એમેઝોનનો બીજા ફેસ્ટિવલ સેલ માં શાઓમી ના લોકપ્રિય સ્માર્ટફોન પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તેના સિવાય અન્ય સ્માર્ટફોન્સ, ઇલેક્ટ્રોનિક આઇટમ્સ પર પણ ભારે ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે.
આ સેલ દરમિયાન એમેઝોન ઇકો સ્માર્ટ સ્પીકર પણ ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું છે. ઇકો ડોટ જે એમેઝોનનું સૌથી નાનું સ્માર્ટ સ્પીકર છે. તેની કિંમત અહીં 4,499 રૂપિયા રાખવામાં આવી છે પરંતુ ઓફર હેઠળ આ 3,149 રૂપિયામાં મળી રહ્યું છે. ઈકો પ્લસ કંપનીનું મોટું અને પાવરફુલ સ્પીકર છે જે ભારતમાં 14,999 રૂપિયામાં લોન્ચ થયું છે.
જો કે સેલ દરમિયાન આ Amazon પર 10,499 રૂપિયામાં મળે છે. એમેઝોન ઇકો જે કંપનીના મિડ રેન્જ સ્પીકર પણ ભારતમાં લોંચ થયા છે જેની કિંમત 9999 રૂ. સેલ હેઠળ તે 6,999 રૃપિયામાં મળે છે. એમેઝોન ફાયર ટીવી સ્ટિકની કિંમત 3,999 રૂપિયા છે. એમેઝોન સેલ દરમિયાન આ 3,499 રૂપિયામાં મળી રહ્યું છે. આ ફાયર સ્ટિક સાથે વૉઇસ કન્ટ્રોલ વાળું રેમોટ પણ છે. OnePlus 5 માં પણ એક્સચેન્જ ઓફર છે.
છેલ્લા મહિનામાં એમેઝોને ચાર દિવસ માટે ગ્રેટ ઇન્ડિયા સેલનું આયોજન કર્યું હતું. હવે આ મહિને પણ 4 ઓક્ટોબરથી સેલ ફરી શરૂ થશે. ફરી શરૂ થતા સેલમાં સિટીબૅન્ક ક્રેડિટ કાર્ડ અને ડેબિટ કાર્ડ ધારકોને ખરીદી દરમિયાન 10 ટકા વધારાની બચતનો લાભ પણ મળશે. સાથે સાથે જે ગ્રાહક વેબસાઇટ પર એમેઝોન પે બેલેન્સ દ્વારા શોપિંગ કરશે તેમને 15 ટકા વેલ્યુ બેક પણ મળશે. કંપનીનું કહેવું છે કે સેલ દરમિયાન ગ્રાહકોને 10 કરોડથી પણ વધુ પ્રોડક્ટ્સમાં બચતનો લાભ મળશે.
એમેઝોન દ્વારા, સેમસંગ, સોની, એચપી, એલજી, નોકિયા અને એપલ જેવી બ્રાન્ડ્સના પ્રોડક્ટ્સ પર મોટી ઑફર્સ આપવામાં આવશે. પ્રમોશનલ બૅનરમાં આઇફોનની પણ કરવામાં આવી છે, એટલે આઇફોન લવર્સને પણ આ સેલમાંથી કઈક નવું મળી શકે છે. આ ઉપરાંત સેલ દરમિયાન OnePlus, ડેલ, ઓનર અને વિવો જેવા બ્રાન્ડ્સમાં પણ કંઇક ને કંઇક ઓફર ગ્રાહકોના ભાગે આવશે.