- આવતીકાલે ઓખાથી ઉપડતી ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન 1 કલાક 50 મિનિટ મોડી ઉપડશે
- બપોરે 03 :15ની જગ્યાએ 05: 05 કલાકે ટ્રેન ઉપડશે
- વધુ માહિતી માટે રેલ્વેની www.enquiry.indianrail.gov.in વેબસાઈટનો સંપર્ક કરી શકાશે
તહેવારો દરમિયાન મુસાફરોની વધતી ભીડને ધ્યાનમાં રાખીને ભારતીય રેલ્વે વિશેષ ટ્રેનો ચલાવે છે. આ શ્રેણીમાં રેલવે દ્વારા આવતીકાલે ઓખાથી ઉપડતી ઓખા-ભાવનગર એક્સપ્રેસ ટ્રેન 1 કલાક 50 મિનિટ મોડી ઉપડશે. આવો જાણીએ સમયપત્રક…
ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઓખાથી મોડી ઉપડશે
રાજકોટ ડિવિઝનમાં લાખાબાવળ-પીપળી સેક્શનમાં આવેલા લેવલ ક્રોસિંગ ગેટ નંબર 214 ની જગ્યાએ રોડ અંડર બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. આ અંતર્ગત ગર્ડર ડિ-લોન્ચ કરવા માટે બ્લોક લેવામાં આવશે, જેના કારણે 4 જાન્યુઆરી, 2025 ના રોજ ઓખાથી ઉપડનારી ટ્રેન ઓખા-ભાવનગર એક્સપ્રેસ ઓખાથી 1 કલાક 50 મિનિટ મોડી ઉપડશે.
ટ્રેન નંબર 19210 ઓખા-ભાવનગર ટર્મિનસ એક્સપ્રેસ ને રીશેડ્યુલ કરવામાં આવી છે. આ ટ્રેન ઓખાથી 04.01.2025 ના રોજ તેના નિર્ધારિત સમય 15.15 કલાકના ને બદલે 1 કલાક અને 50 મિનિટ મોડી એટલે કે 17.05 કલાકે ઉપડશે. રેલ્વે તંત્ર મુસાફરોને વિનંતી કરે છે કે તેઓ ઉપરોક્ત ફેરફારોને ધ્યાનમાં રાખીને તેમની મુસાફરી શરૂ અને ટ્રેન ના સંચાલન સંબંધિત નવીનતમ અપડેટ્સ માટે www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કરીને કોઈ અસુવિધા ન થાય.