રાજસ્થાનને આઠ વિકેટે માત આપી મુંબઈની પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત.
આઈપીએલની ચાલુ સીઝન અત્યંત રોમાંચક તબક્કામાં આવી પહોંચી છે જેમાં મુંબઇ અને રાજસ્થાન વચ્ચે જે લીગ મેચ રમાયો હતો તેમાં મુંબઈએ રાજસ્થાનને આઠ વિકેટે માત આપી પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે મુંબઈની ટીમ તરફથી બોલર કુલટર નાઇલ મેન ઓફ ધ મેચ તરીકે જાહેર કરવામાં આવ્યો હતો જેને રાજસ્થાનના બેટ્સમેનોને ધૂળ ચાટતા કરી દીધા હતા અને પોતે ચાર મહત્ત્વપૂર્ણ વિકેટ ઝડપી હતી.
પ્રથમ બેટિંગ કરવા આવેલી રાજસ્થાન ટીમ માત્ર ૯૦ રન જ બનાવી શકી હતી ત્યારે એક વાણું રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી મુંબઈની ટીમે લક્ષ્યાંકને માત્ર નવ ઓવરમાં જ પૂર્ણ કરી દીધો હતો જેમાં સર્વાધિક રન ઇશાન કિશન દ્વારા કરવામાં આવ્યા હતા. ઇશાને માત્ર ૨૫ બોલમાં જ ૫૦ રનની વિસ્ફોટક ઇનિંગ રમી હતી અને ટીમને વિજય અપાવ્યો હતો.
રાજસ્થાન તરફથી સર્વાધિક રન લેવિશે જ નોંધાવ્યા હતા બાદ એક પણ ખેલાડી દારૂ રમી શક્યો ન હતો રાજસ્થાન ટીમની સૌથી મોટી નબળાઇ તેની બેટિંગમાં જ જોવા મળી છે. જયસ્વાલ ને છોડતાં અન્ય કોઇ પણ ખેલાડી પોતાનું ઉત્કૃષ્ટ પ્રદર્શન દેખાડી શક્યા નથી ત્યારે મેચના પરિણામ બાદ એ વાત સ્પષ્ટ થઈ છે કે મુંબઈનું પહોંચવા બાદ બાકીની ટીમો માટે પણ પડકારો ઊભા થશે. હાલ દિલ્હી કેપિટલ પોઇન્ટ ટેબલમાં મોખરે છે, ત્યારબાદ ચેન્નઈ બીજા ક્રમ પર, ત્રીજા ક્રમ પર બેંગલોર અને ચોથા ક્રમ પર કલકત્તા અને મુંબઈ સંયુક્ત રીતે પોતાની દાવેદારી મજબૂત બનાવી છે આ તકે બાકી રહેતી દરેક ટીમ પાસે જ બાકી રહ્યો છે.
આવનારી આઇપીએલ સીઝન માં નવી ટીમો નો સમાવેશ કરવામાં આવશે જેથી વિશેષ નવોદિત અને યુવા ખેલાડીઓને પૂરતી તક મળશે સાથોસાથ કંપની પણ પોતાની બ્રાન્ડ વધારવા માટે બ્રાન્ડ વેલ્યુ નો વધારો કરશે હાલ દરેક કંપની આઈપીએલમાં રોકાણ કરવાનું એથી રહી છે જેનો સીધો જ ફાયદો તેમની કંપનીને થતો જોવા મળે છે. આઈપીએલમાં રૂપિયા નું મહત્વ વધુ ને વધુ જોવા મળી રહ્યું છે જેને ધ્યાને લઇ આઈપીએલની દરેક ફ્રેન્ચાઇઝી પોતાનું રોકાણ ખેલાડીઓ ઉપર કરી રહ્યું છે.