ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે, તેઓ નોર્થ કોરિયાના સરમુખત્યાર કિમ જોંગ ઉન સાથે વાતચીત માટે એકદમ તૈયાર છે. આ મુલાકાત માત્ર ફોટો પડાવવાથી ક્યાંય આગળ સાબિત થશે. ટ્રમ્પ અને કિમ ૧૨ જૂનના રોજ સિંગાપોરના સેન્ટોસા દ્વિપના એક રિસોર્ટમાં મુલાકાત કરશે. આ મુલાકાતના કવરેજ માટે અહીં વિશ્વના અંદાજિત ૨૫૦૦ જર્નાલિસ્ટ પહોંચશે.
ટ્રમ્પે કોન્ફરન્સમાં વાત કરતા કહ્યું કે, મને લાગે છે હું મુલાકાત માટે સંપુર્ણ રીતે તૈયાર છું. મને નથી લાગતું કે મેં આના માટે પુરતી તૈયારીઓ કરી છે. આ તમારી ઇચ્છા પર નિર્ભર કરે છે કે તમે ચીજોને લઇને શું વિચારો છો. પરંતુ એ પણ હકીકત છે કે, આ મુલાકાત માટે અમે લાંબા સમયથી તૈયારીઓ કરી રહ્યા હતા. એક સવાલના જવાબમાં ટ્રમ્પે એમ પણ કહ્યું કે, આ મુલાકાતનો હેતુ માત્ર ફોટો પડાવવાથી ક્યાંય અલગ સાબિત થશે. આ એક પ્રક્રિયા છે, હું આવું પહેલાં પણ કહી ચૂક્યો છું. નોર્થ કોરિયાએ પોતાના અનેક દુશ્મન તૈયાર કરી લીધા છે. કેટલાંક દેશો તેઓને પસંદ નથી કરતાં. મારી કોશિશ એ રહેશે કે, આનાથી એક સારાં સંબંધોની શરૂઆત થાય.
હું એવું કહેવાનું પસંદ કરીશ કે એક જ મુલાકાતમાં ડીલ થઇ જાય, કદાચ આ શક્ય પણ છે.ટ્રમ્પે કહ્યું, નોર્થ કોરિયાએ પોતાના પરમાણુ કાર્યક્રમ બંધ કરી દીધા છે. જો તેઓએ આવું ન કર્યુ હોત તો આ સ્વીકાર્ય ના હોત. અમે તેઓના પર લગાવેલા પ્રતિબંધ નથી હટાવી શકતા. હાલ આ મુદ્દે કંઇ પણ કહેવું યોગ્ય નહીં ગણાય.
તમે ઇરાનનું જ ઉદાહરણ લઇ શકો છો, તેના ઉપર પણ ઘણાં કડક પ્રતિબંધ લગાવવામાં આવે છે. તેઓ આ વાતને સારી રીતે સમજે છે, પરંતુ તેના ઉપર કામ નથી કરી રહ્યા.