રાજકોટ શહેરને પીવાનું પાણી પૂ‚ પાડતો આજી ડેમ અત્યારે મહદ અંશે ખાલી છે પરંતુ આંખોને ખટકતું આ દ્રશ્ય હવે ભવિષ્યમાં કદાચ ક્યારેય જોવા ની મળે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ નર્મદા નીર આજી ડેમમાં ઠાલવવા માટેનો પ્રોજેક્ટ પૂર્ણ વાના આરે છે અને નર્મદાના નીરના અવતરણની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે આજી ડેમમાંી કચરો સાફ કરવા માટે આજે સફાઈ ઝુંબેશ હા ધરવામાં આવેલ હતી તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ૨૫ સફાઈ કામદારો, સુપરવાઈઝર, નાયબ પર્યાવરણ ઈજનેર પ્રજેશ સોલંકી, એસ.એસ.આઈ. ભરત ટાંક વગેરેની ટીમ સવારી જ આજી ડેમ ખાતે પહોંચી ગઈ હતી. સફાઈ કામદારોએ ડેમમાંી આશરે અઢી ી ત્રણ ટન જેટલો કચરો બહાર કાઢ્યો હતો. મ્યુનિ. કમિશનરએ વિશેષમાં ઉમેર્યું કે, નર્મદાના નીરનું આજી ડેમ ખાતે આગમન નાર છે ત્યારે લોકો પણ આગામી દિવસોમાં આજી ડેમ સ્વચ્છ બની રહે તેની કાળજી રાખે, અને કચરો ડેમમાં નાંખવાને બદલે નજીકની કચરાપેટીનો ઉપયોગ કરે તેવી જાહેર જનતાને અપીલ કરાય છે.
Trending
- Tasty and healty: શિયાળામાં આદુની ચટણી તમારા ભોજનનો વધારશે સ્વાદ
- અમરેલી: કોંગ્રેસ કાર્યાલય ખાતે જીલ્લા યુવક કોંગ્રેસની કારોબારીની બેઠક યોજાઈ
- જુનાગઢ: નાતાલના પર્વને લઇ ગિરનાર પર પ્રવાસીઓની ભીડ
- નલિયા: પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈના શતાબ્દી મહોત્સવની કરી ઉજવણી
- Lookback 2024 sports: ભારતીય રમતો 2024માં ટોચની 5 ચોંકાવનારી ઘટનાઓ
- બગસરા: મામલતદાર કચેરી ખાતે તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
- રાત્રે પથારીમા પડ્યા ભેગું ઓવરથીંકીંગ ચાલુ થઇ જાય છે!!!
- ઝઘડિયામાં 10 વર્ષીય બાળકીને પીંખનાર આરોપીને પોટેન્સી ટેસ્ટ માટે સુરત લવાયો