સતત ત્રણ જીત સાથે ભારતની હોકી ટીમ સેમિ ફાઇનલમાં પહોંચી
હાલ એશિયન ચેમ્પિયનશિપ ટોપી યોજાઈ રહી છે જેમાં રાઉન્ડ રોબિન સ્ટેજમાં ભારતે સતત ત્રીજી જીત સાથે જીતની હેટ્રીક ફટકારી છે રવિવારે યોજાયેલા જાપાન સામેના મેચમાં ભારતે જાપાનને 6-0થી કચડી નાખ્યું છે અને ટુર્નામેન્ટની સેમિફાઇનલમાં ધમાકેદાર રીતે પ્રવેશ કર્યો છે. ટુર્નામેન્ટની શરૂઆત ભારતીય ટીમ માટે સારી રહી ન હતી પરંતુ બાકી રહેતા મેચમાં ભારતે પોતાનું આગવું પ્રદર્શન દાખવી સેમી ફાઈનલમાં પહોંચ્યું છે જેનો શ્રેય સમગ્ર ટીમના શિરે જાય છે. જાપાન સામેની જીત બાદ ભારતીય ટીમના કુલ 10 પોઇન્ટ થયા છે. ત્યારે હવે મંગળવાર એટલે કે આવતીકાલે ક્વોલિફાયર ચાર સામે ભારતનો સેમિફાઇનલ મુકાબલો જોવા મળશે.
રાઉન્ડ રોબિન તબક્કાનો આ છેલ્લો મેં ભારત અને જાપાન વચ્ચે રમાયો હતો જેમાં ભારત તરફથી હરમન પ્રીતે શાનદાર બે ગોલ ફટકારી ટીમને વિજય અપાવવામાં ફાળો ભજવ્યો હતો એટલું જ નહીં તેની સાથે દિલપ્રીત સિંહ,જરંપ્રીત સિંહ,સુમિત અને સમસેરસિંહ દ્વારા ગોલ ફટકારવામાં આવ્યા હતા પરિણામે ભારતનો એક તરફી વિજય થયો હતો. પોઇન્ટ ટેબલની જો વાત કરવામાં આવે તો સર્વાધિક ભારત 10 પોઇન્ટ સાથે મોખરે છે જ્યારે કોરિયાને 6 પોઇન્ટ,જાપાનને 5 પોઇન્ટ, પાકિસ્તાનને 5 પોઇન્ટ અને મેજબાની કરતા બાંગ્લાદેશને 0 પોઇન્ટ સાથે પોઇન્ટ ટેબલ પર જોવા મળી રહ્યું છે.
જાપાન સામે ના પ્રથમ હાફમાં જ ભારતે જીતનો પાયો નાખ્યો હતો અને બેકટુબેક પેનલ્ટી કોર્નર મળતા ભારતની જીતુની સ્થિત થઈ ગઈ હતી. જાપાન સામેની જીતના પગલે ભારત નું મનોબળ ખૂબ જ મજબૂત બન્યું છે અને ટુર્નામેન્ટના લિગમાં પણ જીત સાથે સેમિ ફાઇનલમાં ધમાકેદાર પ્રવેશ કર્યો છે.