હાલની પરિસ્થિતિને ધ્યાને લઇ ફૂડ ઉપર ૪૦ ટકાનું આકર્ષક ડિસ્કાઉન્ટ: ગ્રાહકોની સુરક્ષા માટે રખાતી ખાસ તકેદારી: શહેરની બહાર આહલાદક વાતાવરણ વચ્ચે મનપસંદ સ્વાદિષ્ટ વાનગીઓનો લેવા જેવો લ્હાવો
રાજકોટીયન્સ હવે સ્વાદિષ્ટ વાનગીઓનો ચટાકો માણવા તૈયાર થઈ જજો. કારણકે ખ્યાતનામ ગ્રીન લીફ રિસોર્ટમાં રેસ્ટોરન્ટ ફરી ધમધમતું થઈ ગયુ છે. જ્યા હાલની પરિસ્થિતિને ધ્યાને રાખીને ૪૦ ટકાનું માતબર ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. વધુમાં શહેરની બહાર આવેલા આ રેસ્ટોરન્ટમાં આહલાદક વાતાવરણ વચ્ચે જમવાનો લ્હાવો કઈક અલગ જ હોય તો આ લ્હાવો લેવાનું ચૂકવા જેવું નથી.
અનલોક-૧માં ઘણી બધી છૂટછાટ મળી છે. ખાસ કરીને થોડા દિવસો પૂર્વે હોટેલ અને રેસ્ટોરન્ટને પણ છૂટછાટ આપવામાં આવી છે. ત્યારે શહેરની બહાર ઘંટેશ્વર પાસે આવેલા ગ્રીન લીફ રિસોર્ટમાં પણ રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવ્યું છે. આ રેસ્ટોરન્ટમાં અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ છે. ઉપરાંત ખાસ તકેદારી પણ લેવામાં આવી રહી છે. અહીં તમામ સ્ટાફ પૂરતી સાવચેતી સાથે કામ કરે છે અહીં આવતા ગ્રાહકો માટે સેનેટાઇઝર સહિતની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
લોકડાઉનના કારણે ઘણા લાંબા સમયથી લોકોને બહારનું ટેસ્ટી ફૂડ ખાવા મળ્યું ન હતું. પરંતુ હવે ગ્રીન લીફ રિસોર્ટમાં રેસ્ટોરન્ટ શરૂ થતા લોકોને અહીંથી ટેસ્ટી ફૂડ ખૂબ વ્યાજબી ભાવે મળશે. હાલની પરિસ્થિતિમાં લોકો ઉપર આર્થિક સંકટ તોળાઈ રહ્યું હોય જેને ધ્યાને રાખીને અહીંના રેસ્ટોરન્ટમાં ફૂડ ઉપર ૪૦ ટકાનું માતબર ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. આમ આ રેસ્ટોરન્ટમાં લોકોને સ્વાદિષ્ટ અને ચોખ્ખું ફૂડ તે પણ ઓછા ભાવે મળવાનું છે.
રિસોર્ટમાં સરકારની તમામ ગાઈડલાઈનનું ચુસ્ત પાલન: એમ.એન.પૂજારી
ગ્રીન લીફ રિસોર્ટના જનરલ મેનેજર એમ.એન. પુજારીએ જણાવ્યું કે લોકડાઉન બાદ હવે સરકાર દ્વારા રેસ્ટોરન્ટને છૂટછાટ આપવામાં આવી છે. જેથી ગ્રીન લીફ રિસોર્ટમાં તમામ નિયમોનું પાલન કરીને રેસ્ટોરન્ટ શરૂ કરવામાં આવ્યું છે. હાલ ૨૫ ટકા સ્ટાફ સાથે જ કામગીરી શરૂ કરવામાં આવી છે. ખાસ કરીને રાજકોટમાં આવેલ અન્ય રેસ્ટોરન્ટની તુલનામાં ગ્રીન લીફ રિસોર્ટનું રેસ્ટોરન્ટ ક્વોલિટીના લીધે થોડું મોંઘું હતું. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈને ૪૦ ટકા જેટલો ભાવ ઘટાડવામાં આવ્યો છે. જેથી મધ્યમ વર્ગ પણ રેસ્ટોરન્ટમાં આવીને જમી શકશે. અહીં સોશિયલ ડિસ્ટન્સનું ખાસ પાલન કરવામાં આવે છે.જેમાં ગ્રાહકોનો પણ ભરપૂર સહયોગ મળે છે.