અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ, એસઆરપી અને હોમગાર્ડ મળી ૪ હજાર જવાનો ખડે પગે
રાજકોટ સહિત છ મહાનગરપાલિકાની ચૂંટણી નું તારીખ ૨૨ ને ફેબ્રુઆરીના રોજ મતદાન યોજાવાનું છે રાજકીય પક્ષો દ્વારા પ્રચાર-પ્રસાર માટે એડીચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે ચૂંટણી ઞાયક અને શાંતિપૂર્ણ રીતે યોજાઇ તે માટે પોલીસ કમિશનર દ્વારા ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે લોકોએ નિર્ભયપણે મતદાન કરવા મનોજ અગ્રવાલે અપીલ કરી છે વધુ વિગતો મુજબ રાજકોટ મહાનગરપાલિકાના ૧૮ વોર્ડની તારીખ ૨૨ ના રોજ ચૂંટણી યોજાવાની છે.
કોવિડની ગાઈડ લાઈનનું પાલન કરશે: નિર્ણય પણે મતદાન કરવા પોલીસ કમિશ્ર્નરની મતદાતાને અપીલ
મતદાન શાંતિ પૂર્ણ માહોલમાં યોજાય તે માટે શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ જોઈન્ટ પોલીસ કમિશનર અહેમદ ખુરશીદ , ડીસીપી પ્રવીણકુમાર મીના અને ડિસીપી મનોહરસિંહ જાડેજા સહિતના ઉચ્ચ અધિકારી દ્વારા ચૂંટણીમાં કોઈ અનિછીય બનાવ ન બને તે માટે ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ખાસ કરીને આ તકે પોલીસ દ્વારા આઇવે પ્રોજેકટ અને મતદાન મથકો પર ડ્રોન કેમેરાથી નજર રાખવામાં આવશે. શહેરના ૧૮ વોર્ડના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકો માં ૫૫ મોબાઈલ વાંન દ્રારા સતત પેટ્રોલીગ હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત શહેરના ૩૫૫ બિલડીગો પરથી પોલીસ જવાનો નજર રાખશે. ચૂંટણી ના મતદાન સમયે ૪ હજારથી વધુ પોલીસ જવાનો, એસ.આર. પી.જવાનો અને હોમગાર્ડ જવાનો ફરજમાં તૈનાત રહેશે. પી.આઈ સહિત ૫૦ અધિકારી દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલિગ હાથ ધરવામાં આવશે. ચૂંટણીના મતદાન પૂર્વે જ ૮૦૦ થી વધારે શખ્સો સામે અટકાયતી પગલાં લેવામાં આવ્યા છે.અલગ અલગ ગુનામાં નાસ્તા ફરતા ૨૦૦ લોકોને ઝડપી પાડી જેલહવાલે કરવામાં આવ્યા છે. લાયસન્સ વાળા હથિયારો જમા લેવામાં આવ્યા છે.
મતદાનમાં કોવિડની ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવામાં આવશે.જેમાં મતદાતાએ માસ્ક પહેરવાનું રહેશે અને સેનેતાઇઝર સાથે રાખી સોશિયલ ડિસ્ટનસનું પાલન કરવાનું રહેશે. આ તકે પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ લોકોને મતદાન કરવાની મીડિયાના માધ્યમથી અપીલ કરી છે તેમજ શાંતિ અને સલામતીની ખાતરી આપી છે.
સંવેદન અને અતિ સંવેદનશીલ મતદાન મથકોમાં ડ્રોન નજર રાખશે
૧૮ વોર્ડના સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ મતદાન મથકોની યાદી બનાવી જાહેર કરવામાં આવી છે. જેમાં સૌથી વધારે અતિસંવેદનશીલ વોર્ડનં.૧માં ૯ અને વોર્ડનં.૩ અને ૧૬માં ૫-૫ મથક છે જયારે વોર્ડનં.૩ અને ૧૬માં ૫-૫ મથક છે. જયારે વોર્ડ નં.૧૩માં સૌથી વધુ ૩૫, વોર્ડ નં.૧૫માં ૩૩, વોર્ડ નં.૩માં ૨૮, વોર્ડ નં.૧૬માં ૨૭, વોર્ડ નં.૯માં ૨૫ સંવેદનશીલ વિસ્તાર છે જયારે વોર્ડનં.૧મા ૧૧, વોર્ડ નં.૨માં ૧૬, વોર્ડ નં.૪માં ૯, વોર્ડ નં.૫માં ૧૩, વોર્ડ નં.૬માં ૮, વોર્ડ નં.૭માં ૧૮, વોર્ડનં.૮માં ૧૯, વોર્ડનં.૧૦માં ૫, વોર્ડનં.૧૧માં ૩, વોર્ડન.૧૨માં ૧૫,વોર્ડનં.૧૪માં ૧૯, વોર્ડનં ૧૭માં અને વોર્ડનં.૧૮માં ૬ મળી કુલ ૨૯૭ જેટલા સંવેદનશીલ મતદાન મથકો છે.