કોરોનાના કહેર વચ્ચે,લોકો કરે છે લીલાલહેર,
ભૂલે છે લાશોના ઢેર,એકબીજાને અડવાના હતા વેર.
હોસ્પિટલો રહેતી ફુલ,એમાં પણ દર્દી હતા દૂર,
ઓક્સિજન જ્યારે ઘટતો, શ્વાસ લેવા ના મળતો.
કોરન્ટાઈન જયારે કરાતાં,પરિવાર માટે મારતા ફાંફાં,
ઘરેથી જ્યારે જતાં, પાછા આવવાના થતાં વાંધા.
મુશ્કેલીમાં જ્યારે મૂકાતાં, ભગવાનને ત્યારે સંભારતા,
પોલિસ બોલાવતા મોર,જ્યારે ઘરની બહાર જતા કોઈ
લોકડાઉનનાં એ દિવસો,કાઢવા થતાં સૌને ભારે,
મૌત કરતું હતું તાંડવ,તોય ફરવું હતું સૌને હારે.
ભગવાને કરી થોડી કૃપા,મનુષ્ય થયો પાછો અઘોરી,
મોતનો એવો તાંડવ ભૂલીને,એતો કરે છે રાસલીલા.
કળિયુગનો આતો કેવો પ્રકોપ,માનવી થયાં છે સ્વાર્થઘેલા,
કોરોના પડ્યું થોડું ઢીલો,માનવી પાછા ભાન ભૂલ્યા.
~વિદ્યા ગઢવી (Angel)