યુવા ટીમે જોરશોરથી તૈયારીઓ કરી છે.
આ વેબિનારમાં લાઈવ જોડાવા માટે તથા જોવા માટે કલીક કરો www.facebook.com/rbarajkot વધુ માહિતી માટે રણધીરસિંહ જાડેજા મો. ૯૮૨૫૫ ૮૨૧૦૬ અથવા હાર્દિકભાઈ શેઠ મો.નં. ૯૮૭૯૧૮૮૦૭૧ ઉપર સંપર્ક કરવા બિલ્ડર એસો.ની એક યાદીમાં જણાવાયું છે.