દરેક વ્યક્તિમાં એક કળા રહેલી જ હોય છે તે કોઈ પણ સમયએ બહાર આવતી જ હોય છે . તેવી જ રીતે ફોટોગ્રાફી એ હાલનાં સમયમાં ફોટોગ્રાફર્સની એક અનોખી કળા છે. ફોટોગ્રાફીએ આજના યુગનો ટ્રેન્ડ છે. ત્યારે એક ફોટોગ્રાફર પોતાની આવડતથી એકદમ અલગ રીતે આપને ફોટોથી દર્શાવી શકે છે.
ફોટો થીમ શું છે ?
ફોટો થીમ એટલે કે અનેક ફોટોસને એક સાથે એકત્રિત કરી તેને કઈક અલગ રંગ,રૂપ અને ઢબમાં દર્શાવો, જે કોઈ જગ્યા અથવા વસ્તુ સાથે સંબંધિત હોય જેનાથી ફોટો કઈક અલગ બની શકે. આથી એક સામાન્ય ફોટો પણ કઈક અલગ દેખાય. આ થીમ હાલનાં સમયમાં લગ્ન પ્રસંગે જ લેવામાં આવે છે પણ તે રોજિંદા જીવનમા પણ ફોટો અલગ-અલગ થીમ પર લેતા હોય છે. આથી આખું એક વલણ જોવા મળે છે.
ફોટો દરેક પાડતા હોય છે ,પણ તેની અનેક થીમ હોય છે. તેમાની હાલનાં સમયમાં ખૂબ પ્રચલિત ૫ થીમ કઈ છે તે આજે જાણો.
૧. સૂર્યોદય અને સૂર્યાસ્તની થીમ
પ્રકૃતિ એ અનેક દ્રશ્યો સર્જે છે જે હંમેશા જોવાલાયક અને માળવાંલાયક હોય છે અને તેમાય સૂર્યોદય અને સૂર્યાસ્ત એક લોકપ્રિય દ્રશ્ય બની ગયું છે અને દરેક વ્યક્તિ તેની સાથે અલગ -અલગ રીતે ફોટા પાડતાં હોય છે. તેથી આ એક હાલનું ફોટોગ્રાફીનું વલણ બની ગયું છે.
સૂર્યોદય
સૂર્યાસ્ત
૨. પરછાયાની થીમ
પરછાયાનો અર્થ એ નથી કે ફક્ત પાણીમા થતાં પરછાયા પરંતુ ; બીજી ઘણી અન્ય વસ્તુઓની વચ્ચે આ થીમ લાગુ પડે છે જેમાં ચળકતા ધાતુ અથવા અરીસાઓ હોઈ શકે છે.તેની સાથે તમારા ફોટોસ કઈક અલગ જ બની શકે છે દરેક વ્યક્તિઅલગ -અલગ રીતે ફોટા પાડતાં હોય છે. તેથી આ એક હાલનું ફોટોગ્રાફીનું વલણ બની ગયું છે.
૩. રોડ થીમ
રોડ થીમ એક ખૂબ જ સરસ અને અનોખી ફોટોસ પાડી શકાય તેના માટેની એક થીમ છે દરેક વ્યક્તિ દિનચર્યામાં અનેક વાર રોડ પર જતાજ હોય છે તેનાથી કઈ અનોખા ફોટો પડતાં જોવા મળે છે . અને તમારા ફોટોસ ને અનોખા બનાવી શકે છે. દરેક વ્યક્તિ તેની સાથે અલગ -અલગ રીતે ફોટા પાડતાં હોય છે. તેથી આ એક હાલનું ફોટોગ્રાફીનું વલણ બની ગયું છે.
૪. જૂની ઇમારતોની થીમ
ઘણી વાર આસપાસની વસ્તુ પણ મોટી ભૂમિકા ભજવતું હોય છે. તેમજ શહેર અથવા ગામની થીમ સાથે તેના ઇતિહાસિક ઇમારતો, પ્રખ્યાત સીમાચિહ્નો, પુલો, જૂના ઘરોની દીવાલો આ બધી જગયો આપના દરેક વ્યક્તિ તેની સાથે અલગ -અલગ રીતે ફોટા પાડતાં હોય જ છે. તેથી આ એક હાલનું ફોટોગ્રાફીનું વલણ બની ગયું છે.
૫. અક્ષરોની થીમ
આપની આજુ -બાજુ ઘણા સ્થળો અથવા વસ્તુઓથી જેનાથી બની શકે છે અનેક શબ્દો અને અક્ષરોને ભેગા કરી બનાવો આપના ફોટોસને એક અનોખી થીમ પર બનાવો અને તેમાં સમગ્ર મૂળાક્ષરોને ભેગા કરે અને તેની સાથે ફોટો પડતાં જોવા મળે છે , તેમાં લોકો ઓબ્જેક્ટની સાથે ફોટા લેતા હોય છે સાથે તેને અલગ-અલગ રીત દ્વારા ફોટોસ પાડતાં હોય છે. દરેક વ્યક્તિ તેની સાથે અલગ -અલગ રીતે ફોટા પાડતાં હોય છે. તેથી આ એક હાલનું ફોટોગ્રાફીનું વલણ બની ગયું છે.
આવી રીતે આપના ફોટોગ્રાફ્સ બની શકે બીજાથી કઈક અલગ જો આપ પાડતાં હોય આ વલણ અનુસાર ફોટોગ્રાફ્સ અને જો ના પાડતાં હોવ તો આજે જ ટ્રાય કરો આ ખાસ થિમ્સ દ્વારા ફોટોગ્રાફ્સ.