આ તમામ ખોરાક ડાયાબિટીસ, મેદસ્વિતા અને કેન્સરને નોતરે છે.
લોકોની જીવનશૈલી અને ખોરાકની આદત અનેક પ્રકારના રોગ ને નોતરે છે ત્યારે રિસર્ચ અને અભ્યાસમાં એ વાત સામે આપી કે રેડીમેટ મળતા ફૂડ પેકેટો મગજને નુકસાન કરે છે અને ઘણી વિકટ પરિસ્થિતિનું પણ નિર્માણ કરે છે. મનોસ્થિતિ સ્વસ્થ રહે તે માટે દરેક લોકોએ પોષણયુક્ત ખોરાક લેવો ખૂબ જરૂરી છે જેથી તેઓ સંપૂર્ણ રીતે સ્વસ્થ રહી શકે અને કેન્સર, મેદસ્વિતા અને ડાયાબિટીસ જેવા રોગથી તેઓ બચી શકે. સ્વસ્થ રહેવા માટે એક સારી શરૂઆત એ રીતે કરી શકાય કે આપણે શું ખાઈએ છીએ તેનું નિરીક્ષણ કરવું.શરીર યોગ્ય રીતે કાર્ય કરે તે માટે આપણે પૂરતાં વિટામિન લેવાં જોઈએ અને સારા પ્રમાણમાં પોષકતત્ત્વો ધરાવતો સંતુલિત આહાર લેવો જોઈએ.
ફાસ્ટ ફૂડ જે લોકો ખાય છે તે લોકોનું વજન ઝડપથી વધે છે અને વજન વધવાની માઠી અસર સૌથી વધારે હૃદય પર થાય છે. ફાસ્ટ ફૂડમાં સોડિયમનું પ્રમાણ વધારે હોય છે. આ સોડિયમ હૃદયની બીમારીનું કારણ બને છે. પરંતુ ફાસ્ટ ફૂડની આદત છોડી દેવાથી ટાઈપ 2 ડાયાબિટીસનું જોખમ ઘટી જાય છે. ફાસ્ટ ફૂડમાં ઉપયોગમાં લેવાતા તેલ શરીરમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારી દે છે. જો તમે ફાસ્ટ ફૂડ ખાવાનું બંધ કરી દેશો તો તમારે કોલેસ્ટ્રોલની ચિંતા કરવી નહીં પડે. ફાસ્ટ ફૂડ, જંક ફૂડ સ્વાસ્થ્ય માટે જોખમી છે તે તો તમે હજારો વખત સાંભળી લીધું હશે. જો તમે નિયમિત રીતે ફાસ્ટ ફૂડ ખાતા હોય અને તેને તુરંત ખાવાનું બંધ કરશો તો કેટલાક ફાયદા તમને તુરંત જોવા મળશે.
સ્ટ્રીટ ફૂડ અને જંક ફૂડ ખાવાની ઈચ્છા નાના મોટા સૌ કોઈને તુરંત થઈ જાય છે. આ પ્રકારની ખાદ્ય સામગ્રી સ્વાદથી ભરપૂર લાગે છે પરંતુ તે ધીમા ઝેર સમાન શરીર પર અસર કરે છે. ફાસ્ટ ફૂડ ખાવાથી શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ થાય છે. આશ્ચર્યની વાત તો એ છે કે આપણે સૌ જાણીએ છીએ કે ફાસ્ટ ફૂડ ખાવાથી શરીરને નુકસાન થાય છે.
દિલ-દિમાગ સહિત શરીરના બધા જ અંગોના વ્યવસ્થિત કામકાજ માટે નસોનું સરખી રીતે કામ કરવું જરૂરી છે. ઘણી વખત ખાણી-પીણીની ખોટી આદતોને કારણે નસોમાં પ્લેક જમા થતો રહેતો હોય છે. જેને સામાન્ય ભાષામાં ગંદકી કહેવામાં આવે છે. એક સમય પછી તેની માત્રા વધવાથી નસો બ્લોક થઈ શકે છે. જાહેર છે કે, એવું થવાથી શરીરમાં રક્તપ્રવાહ ધીમો પડી શકે છે અથવા તો અટકી જાય છે. આમ રક્ત પ્રવાહ અટકવાથી આખા શરીર પર તેની અસર જોવા મળે છે.