રાકેશ, રમેશ અને સુરેશ ત્રણ મિત્રો હતા. ત્રણેય મિત્રોએ નક્કી કર્યું કે તેઓ ક્રિસમસ પર ડુમસ બીચ ફરવા જશે અને તેઓ બધી તૈયારીઓ કરી સામાન પેક કરી તેમની કારમાં નિકળ્યા. સાંજે તેઓ ડુમસ બીચ પહોંચી ગયા. નજીકમાં એક હોટલ હતી જ્યાં પાર્ટી ચાલુ હતી. ત્રણેય ત્યાં ગયા અને તેમના માટે એક રૂમ બુક કર્યો. ચાવી મેળવી પોતાના રૂમમાં જઈ ફ્રેશ થઈને નીચે પાર્ટીમાં ગયા. તેમણે ડાન્સ કર્યો અને આલ્કોહોલ પીધું. ત્રણે ખૂબ જ નશાની હાલતમાં હતા અને પાર્ટીમાં પાગલની જેમ નાચી રહ્યા હતા. ત્રણેય ખૂબ નશામાં હોવાથી તેમને કંઈ ભાન જ ના રહી.
તેઓ હોટલની બહાર ડુમસ બીચ પર જવા નીકળ્યા. હોટલનો એક નોકર તેમને જોઈ ગયો અને તેમને રોક્યા અને કહ્યું કે આ સમયે બીચ પર જવું યોગ્ય નથી. આ બીચ ભૂતિયા છે અત્યારે તમે ત્યાં ના જાઓ. ત્યાં ભૂત થાય છે જે તમને મારી નાખશે. ત્રણેય ભાનમાં ન હતા તેથી નોકરની વાત ના માની અને ત્રણેય જણાં બીચ પર ગયા. કિનારે બેઠા અને મસ્તી કરવા લાગ્યા.
થોડીવાર પછી રમેશને થોડે દૂર એક સફેદ કપડા વાળી સ્ત્રી દેખાણી. તેણે રાકેશ અને સુરેશને વાત કરી. પણ એ બંનેને કંઈ દેખાયું નહીં પણ રમેશને તે સ્ત્રી દેખાતી હતી. થોડી વાર પછી એ સ્ત્રી રમેશની બાજુમાં આવીને બેસી ગઈ અને રમેશ ને જોરથી ઝાપટ મારી રમેશ ને માથા પર બોટલ મારી. બોટલ ફૂટતા પેલા બંનેનું ધ્યાન ત્યાં ગયું અને તેઓ ઊભા થયા. રાકેશને બીચ પર એક જહાજ આવતું દેખાયું અને તેમાંથી એક સ્ત્રી ઉતરીને આવતી દેખાઈ. રાકેશ તેની પાસે ગયો ત્યાં સ્ત્રી ગાયબ થઈ ગઇ પછી અચાનક જ તેના પગ કોઈએ ખેંચ્યા અને રાકેશ પડી ગયો અને તેને માથા માં વાગ્યું. તે લોહીલુહાણ થઈ ગયો. થોડી વારમાં સુરેશને કિનારા પર એક નાનકડી છોકરી રડતી દેખાણી. તે છોકરી જોરજોર થી રડી રહી હતી. સુરેશ તેની પાસે ગયો અને તે છોકરીની સામે જોયું તો તેના આંખ, નાક, કાન, હોઠ બધું ગાયબ હતું. તેનું આખું મોઢું સપાટ હતું. એ જોઈને સુરેશ ના પગ ધ્રૂજવા લાગ્યા. સુરેશ ભાગવા ગયો પણ ભાગી ન શક્યો. તેના પગ જાણે રેતીમાં દટાઇ ગયા હોય અને જકડાઈ ગયા હોય તેવું તેને લાગ્યું. તે હલી શકતો ના હતો. તે છોકરીએ તેને જોરથી ધક્કો માર્યો અને સુરેશ જમીન પર પડ્યો અને તેના પગમાં લોહી નીકળવા લાગ્યું. ત્રણેય ત્યાંથી ભાગવા લાગ્યા પણ એ સ્ત્રી ત્યાં આવી ગઈ અને જેવી ત્રણેયને મારવા ગઈ ત્યાં તેમની હોટલના માલિક, મેનેજર અને તે નોકર આવી પહોંચ્યા. તેમણે લાકડી પર કપડું વીંટીને કપડું સળગાવ્યું. આગ જોઈને પેલી સ્ત્રી અને નાનકડી છોકરી ત્યાંથી અચાનક જ અદ્રશ્ય થઈ ગયા આમ રમેશ, રાકેશ અને સૂરેશનો જીવ બચી ગયો.
– આર. કે. ચોટલીયા