મુખ્યમંત્રી રૂપાણી અને પૂજય રમેશભાઇ ઓઝાની ઉ૫સ્થિતિમાં થશે શુભારંભ
ફુડ કોર્ટ, સેલ્ફી પોઇન્ટસ, કલાકૃતિઓ, સૌરાષ્ટ્રની ઝાંખી કરાવતું પેઇન્ટીંગ સહિતના પુષ્કળ આકર્ષણ કેન્દ્રો સાથે આ વખતનો બુક ફેર ઝળહળશે
ગુજરાતભરના વિખ્યાત પ્રકાશકોના ૨૫૦ થી પણ વધુ બુકસ્ટોલ તથા કલા, સાહિત્ય અને સમાજ જીવનમાં અગ્રણી ગણાતા પુષ્કળ મહાનુભાવો સાથે દૈદિપ્યમાન થઇ ઉઠશે રાજકોટ
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના સંયુકત ઉપક્રમે આયોજીત સૌરાષ્ટ્ર બુક ફેર એન્ડ લિટરેચર ફેસ્ટીવલનો શુભારંભ આગામી તા. ૨૫ થી ર૯ જાન્યુઆરી ૨૦૨૦ દરમ્યાન ધર્મેન્દ્રસિંહજી કોલેજ કેમ્પસ ગ્રાઉન્ડ ખાતે થશે. રપ મી શનિવારે સવારે ૯ વાગ્યે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને સંત પં. પૂ. રમેશભાઇ ઓઝાની વિશેષ ઉ૫સ્થિતિ સાથે સૌરાષ્ટ્ર બુક ફેર લિટરેચર ફેસ્ટીવલની શુભ શરુઆત થશે. આ કાર્યક્રમમાં ખાસ આમંત્રિત રાજકોટ શહેરના સાંસદ મોહનભાઇ કુંડારીયા, ધારાસભ્ય ગોવિંદભાઇ પટેલ, અરવિંદભાઇ રૈયાણી, લાખાભાઇ સાગઠીયા, ગુજરાત રાજય ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, ભાજપ શહેર પ્રમુખ કમલેશભાઇ મીરાણી, નીતીનભાઇ ભારદ્વાજ, શ્રીમતિ અંજલીબેન રૂપાણી આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉ૫સ્થિત રહેવાનાં છે.
મેયર શ્રીમતિ બીનાબેન આચાર્ય, ડે. મેયર અરવિંદભાઇ મોલીયા, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઇ જાગાણી, સમાજ કલ્યાણ સમિતિ ચેરમેન આશિષભાઇ વાગડીયા, સૌરાષ્ટ્ર યુનિ. ના વાઇસ ચાન્સેલર પ્રો. નીતીનભાઇ પેથાણી, પ્રો. વાઇસ ચાન્સેલર વિજયભાઇ દેશાણી, રજીસ્ટ્રાર તમામ સીન્ડીકેટ સભ્યોની આગેવાની હેઠળ એકેડેમીક કાઉન્સીલના સભ્યો, સેનેટ સભ્યો, તમામ પ્રિન્સીપાલો, રાજકોટ મ્યુનિ. કોર્પોરેશનના સભ્યો આ બુકફેરને સફળ બનાવવા ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.
શબ્દ, સાહિત્ય અને કલાનો ત્રિવેદી સંગમ ગણાતી આપણી સૌરાષ્ટ્ર ધરા ફરી એકવાર અનન્ય એવા લિટરેચર ફેસ્ટિવલના રંગે રંગાવા જઇ રહી છે. સવારે ૧૦ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી સતત કાર્યરત રહેનારા શબ્દ મહોત્સવમાં અલગ અલગ પ્રકારના વર્કશોપ અને વકતવ્યોનું આયોજન કરવામાં આવ્યું છે. સર્જન વર્કશોપ, સાહિત્ય તરવરાટ સંઘ્યા, શબ્દ સઁવાદ, કિડસ વર્લ્ડ, ઓથર્સ એન્ટરપ્રિન્યોરશીપ કોર્નર ઉ૫રાંતના અનેક સેસન્સ થકી સાહિત્ય કલાપ્રેમીઓની તૃષા સંતોષવા માટેના કાર્યક્રમો ગોઠવાયા છે.
જેમાં ગુજરાતભરમાંથી પોતપોતાના ક્ષેત્રનાં નિષ્ણાંતો તેમજ વકતાઓ હાજરી આપશે. આર.આર. શેઠ નવભારત સાહિત્ય મંદીર વગેરે જેવા વિખ્યાત પ્રકાશકોના રપ૦ થી પણ વધુ બુક સ્ટોલ, ઓથર્સ કોર્નર, ફુડ કોર્ટે બાળકો માટેના વિશેષ કાર્યક્રમો, સેલ્ફી પોસન્ટસ કલા સાહિત્ય સમાજજીવનના વિકાસને પ્રગટ કરતી કલાકૃતિઓ સૌરાષ્ટ્રની ઝાંખી કરાવતું પેઇન્ટીંગ સહિતના પુષ્કળ આકર્ષણ કેન્દ્ર સાથે આગામી પાંચ દિવસનો ગાળો સૌરાષ્ટ્રની જનતા માટે તહેવાર સમાન પુરવાર થશ એ વાતને ખાતરી! આગામી દિવસોમાં કાર્યક્રમો અંગેની વધુ વિગતવાર માહીતી પુરી પાડવામાં આવશે.
ગુજરાત રાજય અને રાજકોટ શહેરના તમામ માંધાતાઓ ઉપરાંત રાજકોટ મ્યુનિ. કમિશ્નર ઉદીત અગ્રવાલ, સ્ટેન્ડીંગ કમીટી ચેરમેન ઉદય કાનગડ, ઇવેન્ટ કો. ઓર્ડીનેટર નીલેશભાઇ સોની તરફથી નિમંત્રણ પાઠવવામાં આવે છે.