દરેક બાળકની શિખવાની ક્ષમતા અલગ-અલગ હોય છે પણ પ્રાથમિક શિક્ષણના પાયારૂપી શિક્ષણના મિનીમમ લેવલ ઓફ લર્નીંગની ક્ષમતાને સિધ્ધ કરે તોજ તે આગળના ધોરણમાં પ્રગતી કરી શકે છે
આજે ધો.પાંચ સુધીના બાળકો સરખું વાંચી શકતા ન હોવાથી તેઓને હાઇસ્કૂલમાં ઘણી તકલીફ પડે છે: વાંચન-ગણન અને લેખન કૌશલ્યોનો વિકાસ અતી જરૂરી છે: બાળકોના રસ-રૂચી-વલણો આધારિત શિક્ષણ પધ્ધતીઓ તેના વિકાસમાં મદદરૂપ થાય છે
આજના બાલમંદિરોમાં બાળકને તેની વયકક્ષા મુજબની ક્ષમતા આધારીત અંગ્રેજી ભાષાથી ભણાવવાનું શરૂ કરતા હોવાથી તેને માતૃભાષામાં ઘણી તકલીફો પડે છે, ઘરનું વાતાવરણ ગુજરાતીને શાળાનું અંગ્રેજી હોવાથી તે મુશ્કેલી સાથે ટ્રેસ અનુભવે છે. નાનકડું બાળક બે થી ત્રણ કલાક જ રસમય રીતે શિક્ષણ સાથે જોડાઇ શકે છે. જો કે હવે નવી શિક્ષણ નિતિમાં માતૃભાષામાં ધો.5 સુધી ફરજીયાત શિક્ષણ આવતા આ પ્રશ્ર્નનો કદાચ નિવેડો આવી શકશે. સૌપ્રથમ કોઇપણ બાળક શ્રવણ કૌશલ્ય જ હસ્તગત કરે છે, તે સાંભળે, વિચારે, બોલે પછી તેને લેખન કોશલ્ય લઇ જવો પડે છે. આ બધુ 3 થી 5 વર્ષ સુધી ચાલે છે, જેવું બાળક ધો.1માં આવે એટલે રૂટિંગ શિક્ષણ પ્રક્રિયા સાથે જોડાય છે.
ધો.1 થી 5 પ્રાથમિક અને ધો.6 થી 8 ઉચ્ચ પ્રાથમિક ધોરણનો તબક્કો ગણાય છે. બૂનિયાદી કે પાયાના શિક્ષણની વાત ધો.1-2 થી શરૂ થાય છે. અહીં બાળકોની સારી કેર લેવાય તો તેને આગલા ધોરણમાં તકલીફ પડતી નથી. જો નબળા બાળકો રહે તો તેને ઉપચારાત્મક શિક્ષણમાં વેકેશનમાં જોડીને તેના વર્ગના બાળકોના લેવલ સુધી પહોંચાડવા જ પડે છે. આ સમસ્યાના નિવારણ માટે સરકારે ધો.1થી ઉત્તરોત્તર બદલાતા ધોરણો તેજ શિક્ષકે ઉપર સુધી લઇ જવા તેવો નિયમ કર્યો છે. દરેક બાળકનું પ્રોગ્રેસ કાર્ડ કે પ્રોફાઇલ પણ આગળના ધોરણના શિક્ષકને આપવાથી તેને ઘણી સુગમતા રહે છે.
આપણને પ્રશ્ર્ન થાય કે પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિકમાં બાળકને તેની વય કક્ષા મુજબ કેટલું આવડવું જોઇએ. આ પ્રશ્ર્નનો જવાબ વર્ષોથી ચાલી આવતી આપણી શિક્ષણ પધ્ધતિ, પુસ્તકો, વાર્ષિક આયોજનો, મિનિમમ લેવલ ઓફ લર્નીંગ, ક્ષમતા આધારીત અભ્યાસક્રમ જ આપે છે. લાઇફ સ્કીલ કે તેના જીવન કૌશલ્યના વિકાસની વાત કોઇ કરતું જ નથી, પણ સૌથી અગત્યની વાત બાળકને વાંચન, ગણન અને લેખન કૌશલ્યો તો સિધ્ધ કરાવવા જ પડે છે.
પ્રારંભે 1 થી 100, કક્કો, બારાક્ષરી, સાદા શબ્દો કે કાના માત્રાવાળા શબ્દો, વાક્યો, ફકરો, ગણિતમાં સરવાળા, ગુણાકાર, બાદબાકી, ભાગાકાર સાથે ગણન પ્રક્રિયા, કવિતા ગાન સાથે લયબધ્ધ વાંચન તથા સાંભળીને લખવાની ક્ષમતા સિધ્ધ કરવી જ પડે છે. આ બધી પ્રક્રિયા સાથે બાળક જાતે સ્વ-અધ્યયન કરતો થાય તે સૌથી જરૂરી છે. આખો પાઠ વાંચીને તેમાં આવતા અઘરા શબ્દોના અર્થ, પ્રશ્ર્નોના જવાબો, ખાલી જગ્યા વિગેરે લખતો થાય તોજ તેનું લેખન કૌશલ્ય ખીલે છે. આજ પ્રક્રિયા હિન્દી અને અંગ્રેજી ભાષા માટે લાગુ પડે છે. અહીં એક વાત અગત્યની છે કે બાળક જો માતૃભાષામાં જ પાયાનું શિક્ષણ લીધું હશે તો અન્ય હિન્દી, અંગ્રેજી શિખવામાં તેને તકલીફ પડતી નથી. પ્રથમથી જ અંગ્રેજીમાં ભણતો બાળક એટલે જ ગુજરાતીના બોર્ડ પણ વાંચી શકતો નથી. પ્રથમથી જ અંગ્રેજીમાં ભણતો બાળક એટલે જ ગુજરાતીના બોર્ડ પણ વાંચી શકતો નથી. આજકાલ મા-બાપ જ તેના સંતાનોનું જીવન બગાડી રહ્યા છે દેખાદેખીમાં બેસાડેને પછી બાળક નબળું રહેતા ફરી ગુજરાતી માધ્યમનો રાહ પકડે છે.
