જય વિરાણી, કેશોદ: અવાર નવાર મારપીટ,ચોરી, લૂંટફાટ અને, હત્યાના કેસ સામે આવે છે. જેમાં મુખ્તેવ નજીવી બાબત અંગે આવા કૃત્ય કરવામાં આવે છે. હાલ જૂનાગઢ જિલ્લાના કેશોદમાં એક હુમલાની ઘટના સામે આવી છે. જેના સામાન્ય બાબતમાં મિલ માલિકને 2 ઈસમોએ છરીના ઘા ઝીંકી દીધા હતા.
કેશાેદના ગંગનાથ પરા વિસ્તારના સીંગદાણા ઓઇલ મીલ માલીક પર સીંગદાણા ખાલી કરવા બાબતે રકઝક થઈ હતી. આ રકઝકમાં ટ્રક ડ્રાઇવર અને એક શખ્સે છરી વડે માલિક પર હુમલો કર્યો હતો. કારખાના માલીકને ગંભીર ઇજા પહાેંચતાં રાજકાેટ ખસેડવામાં આવ્યા હતાં. પાેલીસે બંન્ને શખ્શાેને પકડવા ચક્રો ગતીમાન કર્યા છે.
મળતી વિગતાે મુજબ અજાબ રાેડ પર ગંગનાથપરા વિસ્તારમાંં આવેલ કામનાથ ઓઇલ મીલમાં એક ટ્રકમાંથી સીંગદાણા ખાલી કરવામાં આવી રહ્યા હતાં. તે સમયે સીંગદાણા બાેરીમાં ભેજ હાેવાનું જણાતાં ઓઇલ મીલ માલીક ભરત રામજી ગાેંડલિયા અને ટ્રક ડ્રાઇવર વચ્ચે બાેલાચાલી થઇ હતી. આથી ગુસ્સે ભરાયેલા અન્ય એક શખ્શ સહિત 2 ઇસમાેએ ભરતભાઇ ઉપર છરી વડે ખુની હૂમલાે કરી ફરાર થઈ ગયા હતા.
ઇજાગ્રસ્ત મિલ માલિકને સરકારી હાેસ્પિટલ લઇ જતાં વધુ સારવારની જરૂર હતી તેથી જુનાગઢ અને બાદમાં રાજકાેટ ખસેડવામાં આવ્યા હતા. પાેલીસે ઇજાગ્રસ્તના પિતાની ફરીયાદ આધારે 307, 323, 114, 504, 506(2) ગુન્હાે નાેંધી તપાસ હાથ ધરી છે. પોલીસે શાબિર હુસેન દલ, રીઝવાન રજાક અમરેલિયાને રાઉન્ડ અપ કરી કાેવિડ ટેસ્ટ સહિતની પ્રક્રિયા હાથ ધરી હતી.