ભારત આર્થિક મહાસત્તા બનવા ભણી નક્કર પગલે આગળ વધી રહ્યું છે, સ્થાનિક ધોરણે વિકાસ દરની ’રફતાર’ યથાવત રાખવાના પ્રયત્નો ને સારો વરસાદ ,પૂરતું માનવબળ, સરકારની દુરંદેશીભરી આર્થિક અને ઔદ્યોગિક નીતિ અને વૈશ્વિક ઓઇલ ઇકોનોમી સાથે સમયસર તાલ મિલાવવામાં ભારતના આર્થિક તજજ્ઞો અને સાસકો દ્વારા ક્રૂડ ઓઇલની ખરીદી ,બફર સ્ટોક અને આંતરરાષ્ટ્રીય બજારમાં વિવિધ પરિસ્થિતિઓ વચ્ચે કિંમતોમાં આવતા ઉતાર ચઢાવ વચ્ચે પણ સ્થાનિક બજારમાં પેટ્રોલ ડીઝલ અને ગેસના ભાવોનું “નિયંત્રણ” રાખી પેટ્રોલ ડીઝલની અવેજીમાં સૂર્ય અને પવન ઉર્જા જેવા વૈકલ્પિક ઉર્જા સ્ત્રોત, ગ્રીનહાઈડ્રોજન અને પેટ્રોલ,ડીઝલમાં ઇથેનોલના મિશ્રણ ,ઇથેનોલના ઉત્પાદનને પ્રોત્સાહનથી ઓઇલ પેટ્રોલ ડીઝલ ની આયાતમાં ઘટાડા સહિતની લાંબા ગાળાની સફળ નીતિથી અર્થતંત્ર મજબૂત બનતું જાય છે. સાથે સાથે દેશમાં જ સ્ટાર્ટઅપ, મેકઇન ઇન્ડિયા અને રાજકીય સ્થિરતા ની સાથે સાથે જીએસટીના અમલ ઔદ્યોગિક વિકાસ માટેના પ્રયત્નો અને વિદેશીઓના વિશ્વાસના કારણે વિશ્વના અનેક દેશ ચીનને અલવિદા કહી ભારતમાં ઉદ્યોગોની સ્થાપના માટે વળી રહ્યા છે… ખાસ કરીને ફાર્મા ઉદ્યોગ માટે હવે ભારત વિશ્વ ના અનેક દેશો માટે પ્રથમ પસંદગીનું સ્થળ બની રહ્યું છે.. પશ્ચિમી દેશો નું ચીન સાથે ચાલી રહેલું “શીતવેપાર યુદ્ધ” ભારત માટે ફાયદાકારક પુરવારથશે.
ભારતમાં દવા માટેની કાચી સામગ્રી ,આયુર્વેદિક સંશોધનો અને પૂરતા માનવ બળના કારણે ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર દવા ઉદ્યોગની સ્થાપના માટે ભારતને પસંદ કરવા લાગ્યું છે.
વિશ્વની અનેક કંપનીઓ ભારતમાં પોતાના ઉત્પાદન એકમો નાખવા માટે તત્પર બની છે ભારતમાં રોકાણકારોની વિશ્વસનીયતા અર્થતંત્રને પાંચ ટ્રીલીયન અમેરિકન ડોલર સુધી પહોંચાડવા માટે સાબિત થશે, વિશ્વની સૌથી મોટી લોકશાહી નું માન ધરાવતા ભારતને આર્થિક મહાસત્તા બનવા તરફ નું લક્ષ્ય સમયથી વેલુ સિદ્ધ થાય તેવા સંજોગો ઉભા થયા છે,
ભારતમાં રોકાણ કરવાની વિશ્વના દેશોની તત્પરતા ભારતના તંત્રને સબળ સક્ષમ બનાવશે તેમાં બે મત નથી