બાળક ધો.3 થી જ કડકડાટ વાંચતા અને દાખલા ગણતો થઇ જાય તો પછી તેને ધો.12 સુધી તકલીફ પડતી નથી. ગુજરાતી, ગણિત, વિજ્ઞાન, હિન્દી, પર્યાવરણ, સમાજવિદ્યા, ભૂગોળ, કોમ્પ્યૂટર જેવા તમામ વિષયોના પુસ્તકો વાંચીને સમજીને પછી તેના આપેલા પ્રશ્ર્નોના જવાબો લખી શકે તેવી વય-કક્ષા મુજબ ક્ષમતા સિધ્ધ કરાવવાની જવાબદારી શિક્ષકની છે. ગૃહકાર્ય કે દ્રઢિકરણ અહીં ખૂબ જ કામ આવી શકે છે. ધો.1 થી 5નો પ્રાથમિક પાયો શિક્ષણના પ્રારંભનો સૌથી અગત્યનો પાર્ટ હોવાથી અહીં બાળક નબળો ન રહે તે શિક્ષક અને વાલીએ જોવાની જરૂર છે. સ્વ-અધ્યયન એટલે બાળક પોતે ભણતો થાય, એ જે સમજ્યો છે તે વિચારીને લખતો-બોલતો થાય તે જરૂરી છે.
આ બધાની સાથે તેની વય અને કક્ષા મુજબ વિકાસ થતાં તેની મૌખિક અભિવ્યક્તિ ખીલતા તે પોતાને પડતી મુશ્કેલી માટે પ્રશ્ર્ન પૂછતો થઇ જાય છે. દરેક બાળકની ક્ષમતા અલગ હોવાથી બાળકને અલગ-અલગ ગુણાંક મળે છે તે વાત દરેકે સમજવાની જરૂર છે, દરેક બાળકમાં કોઇપણ એક છૂપી કલા પડેલી હોય છે જેને પ્રોત્સાહન આપવાથી તેનો વિકાસ થાય છે. પ્રાથમિક શાળામાં બાળક જોડ્યા શબ્દો વાંચવામાં અચકાતા હોવાથી તેને માર્ગદર્શન આપવું જરૂરી છે. પ્રથમ ગાળાનાં શિક્ષણમાં વાંચન-ગણન,લેખન કૌશલ્યો સૌથી અગત્યના છે. નવી શિક્ષણ નિતીમાં પણ 2030 સુધીમાં તમામ બાળકો આ હસ્તગત કરી લે તેવો લક્ષ્યાંક રાખેલ છે.
6 થી 14 વર્ષના તમામ ભારતના બાળકો 100 ટકા શિક્ષણ મેળવે તેવો બંધારણમાં ઉલ્લેખ હોવા છતાં ઘણા બાળકો ભણવા જ જતાં નથી તો ધો.1માં પ્રવેશ પામેલા બાળકો ધો.8 સુધીમાં પહોંચે એ પહેલા જ શાળા છોડી દે છે. ઓછામાં ઓછું આટલું આવડવાનો મતલબ જ ખકક (મીનીમમ લેવલ ઓફ લર્નીંગ) છે. સાંભળે, બોલે, લખેને વિચારે એ જરૂરી છે. કવિતાનું ભાવવાહી જ્ઞાન પણ તેની સમજ શક્તિ વધારે છે.
આસપાસનું પર્યાવરણ, આંગણના પશુ, પંખી, વનસ્પતિ, ફૂલ, ઝાડ, વિવિધ રોજગારો, વિવિધ ભોમિતિક આકારો, જંગલના પશુ-પંખી, સંતો-મહાન ભારતીય, તહેવારો, ઉજવણીઓ જેવું વિવિધ જ્ઞાન પણ દરેક છાત્રોને આપવું. આ સહ અભ્યાસિક પ્રવૃત્તિ તેના સંર્વાંગી વિકાસ માટે જરૂરી છે. ભણતાં ભણતાં જ બાળકને જોયફૂલ લર્નીંગ, તરંગ-ઉલ્લાસમય વાતાવરણ ઘણું શીખવી જાય છે. જ્ઞાન સાથે ગમ્મત પધ્ધતી બાળકનો વિકાસ ઝડપી બનાવે છે. શિક્ષકનું માસિક આયોજન એવી રીતે કરવું કે