- સંતરામપુર તાલુકાના પરથમપુર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિપૂર્ણ વાતાવરણમાં ફેર મતદાન
મહીસાગર ન્યૂઝ : મહીસાગર જિલ્લાના સંતરામપુર તાલુકાના પરથમપુરના ગ્રામજનોએ સવારથી જ શાંતિપૂર્ણ વાતાવરણમાં મતદાન કરવા માટે લાઈનો લગાવી પોતાનો કિંમતી વોટ આપ્યો હતો . મહિસાગર જિલ્લામાં નિષ્પક્ષ, મુક્ત, ન્યાયી અને શાંતિપૂર્ણ માહોલમાં લોકસભા ચૂંટણી માટે ચૂંટણીપંચના આદેશ મુજબ આજ રોજ જિલ્લાના સંતરામપુર તાલુકાના 220 નંબરના પરથમપુર ગામે ફરી મતદાન યોજાયેલ હતું . આજ સવારથી જ ગ્રામજનો ફરી એક વાર પોતાનો કિંમતી વોટ આપવા બુથ પર પહોંચી શાંતિપૂર્ણ વાતાવરણમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતદાન કરવા આવી રહ્યા હતા .
વહીવટી તંત્ર દ્વારા ગામના દરેક વ્યક્તિ મતદાન કરે તે માટે તમામને અપીલ કરવામાં આવી હતી.
લોકસભાના ચૂંટણીની તો સંતરામપુર તાલુકાના પરથમપુર મતદાન મથક પર બુથ કેપચરીગની બનેલ ઘટના બાદ ભારતીય ચૂંટણી પંચ દ્વારા આ મતદાન મથક પર ફેરમતદાન આપેલ છે, ને ચુસ્ત કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે ફેરમતદાન શાંતિપુર્ણ વાતાવરણમાં હાલ થઈ રહેલ છે ને મતદારો નિભૅયરીતે મતદાન કરી રહેલ છે. આ પરથમપુર મતદાન મથક માં કુલ 1224. મતદારો નોંધાયા છે.જે પૈકી સવાર ના સાત કલાક થી બપોરના ત્રણ વાગ્યા સુધી માં આશરે 54% ટકા જેટલું મતદાન થવા પામ્યું હતું. મતદાન મથક પર સવાર થી મતદારો ની લાંબી લાઈન લાગેલી જોવાં મળતી હતી. સરકારી વહીવટી તંત્ર દ્વારા કાળજાળ ગરમીમાં મતદારોને મુશ્કેલી ના પડે તે માટે મંડપ તેમજ પીવાના પાણીની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ખડેપગે સુરક્ષા કર્મીઓ તેના કરવામાં આવ્યા હતા.
અમીન કોઠારી