વેક્સિન સુરક્ષિત છે, અમે બધા વેક્સિન લેશું, તમે પણ ચૂકતા નહીં: મુખ્યમંત્રી રૂપાણીની લોકોને રસીકરણ માટે હાકલ
કોઠારીયા ચોકડી નજીક તિરૂપતિ હેડવર્કસ ખાતે મહાનગરપાલિકા-રૂડા પ્રેરીત રૂ.૩૦૦ કરોડના વિકાસ કામોના ખાતમુહૂર્ત અને રૂ.૧૩૨ કરોડના કામોના લોકાર્પણ કરતા મુખ્યમંત્રી
આજરોજ રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ સત્તા મંડળના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા લોકાર્પણ-ખાતમુહૂર્ત કાર્યક્રમમાં મુખ્યમંત્રી રૂપાણીએ અંદાજે રૂા.૪૩૨.૯૨ કરોડના વિકાસ કામોને ખાતમુહૂર્ત-લોકાર્પણ કર્યું હતું. કોઠારીયા ચોકડીથી આગળ તિરૂપતિ હેડ વર્કસ ખાતે મહાનગરપાલિકા-રૂડા પ્રેરીત રૂ.૩૦૦ કરોડના વિકાસ કામોનું ખાતમુહૂર્ત પણ કર્યું હતું.
આ તકે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, છેલ્લા ૨૦ વર્ષમાં અબજો રૂપિયાના કામો સમયબદ્ધ પુરા થયા તેના મુળમાં આખી પ્રક્રિયા પુરી કરીએ છીએ તે છે. એક બ્રીજ ખુલ્લો મુકાયો, નવા જ બ્રીજના ખાતમુહૂર્ત થયા છે. એજન્સી પાક્કી થયા બાદ ખાતમુહૂર્ત કરીએ છીએ. રાજકોટમાં નવા ભળેલા વિસ્તારની પ્રાથમિક જરૂરિયાતો અંગે તેમણે જણાવ્યું કે, પાણીની ટેન્કો, અંડરગ્રાઉન્ડ સંપ, લાઈનોના કામનો પ્રારંભ પણ કોઠારીયા વિસ્તારમાં થયો છે. રાજકોટ સૌરાષ્ટ્રની પાટનગરી છ, ઔદ્યોગીક શહેર છે, ઈન્ફાસ્ટ્રકચરથી જ વિકાસ શક્ય છે અને તે વૃષ્ટિથી કોર્પોરેશન જે પડકારો જીલીને આગવી વધી રહ્યું છે એ આવનારા ભવિષ્યના વિકાસની પ્રક્રિયાને વેગ આપનારૂ બનશે.
gu
વેક્સિન લેવા અંગેના પ્રજાના જવાબમાં મુખ્યમંત્રી રૂપાણીએ કહ્યું હતું કે, અમે તો તૈયાર જ છીએ. અમે પહેલા દિવસથી તૈયાર હતા. વડાપ્રધાને મુખ્યમંત્રીની કોન્ફરન્સમાં સ્પષ્ટ કીધું તું કે, જે લોકોએ કોરોનાના કાળમાં સેવા કરી છે તેવા ડોકટરો, હેલ્થ વર્કરોનો પહેલો અધિકાર છે, પહેલા તેઓ લે ત્યારબાદ બાકીનાનું નક્કી કરીશું, એટલે આપણે કોઈ મુખ્યમંત્રીઓએ વેક્સિન લીધી નહોતી. વડાપ્રધાને હવે જાહેરાત કરી છે તો અમે સહર્ષ સ્વીકારીને આવકારશું અને નક્કી થશે તે મુજબ અમે બધા અસહ્ય વેક્સિન લેશું. વેક્સિન સુરક્ષીત છે, બધાયે વેક્સિન લેવી જોઈએ, કોરોનાનો અંત તો જ આવશે, હું ગુજરાતની જનતાને ફરીથી વિનંતી કરૂ છું કે, તમારો વારો આવે ત્યારે વેકસીન લેવાનું ચુકશો નહીં. આજે મુખ્યમંત્રી સ્વર્ણિમ જયંતિ યોજના અંતર્ગત ૨૦૪ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. મે અગાઉ અલગ અલગ શહેરોમાં પણ મેં કીધું છે, વિકાસના કામો પૈસાના કારણે અટકવા દેશું નહીં. રાજ્ય સરકાર આપશે, સમયબદ્ધ કામ પુરા થાય, ગુણવત્તા રહે એટલી જ લોકો ચિંતા કરેે. ડ્રેગન ફ્રુટને કમલમ નામ આપવા અંગે તેમણે જણાવ્યું હતું કે, ડ્રેગન ફ્રુટ નામ ચાઈનિઝ છે. ભૂતકાળમાં બધા ફ્રુટ સાથે સંસ્કૃત નામ જોડાયેલા છે. માટે કમલમ નામ આપ્યું છે. આમાં કોઈ રાજકીય રંગ આપવાનો પ્રયત્ન થયો નથી. ગુજરાતનો ખેડૂત સંતુષ્ટ છે, ગુજરાતનો ખેડૂત ખૂબ સુખી છે. પુરતા ભાવ મળે છે. પાણી, બિયારણ મળે છે. એટલે ગુજરાતના ખેડૂતે ક્યાંય અસંતોષ વ્યકત કર્યો નથી. કોંગ્રેસે છેલ્લા પાંચ વર્ષમાં ખેડૂતના નામે ખૂબ પ્રયત્ન કર્યા, મગરમચ્છના આંસુ પણ વહાવ્યા, ગુજરાતનો ખેડૂત તેની વાતોમાં આવ્યો નથી. ગુજરાતનો ખેડૂત આમાં ક્યાંય જોડાતો નથી.